ન્યુઝીલેન્ડ છે ભારત માટે માથાનો દુખાવો, 3 ખેલાડીઓ વગર પણ કિવી ટીમ મજબૂત છે

|

Jan 17, 2023 | 4:10 PM

India vs New Zealand:ભારત ન્યુઝીલેન્ડ સામે 3 વનડે સીરીઝ રમશે. જોકે કીવી ટીમ કેન વિલિયમસન, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ વગર મેદાનમાં ઉતરશે.

ન્યુઝીલેન્ડ છે ભારત માટે માથાનો દુખાવો, 3 ખેલાડીઓ વગર પણ કિવી ટીમ મજબૂત છે
3 ખેલાડીઓ વગર પણ કિવી ટીમ મજબૂત છે
Image Credit source: Twitter

Follow us on

ભારતે શ્રીલંકાને 3 વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. હવે ભારત સામે ન્યુઝીલેન્ડનો મોટો પડકાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરીથી 3 વનડે મેચોની સિરીઝ રમાશે. પ્રથમ વખત કિવી ટીમ તેના 3 મહત્વના ખેલાડીઓ કેન વિલિયમસન, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ વિના રમશે. આમ છતાં કિવી ટીમ ભારત માટે માથાનો દુખાવો બની રહી છે. 3 ખેલાડી ન હોવા છતાં ન્યુઝીલેન્ડ ખૂબ જ મજબૂત છે. ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી સીધી ભારત પહોંચી છે. કિવી ખેલાડીઓએ પાકિસ્તાનની ધરતી પર બેટ અને બોલ બંને વડે ધમાલ મચાવી હતી.

3 અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં ન્યુઝીલેન્ડની તાકાત થોડી ઓછી લાગી શકે છે, પરંતુ એવું નથી. ટીમ એવા ખેલાડીઓથી ભરેલી છે, જેઓ માત્ર તકની રાહ જોઈ રહ્યા છે અને તક મળતા જ તેઓ પોતાની સાથે તોફાન પણ લઈને આવી શકે છે. પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડ પ્રવાસ આનો સાક્ષી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

લાથમ ફોર્મમાં છે

કેન વિલિયમસન ન હોય તો શું થયું, ટોમ લાથમ ભારત સામે ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે, જેણે પાકિસ્તાન સામેની 2 ટેસ્ટ મેચમાં એક સદી અને 2 અડધી સદી ફટકારી હતી. પ્રથમ વનડેમાં પણ 42 રન બનાવ્યા હતા. તે ટોપ સ્પિન પ્લેયર છે.

કોનવે રોકવા માટે પડકાર

ન્યૂઝીલેન્ડનું સૌથી મોટું હથિયાર ડેવોન કોનવે છે, જેણે પાકિસ્તાન પ્રવાસ પર 2 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. વનડે સિરીઝમાં કુલ 153 રન બનાવ્યા બાદ તે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. ગયા વર્ષે જ્યારે ભારત ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયું હતું ત્યારે કોનવેનું બેટ ભારતીય બોલરોની સામે ગયું હતું. ભારતીય બોલરો સામે સૌથી મોટો પડકાર કોનવેને રોકવાનો રહેશે.

સોઢીએ ખેલાડીઓને હંફાવ્યા

છેલ્લા દોઢ વર્ષથી ગ્લેન ફિલિપ્સ મર્યાદિત ઓવરની ક્રિકેટમાં અજાયબીઓ કરી રહ્યો છે. ફિલિપ્સે પાકિસ્તાન સામે અણનમ અડધી સદી ફટકારીને ન્યૂઝીલેન્ડને ત્રીજી વનડેમાં 2 વિકેટથી જીત અપાવી હતી. તે સંપૂર્ણ ફોર્મમાં છે. ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટની ગેરહાજરીમાં ઈશ સોઢીને બોલિંગ વિભાગ સંભાળવાની જવાબદારી છે. ભારતીય બેટ્સમેનોએ સોઢીથી સાવચેત રહેવાની જરૂર છે. તેણે પાકિસ્તાનના ખેલાડીને હંફાવી નાખ્યા હતા.

તેણે પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટ ઝડપી હતી. બીજામાં 5 વિકેટ લીધી. તેણે 2 વનડેમાં 3 મહત્વની વિકેટ પણ લીધી હતી. બોલની સાથે તે નીચલા ક્રમમાં બેટથી પણ યોગદાન આપી રહ્યો છે. તેણે કરાચી ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી.

Next Article