AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE: ભારતીય ટીમ T20 World Cup સેમિફાઈનલમાં પહોંચી, વરસાદના કારણે DLS આધારે ટીમ ઈન્ડિયાની 5 રનથી જીત

India Vs Ireland, Womens T20 World Cup Match: ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં વરસાદે વિઘ્ન સર્જ્યુ હતુ. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 155 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

IND vs IRE: ભારતીય ટીમ T20 World Cup સેમિફાઈનલમાં પહોંચી, વરસાદના કારણે DLS આધારે ટીમ ઈન્ડિયાની 5 રનથી જીત
IND vs IRE today T20 match full scorecard in Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 10:14 PM
Share

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપ ની ફાઈનલમાં પહોંચી ચુકી છે. વરસાદના વિઘ્નને લઈ મેચનુ પરીણામ ડકવર્થ લુઈસના નિયમ આધારે સામે આવ્યુ હતુ. જે મુજબ ભારતનો 5 રનથી વિજય જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભારત પોતાના ગ્રુમાં 6 અંક સાથે બીજા સ્થાને રહ્યુ હતુ અને હવે સેમિફાઈનલની ટિકિટ મેળવી ચુક્યુ છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. સ્મૃતિ મંધાનીની શાનદાર ઈનીંગને લઈ ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 155 રનનુ લક્ષ્ય 6 વિકેટ ગુમાવીને નોંધાવ્યુ હતુ.

જવાબમાં આયર્લેન્ડની ટીમે 156 રનના વિશાળ લક્ષ્યનો પિછો કરવાની શરુઆત કરી હતી. પરંતુ અડધી ઓવરોની ઈનીંગની રમત પુર્ણ થાય એ પહેલા જ વરસાદ તૂટી પડતા રમતને રોકી દેવી પડી હતી. પિચ પર કવર્સ લગાવી દેવામાં આવ્યા હતા. લાંબો સમય સુધી વરસાદ વરસવાને લઈ મેદાન પણ ભેજવાળુ થઈ ચુક્યુ હતુ અને ફરીથી મેચને આગળ વધારવી મુશ્કેલ લાગતા અંતે મેચને સમાપ્ત જાહેર કરવામાં આવી હતી. ભારતીય ચાહકો માટે આ સમાચાર નિરાશજનક રહ્યા હતા. ભારતીય બોલરોનુ પ્રદર્શન ટૂર્નામેન્ટમાં સારુ રહ્યુ છે અને મોટી જીતની આશા વર્તાઈ રહી હતી.

ખરાબ શરુઆત છતાં માર્જીન નજીકનુ

આયરીશ ટીમની શરુઆત ખરાબ રહી હતી. ઓપનર સહિતની પ્રથમ બંને વિકેટ આયરીશ ટીમે માત્ર 1 જ રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. ઓપનર એમી હંટરના રુપમાં ભારતને પ્રથમ સફળતા મળી હતી. જેમિમા રોડ્રિગ્ઝે તેને રિચા ઘોષની મદદથી રન આઉટ કરવામાં સફળતા પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર મેળવી હતી. એમીએ એક જ રન નોંધાવ્યો હતો. ત્યાર બાદ ઓવરના પાંચમાં બોલ પર વધુ એક રનઆઉટ વિકેટ ભારતને મળી હતી. ઓર્લા પ્રેન્ડગેસ્ટ શૂન્ય રન પર જ પરત ફરી હતી. તેણે ચાર બોલનો સામનો કર્યો હતો અને વિકેટ રનઆઉટથી ગુમાવી હતી.

ગેબી લેવિસે 25 બોલમાં 32 રનની ઈનીંગ રમી હતી. લૌરા ડેલેનીએ 20 બોલમાં 17 રન નોંધાવ્યા હતા. આયર્લેન્ડની ટીમે 8.2 ઓવરની રમતમાં 54 રન નોંધાવ્યા હતા. આટલેથી જ વરસાદ વરસતા ભારતીય ચાહકોને નિરાશાની શરુઆત થઈ હતી. એક તરફ શરુઆત ખરાબ બાદ ગેબિની રમત જામી રહી હતી, છતાં ભારતીય બોલરોના પ્રદર્શન પર ભારતીય ચાહકોને પુરો ભરોસો હતો.

છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ ખાબક્યો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ આગાહી
કઈ રાશિના જાતકોએ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવી પડશે?
કઈ રાશિના જાતકોએ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવી પડશે?
ધોરાજીમાં રોડના કામમાં ડામરનું નામ સુદ્ધા નહીં, ભ્રષ્ટાચારના આરોપ
ધોરાજીમાં રોડના કામમાં ડામરનું નામ સુદ્ધા નહીં, ભ્રષ્ટાચારના આરોપ
અવેજ દરબારે કહ્યું અમાલ મલિક સાવ ખોટો છે, જુઓ વીડિયો
અવેજ દરબારે કહ્યું અમાલ મલિક સાવ ખોટો છે, જુઓ વીડિયો
અંબાલાલ પટેલની આગાહી મુજબ દિવાળીના તહેવારોમાં કેવુ રહેશે હવામાન?
અંબાલાલ પટેલની આગાહી મુજબ દિવાળીના તહેવારોમાં કેવુ રહેશે હવામાન?
સ્વસ્તિક બનાવવાની સાચી રીત અને તેનું આધ્યાત્મિક મહત્વ
સ્વસ્તિક બનાવવાની સાચી રીત અને તેનું આધ્યાત્મિક મહત્વ
અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું ‘શક્તિ’ હવે નબળું પડયું
અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું ‘શક્તિ’ હવે નબળું પડયું
અરવલ્લી જિલ્લામાં મેઘરજ અને માલપુરમાં ધોધમાર વરસાદ, જુઓ Video
અરવલ્લી જિલ્લામાં મેઘરજ અને માલપુરમાં ધોધમાર વરસાદ, જુઓ Video
અજાણ્યા શખ્સોએ ગોરખનાથની મૂર્તિને ખંડિત કરીને જંગલમાં ફેંકી દીધી
અજાણ્યા શખ્સોએ ગોરખનાથની મૂર્તિને ખંડિત કરીને જંગલમાં ફેંકી દીધી
g clip-path="url(#clip0_868_265)">