India vs West Indies 3rd ODI Playing 11: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી, જાણો બંનેની Playing XI
IND Vs WI Todays Match Prediction Squads:ત્રીજી વનડેમાં શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે એક બદલાવ કર્યો છે
વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) સામેની ત્રીજી વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્રીજી મેચ માટે ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. અવેશ ખાનની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણા પરત ફર્યા છે. બીજી વનડેમાં કૃષ્ણાના સ્થાને આવેશને તક આપવામાં આવી હતી. શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા (Team India) ની નજર આ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ પર ક્લીન સ્વીપ કરવા પર છે. ભારતે પ્રથમ બે મેચ નજીકના અંતરથી જીતી હતી. ભારતે પ્રથમ મેચ 3 રને જીતી હતી. જ્યારે બીજી મેચમાં ભારતનો 2 વિકેટે વિજય થયો હતો.
વિન્ડીઝ ટીમમાં 3 ફેરફાર
આ સાથે જ કેરેબિયન ટીમે જીત માટે 3 ફેરફાર કર્યા છે. અલઝારી જોસેફ, રોવમેન પોવેલ અને શેફર્ડને બહાર કરવામાં આવ્યા છે. જેસન હોલ્ડર, કીમો અને કાર્ટી તેમના સ્થાને પરત ફર્યા છે. શિખર ધવને ટોસ સમયે કહ્યું હતું કે પ્રથમ બે મેચ હાઈ સ્કોરિંગ હતી. અમે સારો સ્કોર કરવા માગતા હતા. દરેક જણ પ્રદર્શન કરી રહ્યું છે તે જોવું સારું છે. ઈરાદો મહત્વનો છે, પરંતુ સ્માર્ટનેસ પણ છે. અમે વર્લ્ડ કપ 2023 માટે સારી તૈયારી કરી રહ્યા છીએ.
જાડેજા સંપૂર્ણ રીતે ફિટ નથી
જાડેજા હજુ સુધી સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. રવિન્દ્ર જાડેજા ODI સિરીઝની શરૂઆત પહેલા ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ એવી આશા હતી કે તે ત્રીજી મેચમાં પુનરાગમન કરી શકે છે, પરંતુ ભારતીય ઓલરાઉન્ડર હવે ત્રીજી ODI માંથી પણ બહાર થઈ ગયો છે. BCCI મીડિયાએ કહ્યું કે જાડેજા ત્રીજી મેચ માટે ઉપલબ્ધ નથી અને હજુ 100% ફિટ નથી. મેડિકલ ટીમ તેમના પર નજર રાખી રહી છે.
A look at our Playing XI for the final ODI.
One change for #TeamIndia. Prasidh Krishna comes in for Avesh Khan.
Ravindra Jadeja was not available for selection for the 3rd ODI since he is still not 100 percent fit.The medical team will continue to monitor his progress.#WIvIND pic.twitter.com/4bkh524SBu
— BCCI (@BCCI) July 27, 2022
બંને ટીમો
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, દીપક હુડા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા.
વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન: શાઈ હોપ, બ્રેન્ડન કિંગ, કીઝ કાર્ટી, નિકોલસ પૂરન, શમરાહ બ્રૂક્સ, કાયલ મેયર્સ, કીમો પોલ, જેસન હોલ્ડર, અકીલ હુસેન, જેડન સીલ્સ