IND VS NZ: કાનપુર ટેસ્ટના પ્રથમ બે દિવસમાં અંપાયરિંગમાં આટલી બધી ભૂલો, કિવી ઓપનરને ત્રણ વાર Out આપ્યો, ત્રણેય વાર Not Out!

|

Nov 26, 2021 | 10:56 PM

ભારતીય ટીમ (Team India) ના બોલરો ન્યૂઝીલેન્ડ (New Zealand) ના ઓપનરોની વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યા હતા. આ દરમિયાન ફિલ્ડ અંપાયરો દ્વારા ભારતીય છાવણીને થોડીકવાર ખૂશ કરી દીધી પરંતુ થર્ડ અંપાયરના પરિણામથી નિરાશ થઇ જતી હતી.

IND VS NZ: કાનપુર ટેસ્ટના પ્રથમ બે દિવસમાં અંપાયરિંગમાં આટલી બધી ભૂલો, કિવી ઓપનરને ત્રણ વાર Out આપ્યો, ત્રણેય વાર Not Out!
Nitin Menon-Ravindra Jadeja

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઇ રહેલી કાનપુર ટેસ્ટ (Kanpur Test) ની બે દિવસની રમત દરમ્યાન અંપાયરીંગે નિરાશ કર્યા છે. ખરાબ અંપાયરીંગ ક્રિકેટ ચાહકોના મૂડને પણ ખરાબ કરતી હોય છે. જેન્ટલમેન ગેમ ગણાતી ક્રિકેટના ચાહકોની અપેક્ષા પણ એજ પ્રકારની રહી છે. એટલે જ જ ક્રિકેટના દિવાનાઓ તમામ વ્યવહારીક બાબતો પર પોતાનો પક્ષ રાખતા હોય છે. કાનપુર ટેસ્ટના પ્રથમ બે દિવસની રમત દરમ્યાન 6 વાર અંપાયર દ્વારા ભૂલ ભરેલા નિર્ણય લેવાયા હતા. જે મેચને ગમે તે બાજુ પલટી શકે એમ હતા.

ન્યુઝીલેન્ડ ની ટીમની બેટીંગ ઇનીંગ ઇનીંગ જ જો વાત કરવામાં આવે તો ઓપનપ ટોમ નાથમ જ ત્રણ વાર આઉટ થવાથી બચી ગયો છે. કારણ કે તેણે ડીઆરએસે જીવતદાન આપ્યુ હતુ. આમ ન્યુઝીલેન્ડની ટીમને ડીઆરએસને લઇને હાશકારો થયો હતો. જેને લઇ કિવી ટીમ ભારત સામે મજબૂત સ્થિતી ઉભી કરવામાં સફળ રહી હતી. બીજા દિવસની રમતના અંત સુધી કિવી ટીમ વિના વિકેટે 129 રન કરીને રમતમાં રહી હતી. લાથમ અને વિલ યંગ બંને એ અર્ધશતીય ઇનીંગ રમી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મેચ દરમ્યાન નિતિન મેનન અને અનિલ ચૌધરી આ બંને અંપાયરોની જોડી ભારત ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરીઝમાં અંપાયરીંગ કરી રહી છે. જોકે ખૂબ સરાહના થઇ રહેલી આ જોડીએ ક્રિકેટ ચાહકોને નિરાશ કર્યા હતા. કારણ કે આ જોડી એ કાનપુર ટેસ્ટના પ્રથમ બંને દિવસ દરમ્યાન તેમના નિર્ણયો ભૂલ ભરેલા જાહેર કર્યા હતા.

અંપાયરિંગ પર ચિંધાઇ આંગળી!

જેમ્સ નિશમ અને પૂર્વ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટ એક્સપર્ટ આકાશ ચોપરાએ પણ આ ખામીને લઇને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે અત્યાર સુધી આ ટેસ્ટમાં અંપાયરીંગ સામાન્ય રહી હોવાની ગણાવી હતી.

 

આવી જ રીતે એક વિદેશી ક્રિકેટ જર્નાલીસ્ટે તો રીતસરનો જાણે કે આક્ષેપ કર્યો હતો. તેણે કહ્યુ હતુ કે, ટોમ લાથમને ભારતીય અંપાયરો દ્વારા ત્રણ વાર આઉટ જાહેર કર્યો હતો. જોકે ડીઆરએસે તે ખોટા નિર્ણયને પલટી દીધો હતો. જ્યારે ભારતીય બેટ્સમેનો રમી રહ્યા હતા ત્યારે બેટ્સમેનોના પક્ષમાં કોલ આપવામાં આવતો હતો.

 

આ પણ વાંચોઃ IND vs NZ: કાનપુર ટેસ્ટ દરમિયાન ખૂબ વાયરલ ‘ગુટખા મેન’ આવ્યો સામે, સાથે રહેલી યુવતીનો ખુલાસો કરવા સાથે પાડ્યો ફોડ

 

આ પણ વાંચોઃ IND vs RSA: ટીમ ઇન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મંડરાયો ખતરો! કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઇ આ દેશની ક્રિકેટ ટીમે સિરીઝ અધૂરી છોડી

 

Next Article