
ભારત અને પાકિસ્તાન એશિયા કપ 2025માં ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. આ વખતે, આ સુપર ફોર મેચ છે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચેનો બીજો મુકાબલો હશે. અગાઉ, આ બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં પહેલીવાર ટકરાઈ હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર ફોર મેચ પણ દુબઈમાં રમાઈ રહી છે.
ભારતે એશિયા કપમાં સતત ચોથી જીત મેળવી, પાકિસ્તાનને સતત બીજી વખત હરાવ્યું, ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું, તિલક વર્માએ બાઉન્ડ્રી ફટકારી અપાવી જીત.
ભારતને ચોથો ઝટકો, સંજુ સેમસન 13 રન બનાવી થયો આઉટ, હારિશ રૌફે કર્યો ક્લીન બોલ્ડ
Ind vs Pakistan, Asia Cup 2025 : ભારતને ત્રીજો ઝટકો, અભિષેક શર્મા 74 રન બનાવી થયો આઉટ, સિક્સર ફટકારવાના ચક્કરમાં કેચ આઉટ થયો.
ભારતને બીજો ઝટકો, કેપ્ટન સુર્યકુમાર યાદવ 0 પર આઉટ, હારિશ રૌફે લીધી વિકેટ
ભારતને પહેલો ઝટકો, શુભમન ગિલ 47 રન બનાવી થયો આઉટ, શુભમન ગિલ થયો ક્લીન બોલ્ડ
ભારતનો સ્કોર 100 ને પાર, અભિષેક શર્માની ફિફ્ટી, શુભમન ગિલ ફિફ્ટી તરત આગળ વધી રહ્યો છે, શુભમન-અભિષેકની 100 રનની ઓપનિંગ પાર્ટનરશીપ
અભિષેક શર્માની આક્રમક ફિફ્ટી, શુભમન ગિલ શાનદાર બેટિંગ, જોરદાર બાઉન્ડ્રી ફટકારી પૂરી કરી અર્ધ સદી
ભારતનો સ્કોર 50ને પાર, અભિષેક શર્મા-શુભમન ગિલની આક્રમક બેટિંગ, બને ઓપનરોએ ચોગ્ગા છગ્ગા ફટકાર્યા,
ભારતની શાનદાર શરૂઆત, અભિષેક શર્માએ ફટકારી જોરદાર સિક્સર, શાહીન શાહ આફ્રીદીને પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો
IND vs PAK : પાકિસ્તાને ભારતને જીતવા 172 રનનો આપ્યો ટાર્ગેટ, ભારતીય ખેલાડીઓએ છોડ્યા ચાર કેચ, અંતિમ બોલ પર પણ કેચ ડ્રોપ, છેલ્લા બોલ પર સિક્સર ફટકારી.
પાકિસ્તાનને પાંચમો ઝટકો, નવાઝ 21 રન બનાવી થયો આઉટ, સુર્યકુમાર યાદવે કર્યો રન આઉટ
શિવમ દુબેએ ભારતને અપાવી ચોથી સફળતા, ફરહાન 58 રન બનાવી થયો આઉટ, પાકિસ્તાનને ચોથો ઝટકો લાગ્યો
પાકિસ્તાનને ત્રીજો ઝટકો, કુલદીપ યાદવે હુસેન તલતને કર્યો આઉટ, કુલદીપ યાદવે ભારતને ત્રીજી સફળતા અપાવી, વરુણ ચક્રવર્તીએ કર્યો કેચ
પાકિસ્તાનને બીજો ઝટકો, શિવમ દુબેએ સામ અયુબને કર્યો આઉટ, શિવમ દુબેએ ભારતને અપાવી બીજી સફળતા, સામ અયુબ 21 રન બનાવી આઉટ
સાહિબજાદા ફરહાનની 34 બોલમાં ફિફ્ટી, જોરદાર સિક્સર ફટકારી અર્ધ સદી પૂરી કરી, સાહિબજાદા ફરહાનને મળ્યા હતા બે જીવનદાન. 10 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 91/1
પાવરપ્લેમાં પાકિસ્તાનનો સ્કોર 50ને પાર, સામ અયુબ અને સાહિબજાદા ફરહાનની મજબુત બેટિંગ
પાકિસ્તાનને બીજું જીવનદાન, કુલદીપ યાદવે સાહિબજાદા ફરહાનનો છોડ્યો કેચ, સાહિબજાદાને બીજું જીવનદાન મળ્યું, આ પહેલા પ્રથમ ઓવરમાં હાર્દિક પંડ્યાની ઓવરમાં અભિષેક શર્માએ છોડ્યો હતો કેચ.
પાકિસ્તાનને પહેલો ઝટકો, હાર્દિક પંડ્યાએ ફખર ઝમાનને કર્યો આઉટ, સંજુ સેમસને પકડ્યો કેચ
પહેલી જ ઓવરમાં પાકિસ્તાનને જીવનદાન, હાર્દિક પંડ્યાની બોલિંગમાં અભિષેક શર્માએ સાહિબજાદા ફરહાનનો છોડ્યો કેચ
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.
સામ અયુબ, સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સલમાન અલી આગા (કેપ્ટન), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, મોહમ્મદ હરિસ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, અબરાર અહેમદ, હુસૈન તલત.
India vs Pakistan, Asia Cup : ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પાકિસ્તાન પહેલા કરશે બેટિંગ
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ 15મો T20 મુકાબલો. આ પહેલા રમાયેલી 14 T20 મેચોમાં, ભારત પાકિસ્તાન પર 11-3 થી આગળ છે. T20 એશિયા કપમાં, અત્યાર સુધી રમાયેલી ચાર મેચોમાં રેકોર્ડ 2-2 થી બરાબર છે. ODI ફોર્મેટ સહિત, એશિયા કપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન 20 વખત ટકરાયા છે, જેમાં ભારત 11 વખત જીત્યું છે અને પાકિસ્તાન 6 વખત જીત્યું છે. ત્રણ મેચ ડ્રો રહી છે.
દુબઈમાં ભારે ગરમી પડી રહી છે. રવિવારની મેચ દરમિયાન તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. ગરમીના કારણે બીજી ઈનિંગમાં બોલિંગ કરવી વધુ મુશ્કેલ બને છે. દુબઈમાં રાત્રે તાપમાન ઘટી જાય છે અને મેદાન પર ઝાકળ પડે છે, જેના કારણે સ્કોર ડીફેન્સ કરવો મુશ્કેલ બને છે.
India vs Pakistan : દુબઈ ક્રિકેટ સ્ટેડિયમની પિચ અત્યાર સુધી ધીમી રહી છે, જોકે અબુ ધાબીની તુલનામાં સારો સ્કોર બન્યો છે. દુબઈની પિચ પર મોટા શોટ રમવા માટે, તમારે ઓછામાં ઓછા મધ્ય ઓવરોમાં થોડા સેટ થવાની જરૂર છે. સ્પિનરો દુબઈની પિચ પર એક મોટો ખતરો સાબિત થયા છે.
એશિયા કપ 2025ના સુપર 4 રાઉન્ડમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, મેચ રાત્રે 8 વાગ્યે શરુ થશે. 7:30 ટોસ થશે.
દુબઈમાં ભારત-પાકિસ્તાનની ટક્કર, રાત્રે 8 થી મેચ
Published On - 5:44 pm, Sun, 21 September 25