India vs Leicestershire: ઋષભ પંતે ફટકારી અડધી સદી, ઈંગ્લેન્ડમાં બોલરોને ખૂબ હંફાવી દીધા

|

Jun 24, 2022 | 7:31 PM

ઋષભ પંત (Rishabh Pant) માટે હવે બેટ વડે રન બનાવવા એ એક માત્ર જ વિકલ્પ છે, તે પોતાના ફોર્મને મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. એવા સમયે તેણે ઈંગ્લેન્ડ પ્રવાસમાં પોતાની તૈયારી સારી કરી લીધી છે. આ પહેલા ભારતીય વિકેટકીપર બેટ્સમેન શ્રીકર ભરતે અડદી સદી સાથે શાનદાર ઈનીંગ રમી હતી.

India vs Leicestershire: ઋષભ પંતે ફટકારી અડધી સદી, ઈંગ્લેન્ડમાં બોલરોને ખૂબ હંફાવી દીધા
Rishabh Pant એ અડધી સદી ફટકારી

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના વિસ્ફોટક વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) ટીમ ઈન્ડિયા સામે જ શાનદાર અડધી સદી ફટકારી છે. ભારત અને લિસેસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ (India vs Leicestershire) વચ્ચે રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચના બીજા દિવસે પંતે ઈંગ્લિશ ક્લબ વતી આ અડધી સદી નોંધાવીને પંતે પોતાની તૈયારીની સારી શરૂઆત કરી છે. આ પહેલા ચેતેશ્વર પુજારા શૂન્ય પર આઉટ થયો હતો. તો વળી પંતની અડધી સદી યોગ્ય સમયે નોંધાઈ છે, કે જ્યારે શ્રીકર ભરતે પ્રથમ દિવસે શાનદાર ઈનીંગ રમીને અડધી સદી નોંધાવી હતી. ભરત ભારતનો રિઝર્વ વિકેટકીપર બેટ્સમેન છે.

ટીમ ઈન્ડિયા સામે રમતા પંતે હરીફ ટીમના બોલરોની જેમ જ આક્રમક શૈલીમાં બેટિંગ કરી હતી. પંતે ખાસ કરીને મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર સામે ખૂબ શોટ લગાવ્યા હતા અને માત્ર 73 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. ઉપરાંત, પંતે બર્મિંગહામ ટેસ્ટ પહેલા આ પ્રદર્શનથી ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટને થોડી રાહત આપી હશે.

ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે આવેલા પંત માટે ટેસ્ટ શ્રેણી સારી સાબિત થઈ ન હતી. ચાર મેચમાં તે ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. ત્યારપછી દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં સદી સિવાય તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હતું. તેના ફોર્મ પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. હાલમાં જ સાઉથ આફ્રિકા સામે કેપ્ટનશીપ કરતી વખતે તેના બેટને ટી20 સિરીઝમાં રન નહોતા મળ્યા, જેના કારણે 1 જુલાઈથી ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા ટીમ માટે ટેન્શન વધી ગયું હતું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જાડેજાનો શિકાર થયો પંત

પંતને અંતે રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો. પંત જાડેજા સામે સતત બીજી સિક્સર ફટકારવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. તેની 87 બોલની ઇનિંગમાં તેણે ઝડપી 76 રન બનાવ્યા જેમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની વિકેટ પડ્યા બાદ ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓએ જઈને તેને થપથપાવ્યો હતો. પંતની આ ઇનિંગથી કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને થોડીક રાહત મળી હશે, કારણ કે આ વોર્મ-અપ મેચમાં ટીમના તમામ મહત્વના બેટ્સમેનો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે અને કોઈ અડધી સદી સુધી પહોંચી શક્યું નથી.

શ્રીકરે પણ અડદી સદી ફટકારી હતી

આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના બાકીના બેટ્સમેનોની જેમ પંત માટે આ પ્રેક્ટિસ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તે તેના માટે પણ મહત્વનું હતું કારણ કે ટીમના રિઝર્વ વિકેટકીપર શ્રીકર ભરતે એક દિવસ પહેલા જ 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આવી સ્થિતિમાં, પંતે વધુ મુશ્કેલ બોલિંગ આક્રમણ સામે પણ જબરદસ્ત બેટિંગ કરી અને અર્ધસદી ફટકારી. પંતે ઉમેશ યાદવની બોલ પર રેમ્પ શોટ રમીને વિકેટ પાછળ સિક્સર ફટકારી અને પોતાની અડધી સદી પૂરી કરી.

 

Published On - 7:13 pm, Fri, 24 June 22

Next Article