ભારત અને પાકિસ્તાનની મેચ 4 દિવસ બાદ બંને ટીમો T20 સિરીઝ રમશે, જાણો કોણ ક્યારે ટક્કરાશે

TV9 GUJARATI

|

Updated on: Sep 16, 2022 | 1:13 PM

20 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમ પોતાના ઘરઆંગણે T20 સિરીઝની પ્રથમ મેચ રમશે. બધાની નજર હાઈ વોલ્ટેજ સ્પર્ધા પર છે.

ભારત અને પાકિસ્તાનની મેચ 4 દિવસ બાદ બંને ટીમો T20 સિરીઝ રમશે, જાણો કોણ ક્યારે ટક્કરાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 દિવસ બાદ મેચ
Image Credit source: Twitter
Follow us

India Vs Pakistan : ભારત અને પાકિસ્તાનની ટીમ એશિયા કપ 2022માં 2 વખત આમને-સામને થઈ ચૂકી છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે જીત મેળવી તો સુપર-4માં પાકિસ્તાનની ટીમે બાજી મારી હતી. હવે બંન્ને ટીમોના ચાહકો ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2022)ની રાહ જોઈ રહી છે. ભારત-પાકિસ્તાન  (India Vs Pakistan) 23 ઓક્ટોમ્બરના રોજ બંન્નેની ટક્કર થશે. આ હાઈવોલ્ટેજ મુકાબલાની ચાહકો રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડકપમાં એક બીજા વિરુદ્ધ પોતાના અભિયાન પહેલા બંન્ને ટીમ ટી20 સિરીઝ રમશે. જેની શરુઆત 20 સપ્ટેમ્બરના રોજ થશે.

ધરઆંગણે રમશે બંન્ને ટીમો

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ પોતાના વર્લ્ડકપની તૈયારી કરશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 ટી20 મેચની સિરીઝની પ્રથમ મેચ પોતાના ઘર મોહાલીમાં રમશે. પાકિસ્તાન પણ આજ દિવસે પોતાના ઘર કરાંચીના ઈંગ્લેન્ડ વિરુદ્ધ 7 ટી20 મેચની સિરીઝની પ્રથમ મેચ રમશે. ટી20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના પડકારનો સામનો કરશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સીરિઝ બાદ રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 મેચની ટી20 સિરીઝ અને વનડે સીરિઝ રમશે. પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ પૂર્ણ થયા બાદ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની સાથે ત્રિકોણીય સિરીઝ રમશે.

ઘર આંગણે રમ્યા બાદ ટીમ ઈન્ડિયા ઉડાન ભરશે

ભારત અને પાકિસ્તાન બંને ટીમો અલગ-અલગ મેદાન પર મેચ રમશે, પરંતુ રસપ્રદ વાત એ છે કે, બંને ટીમોની મેચોની તારીખો લગભગ એક જ છે. પોતાના ઘર આંગણે રમ્યા બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જશે અને વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે વોર્મ-અપ મેચ રમશે. પોતાના ઘરે રમ્યા બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જશે અને વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે વોર્મ-અપ મેચ રમશે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન સામે 2 વોર્મ-અપ રમશે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati