હમ નહીં સુધરેંગે… શોર્ટ બોલ સામે ભારતીય સ્ટાર બેટ્સમેનોનો The End ! આખરે આવું ક્યાં સુધી ચાલશે?

ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી20 મેચમાં પણ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ફરી એકવાર શોર્ટ પિચ બોલ રમતી વખતે ફસાયા. ભારતીય ટોપ ઓર્ડર વધારાના બાઉન્સને સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. ભારતીય ટીમે ટોચના ત્રણ બેટ્સમેન, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશનને માત્ર 48 રનમાં ગુમાવી દીધા.

હમ નહીં સુધરેંગે... શોર્ટ બોલ સામે ભારતીય સ્ટાર બેટ્સમેનોનો The End ! આખરે આવું ક્યાં સુધી ચાલશે?
IND VS ENG 4th T20
Image Credit source: PTI
| Updated on: Jul 10, 2026 | 9:00 AM

બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે ચોથી T20 મેચમાં, ભારતીય બેટિંગની એ જ જૂની અને નબળી કડી ફરી એકવાર સામે આવી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શોર્ટ-પિચ્ડ ડિલિવરી અને વધારાના બાઉન્સર સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. ઈંગ્લેન્ડના બોલરોએ ભારતીય બેટ્સમેનોની આ નબળાઈનો એ હદે ફાયદો ઉઠાવ્યો કે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર પત્તાના ઢગલાની જેમ ધરાશાયી થઈ ગયો.

ભારતીય ટીમે ટોચના ત્રણ બેટ્સમેન, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશનને માત્ર 48 રનમાં ગુમાવી દીધા હતા. આખી સિરીઝ દરમિયાન વારંવાર ચેતવણી આપવા છતાં ભારતીય સ્ટાર બેટ્સમેન તેમની ભૂલોમાંથી શીખવા તૈયાર નથી. જે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

સ્પોન્જી બાઉન્સ અને પુલ શોટ્સ ઘાતક સાબિત થયા

મેચ દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે ટિપ્પણી કરી હતી કે ભારતીય બેટ્સમેન ઇંગ્લિશ પીચો પર સ્પોન્જી બાઉન્સનો અંદાજ લગાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી શકે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે ત્રણેય ટોચના બેટ્સમેનોએ એક જ પેટર્ન રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી. પુલ અને ક્રોસ-ધ-લાઇન શોટ્સ. અભિષેક શર્મા સ્પિનર ​​સામે શોર્ટ બોલને હેન્ડલ કરવામાં નિષ્ફળ રહ્યો.

વૈભવ સૂર્યવંશી ફરી બન્યો બાઉન્સરનો શિકાર

ભારતીય ઇનિંગ્સની ત્રીજી ઓવરની ચોથી બોલ પર જોફ્રા આર્ચરે વૈભવ સૂર્યવંશીને પોતાની ફાસ્ટ બોલથી મુશ્કેલીમાં મૂકી દીધો. આર્ચરની બેક ઓફ લેન્થ બોલ ઓફ સ્ટમ્પની બહારથી ઝડપથી ઊંચી ઉછળી. વૈભવે શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. બોલ બેટના ઉપરના ભાગે લાગી. બોલ હવામાં ઊંચો ગયો અને મિડ-ઓન પર ઉભેલા સેમ કરને સરળ કેચ પકડ્યો.

ઈશાન કિશને કરી ભૂલ

પાંચમી ઓવરની બીજી બોલ પર જોશ ટંગે ઈશાન કિશનને શોર્ટ લેન્થ બોલ નાખ્યો. બોલ શરીરની તરફ ઝડપથી ઊંચો ઉછળ્યો. ઈશાને પગ આગળ વધાર્યા વગર અક્રોસ ધ લાઇન મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. ટાઈમિંગ બરાબર ન થતાં બોલ બેટની ધાર લઈને શોર્ટ થર્ડ મેન તરફ ગયો. જ્યાં સેમ કરને વધુ એક સરળ કેચ ઝડપી લીધો હતો.

રાશિદે કર્યો અભિષેક શર્માને આઉટ

જ્યારે ફાસ્ટ બોલરો શોર્ટ બોલથી ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી રહ્યા હતા ત્યારે સાતમી ઓવરની ચોથી બોલ પર લેગ સ્પિનર આદિલ રશીદે અભિષેક શર્માને પોતાની જાળમાં ફસાવ્યો. આદિલ રશીદે સ્ટમ્પની લાઇનમાં થોડી ટૂંકી લંબાઈનો બોલ ફેંક્યો. અભિષેકે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ પર પૂરતી તાકાત ન આવી. બોલ હવામાં ઊંચો ગયો. રશીદે આગળ દોડી પોતાની જ બોલ પર કેચ પકડ્યો.

ભારતીય બેટિંગ પર ઉઠ્યા સવાલો

ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન સતત ઇંગ્લેન્ડમાં નબળું પડી રહ્યું છે. ભારતીય બેટ્સમેનો રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. દરેક સિરીઝમાં એક જ પ્રકારની ભૂલો કરી રહ્યા છે. બેટ્સમેનોએ પોતાની ટેકનિક અને આક્રમક અભિગમ પર તાત્કાલિક કામ કરવાની જરૂર છે. ઇંગ્લેન્ડનો આ પ્રવાસ ભારતીય ટીમ માટે ખરાબ સપનાથી ઓછો સાબિત નથી.

આ પણ વાંચો, Breaking News: ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજુ સેમસનનો મોટો નિર્ણય, અચાનક ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો

Follow Us