AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુભમન ગિલે ન્યુઝીલેન્ડ સામે બે વાર દિલ જીતી લેનારી ઈનીંગ વડે નોંધાવ્યો રેકોર્ડ, ‘જવાન’ હોવાનો વિક્રમ રચ્યો!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ઓપનર શુભમન ગિલે શાનદાર તોફાની અણનમ સદી નોંધાવી હતી.

શુભમન ગિલે ન્યુઝીલેન્ડ સામે બે વાર દિલ જીતી લેનારી ઈનીંગ વડે નોંધાવ્યો રેકોર્ડ, 'જવાન' હોવાનો વિક્રમ રચ્યો!
Subman Gill એ અમદાવાદમાં અણનમ સદી નોંધાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 9:00 AM
Share

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વ્હાઈટ બોલ સિરીઝ સમાપ્ત થઈ છે. શરુઆત વનડે સિરીઝથી થઈ હતી અને અંત ટી20 સિરીઝ સાથે થયો છે. ન્યુઝીલેન્ડની ટીમની હાલત ભારત પ્રવાસમાં શ્રીલંકા જેવી જ જોવા મળી છે. બંને સિરીઝમાં માત્ર એક જ વાર જીતનો સ્વાદ ચાખીને પરત ફરવુ પડ્યુ છે. સિરીઝમાં જોકે કોઈ નિખર્યુ હોય તો શુભમન ગિલ. ભારતીય ઓપનરે જબરદસ્ત ઈનીંગ રમીને ક્રિકેટ ચાહકોનુ દિલ જીતી રહ્યો છે. અમદાવાદમાં તેણે 63 બોલમાં 7 છગ્ગા સાથે 128 રનની ઈનીંગ રમી હતી.

શુભમન ગિલે તેની આક્રમક સદી સાથેની ઈનીંગ વડે એક રેકોર્ડ નોંધાવ્યો છે. તે હવે ભારતીય ટીમમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી યુવા બેટર તરીકે આ સદી નોંધાવી છે. આ પહેલા તે વનડે ક્રિકેટમાં સૌથી યુવા બેટર તરીકે બેવડી સદી નોંધાવી હતી. હવે ટી20 સિરીઝમાં પણ તે યુવા ખેલાડી તરીકેનો વિક્રમ નોંધાવી ચુક્યો છે.

14 દિવસમાં 2 વાર યુવા બેટરનો રેકોર્ડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝની શરુઆત હૈદરાબાદમાં થઈ હતી. અહીં ન્યુઝીલેન્ડના બોલરો સામે શુભમન ગિલે તોફાન મચાવી દીધુ હતુ. કિવી બોલરોની ધુલાઈ બે રહેમ બનીને ગિલ કરી રહ્યો હતો. આ સાથે જ તેણે વનડે ક્રિકેટની પ્રથમ સદી બેવડા શતક વડે નોંધાવી હતી. ગિલે 149 બોલનો સામનો કરીને 208 રનની ઈનીંગ રમી હતી. ગિલની આ બેવડી સદી વડે રેકોર્ડ રચાઈ ગયો હતો. ગિલે વનડે ક્રિકેટમાં 23 વર્ષ અને 132 રનની વયે બેવડી સદી નોંધાવી હતી. જે વનડે ક્રિકેટમાં સૌથી યુવાન ક્રિકેટર તરીકે નોંધાઈ છે.

ઉપરાંત અમદાવાદમાં બુધવારે ટી20 સિરીઝની અંતિમ મેચમાં ગિલે સદી નોંધાવી હતી. ગિલ માટે ટી20 ફોર્મેટમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી હતી. શુભમન ગિલે ભારતની પ્રથમ ઈનીંગ દરમિયાન અણનમ સદી નોંધાવી હતી. ભારતીય ઓપનરે 63 બોલમાં જ 126 રનની ઈનીંગ રમી હતી. ભારતીય પુરુષ ટી20 આંતરરાષ્ટ્રીયમાં સદી નોંધાવનારો યુવા બેટર લખાઈ ચુક્યો છે. તેણે આ કમાલ 23 વર્ષ અને 146 દિવસની વયે નોંધાવ્યો છે.

અમદાવાદમાં ભારતની શાનદાર જીત

સિરીઝની અંતિમ મેચને જીતી લઈને ભારતે ટી20 શ્રેણી 2-1 થી પોતાને નામે કરી લીધી હતી. સિરીઝની અંતિમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 235 રનનુ લક્ષ્ય 4 વિકેટના નુક્શાન પર ન્યુઝીલેન્ડ સામે રાખ્યુ હતુ. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 66 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આમ ભારતે 168 રનથી વિશાળ જીત નોંધાવી હતી. જે એક નવો વિક્રમ નોંધાવ્યો હતો.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">