AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs SL T20 Match Report Today: ભારત સામે શ્રીલંકાનો 6 વિકેટે વિજય, મેન્ડીસ-નિસંકાની અડધી સદી, ચહલની 3 વિકેટ

India Vs Sri Lanka Asia Cup T20 Match Report Today: શ્રીંલકન ઓપનરોએ ભારતીય બોલરોને પરેશાન કરી દીધા હતા અને 97 રનની ભાગીદારી નોંધાવી હતી. ચહલે 3 વિકેટ ઝડપીને મેચ રોમાંચક બનાવી હતી.

IND Vs SL T20 Match Report Today: ભારત સામે શ્રીલંકાનો 6 વિકેટે વિજય, મેન્ડીસ-નિસંકાની અડધી સદી, ચહલની 3 વિકેટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 11:31 PM
Share

શ્રીલંકન ઓપનરો કુશલ મેન્ડીસ (Kusal Mendis) અને પથુમ નિસંકા (Pathum Nissanka) એ પોતાની ટીમને સારી શરુઆત કરાવી હતી. બંનેએ આક્રમક શરુઆત કરી હતી અને 97 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે ઓપનીંગ જોડી તૂટ્યા બાદ ફરી એકવાર રમતમાં ભારતીય ટીમે વાપસી કરી હતી. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. ભારત માટે આ મેચ જીતવી જરુરી હતી, રોહિત શર્મા એ લડાયક સ્કોર ખડકવા માટે આક્રમક અડધી સદી ફટકારી હતી. ભારતે આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 173 રન 8 વિકેટ ગુમાવીને નોંધાવ્યા હતા. જવાબમાં 19.5 ઓવરમાં શ્રીલંકાએ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધુ હતુ.

શ્રીલંકા ફાઈનલ તરફ

એશિયા કપ 2022ની ફાઇનલમાં પહોંચવાની ભારતીય ક્રિકેટ ટીમની આશાને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન સામેની હાર બાદ ભારતને શ્રીલંકા સામેના કપરા મુકાબલામાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. દુબઈમાં છેલ્લી ઓવર સુધી ચાલેલી બીજી રોમાંચક મેચમાં ભારતનો 6 વિકેટે પરાજય થયો હતો. આ રીતે શ્રીલંકાએ સતત બે જીત સાથે ફાઈનલમાં એક પગલું ભર્યું છે, જ્યારે ટીમ ઈન્ડિયાના બહાર થવાનો ખતરો છે.

નિશંકા અને મેન્ડિસે મુશ્કેલી સર્જી

પથુમ નિશંકા અને કુસલ મેન્ડીસે ઓપનીંગ જોડીના રુપમાં 97 રનની ભાગીદારી નોંધાવી હતી. બંને 67 બોલમાં આ સ્કોર નોંધાવ્યો હતો. બંને ઓપનરોએ અડધી સદી નોંધાવી હતી. બંનેએ આક્રમક રમત રમી હતી. નિસંકાએ 37 બોલમાં 52 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે મેન્ડિસે 37 બોલનો સામનો કરીને 57 રન નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ બંને એ શ્રીલંકા માટે મજબૂત સ્થિતી સર્જી હતી.

ચહલે રોમાંચ વધાર્યો

યુઝવેન્દ્ર ચહલે નિસંકાની વિકેટ 12 મી ઓવરમાં ઝડપીને ભારતને પ્રથમ રાહત આપી હતી. ત્યાર બાદ ઓવરના ચોથા બોલ પર ફરી એક કમાલનો બોલ કરતા ચરિથ અસલંકાની વિકેટ ઝડપી હતી. અસલંકા 3 બોલનો સામનો કરીને શૂન્ય રન પર પરત ફર્યો હતો. આ સાથે ચહલે મેચમાં ભારતને પરત ફરવાની સ્થિતી સર્જી આશા જગાવી હતી. દાનુષ્કા ગુણતિલકા એક રન નોંધાવીને અશ્વિનનો શિકાર થયો હતો. બાદમાં મેન્ડિસના રુપમાં ચહલે પોતાની ત્રીજી વિકેટ ઝટપી હતી.

ભાનુકા રાજપક્ષા અને દાસુન શનાકાએ અંતમાં સ્થિતી સંભાળી હતી. બંને વચ્ચે 34 બોલમાં 64 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી, જે ભારતને માટે હાર માટેનુ વધુ એક કારણ બન્યુ હતુ. આમ એશિયા કપ માટે ભારત મજબૂત દાવેદારના રુપમાં હતું પરંતુ હવે ફાઈનલમાં પહોંચવાની આશા લગભગ ખતમ થવા જેવી છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">