T20 World Cup 2021: કેએલ રાહુલના વિક્રમી અર્ધશતક પર આથિયા શેટ્ટી ‘ઘાયલ’ થઇ, Viral થઇ તસ્વીર

કેએલ રાહુલે (KL Rahul) સ્કોટલેન્ડ સામે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી, ભારતે માત્ર 39 બોલમાં મેચ જીતી લીધી હતી.

T20 World Cup 2021: કેએલ રાહુલના વિક્રમી અર્ધશતક પર આથિયા શેટ્ટી 'ઘાયલ' થઇ, Viral થઇ તસ્વીર
KL Rahul-Athiya Shetty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 8:49 AM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા (Team India) એ પાછળની બે મેચો એવી રીતે જીતી છે કે બધાની નજર છે. અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને સ્કોટલેન્ડ પર મોટી જીતની જરૂર હતી અને શુક્રવારે પણ કંઈક આવું જ જોવા મળ્યું. ટીમ ઈન્ડિયાએ દુબઈમાં રમાયેલી મેચમાં પહેલા સ્કોટલેન્ડને 85 રનમાં સમેટી દીધું હતું અને ત્યાર બાદ માત્ર 39 બોલમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શામી-જાડેજાએ 3-3 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. પરંતુ ટીમનો નેટ રન રેટનુ લક્ષ્ય કેએલ રાહુલે (KL Rahul) પાર પડાવ્યુ હતુ.

કેએલ રાહુલે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને 6.3 ઓવરમાં 8 વિકેટે જીત અપાવી હતી. કેએલ રાહુલે 18 બોલમાં અડધી સદી ફટકારી હતીી. આ તેણે T20 વર્લ્ડ કપ 2021ની સૌથી ઝડપી અર્ધશતક ફટકાર્યુ હતુ. કેએલ રાહુલે પોતાની ઈનિંગમાં 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 263.16 હતો. કેએલ રાહુલની આ ઇનિંગને તમામ ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ રમતને લઇને તેની કથિત ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી આથિયા શેટ્ટી પણ ખૂબ જ ખુશ દેખાઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કેએલ રાહુલ એ આથિયા શેટ્ટીને કરી ‘ઘાયલ’

ઓપનર કે કેએલ રાહુલની અડધી સદી બાદ અભિનેત્રી આથિયા શેટ્ટીની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ છે. કેએલ રાહુલે તેની અડધી સદી પૂરી કરતાં જ આથિયા શેટ્ટી ખૂબ જ ઉત્સાહમાં તાળીઓ પાડતી જોવા મળી હતી. કેએલ રાહુલની આ ઈનિંગ આથિયા શેટ્ટી માટે ખૂબ જ ખાસ રહી હશે. કારણ કે તે અભિનેત્રીનો જન્મદિવસ પણ હતો અને ટીમ ઈન્ડિયાના સુપરસ્ટારે મેદાન પર ધૂમ મચાવીને એક સારી ભેટ આપી હતી.

કેએલ રાહુલે શાનદાર અડધી સદી અને ટીમ ઈન્ડિયાની મોટી જીત બાદ ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટીને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. બંનેએ એક સાથે એક તસવીર પોસ્ટ કરી હતી, જેનું કેપ્શન ખૂબ જ ખાસ હતું. કેએલ રાહુલે લખ્યું- હેપ્પી બર્થડે માય લવ. (હાર્ટ ઇમોજી) રાહુલે પહેલીવાર જાહેર મંચ પર સ્વીકાર્યું છે કે તે આથિયા શેટ્ટીને પ્રેમ કરે છે.

T20 વર્લ્ડ કપમાં ત્રીજી સૌથી ઝડપી ફિફ્ટી

રાહુલે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના મામલે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. સૌથી ઝડપી અડધી સદી યુવરાજ સિંહના નામે છે. જેણે 2007માં ઈંગ્લેન્ડ સામે માત્ર 12 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. 2014માં સ્ટીફન માયબર્ગે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. દરમિયાન ગ્લેન મેક્સવેલ અને કેએલ રાહુલે 18-18 બોલમાં અડધી સદી ફટકારી છે. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ ફરી એકવાર રંગમાં આવી ગયો છે. આ ક્રિકેટરની આ સતત બીજી ફિફ્ટી છે. રાહુલે અફઘાનિસ્તાન સામે પણ 69 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: સ્કોટલેન્ડને રગદોળી ભારતની સેમિફાઇનલની આશા જીવંત, 8 વિકેટે ટીમ ઇન્ડિયાની શાનદાર જીત

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાના નસિબનો ફેંસલો શનિવારે થશે, જીત બાદ સમિફાઇનલની આવી છે ફોર્મ્યૂલા

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">