Breaking News : થઈ ગયું ભારત પાકિસ્તાનની મેચનું એલાન, આ તારીખે થશે ટક્કર

U19 વર્લ્ડ કપ 2026 સુપર સિક્સ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટા સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાન U19 ટીમો વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો 1 ફેબ્રુઆરી 2026ના રોજ બુલાવાયોમાં રમાશે.

Breaking News : થઈ ગયું ભારત પાકિસ્તાનની મેચનું એલાન, આ તારીખે થશે ટક્કર
| Updated on: Jan 24, 2026 | 10:31 PM

U19 World Cup: U19 વર્લ્ડ કપ 2026 હવે રોમાંચક તબક્કામાં પ્રવેશી ગયો છે. ICC અંડર-19 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજ મેચ પૂર્ણ થયા બાદ હવે સુપર સિક્સ રાઉન્ડની શરૂઆત થવાની છે. આ તબક્કામાં ક્રિકેટ ચાહકોને હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા મળશે, કારણ કે ભારત અને પાકિસ્તાન અંડર-19 ટીમો સામસામે ટકરાવાની છે. આ બહુચર્ચિત મેચ ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમાશે.

ICC અંડર-19 વર્લ્ડ કપ 2026 માટે ઉત્સાહ ચરમસીમાએ છે. સુપર સિક્સ સ્ટેજ મેચો 25 જાન્યુઆરીથી શરૂ થવાની છે. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરીને ત્રણમાંથી ત્રણ મેચ જીતીને આ રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, પાકિસ્તાન અંડર-19 ટીમ પણ સુપર સિક્સ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે આ વખતે ICCએ ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ગ્રુપમાં રાખ્યા હતા, જે સામાન્ય રીતે જોવા મળતું નથી. જોકે, સુપર સિક્સ તબક્કામાં બંને ટીમો વચ્ચેનો મુકાબલો હવે કન્ફર્મ થઈ ગયો છે.

આ તારીખે થશે ભારત-પાકિસ્તાન મેચ

ICC અંડર-19 વર્લ્ડ કપ 2026ના સુપર સિક્સ તબક્કામાં ભારત અંડર-19 અને પાકિસ્તાન અંડર-19 ટીમો વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ 1 ફેબ્રુઆરી 2026ના રોજ બુલાવાયોમાં રમાશે. ડિસેમ્બર 2025માં દુબઈમાં યોજાયેલી અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાને ભારત સામે મોટી જીત મેળવી હતી, ત્યારબાદ આ મેચ પર તમામની નજર રહેશે. ટીમ ઈન્ડિયા માટે આ મુકાબલો બદલો લેવાની સુવર્ણ તક સમાન છે.

ટૂર્નામેન્ટના નિયમો મુજબ, દરેક ગ્રુપમાંથી ત્રણ ટીમો સુપર સિક્સ તબક્કામાં પહોંચે છે. ટીમો તેમના ગ્રુપ સ્ટેજના પોઇન્ટ્સ આગળ લઈ જાય છે અને પછી બીજા ગ્રુપની બે ટીમો સામે મેચ રમે છે. ભારત ગ્રુપ Bમાં ટોચનું સ્થાન મેળવીને (B1) સુપર સિક્સમાં પ્રવેશ્યું છે, જ્યારે પાકિસ્તાન ગ્રુપ Cમાં બીજા સ્થાને (C2) રહ્યું હતું.

ભારતનો બીજો સુપર સિક્સ મુકાબલો 27 જાન્યુઆરીએ બુલાવાયોમાં ઝિમ્બાબ્વે સામે રમાશે. બીજી તરફ, પાકિસ્તાન તે જ દિવસે હરારેમાં ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે. ભારત-પાકિસ્તાન મુકાબલો માત્ર પોઇન્ટ્સ માટે નહીં, પરંતુ પ્રતિષ્ઠા માટે પણ મહત્વપૂર્ણ રહેશે.

ગ્રુપ સ્ટેજમાં ભારતનું વર્ચસ્વ

ભારતીય અંડર-19 ટીમે ગ્રુપ સ્ટેજમાં દમદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તેની ગ્રુપમાં એકમાત્ર એવી ટીમ હતી જેણે તમામ મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની શરૂઆત યુએસએ સામે 6 વિકેટની જીત સાથે કરી હતી. ત્યારબાદ બાંગ્લાદેશ સામે રોમાંચક મુકાબલામાં 18 રનની જીત મેળવી હતી. છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવીને પોતાની પ્રભુત્વભરી કામગીરી સાબિત કરી હતી.

હવે ચાહકોને આશા છે કે ભારતીય ટીમ સુપર સિક્સ અને ભારત-પાકિસ્તાન મુકાબલામાં પણ આ જ જીતની લય જાળવી રાખશે અને ટૂર્નામેન્ટમાં આગળ વધશે.

Ind vs NZ ની પહેલા મેદાન વચ્ચે જગડી પડ્યો ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયા! વીડિયો થયો વાયરલ