IND Vs ENG 3rd ODI: ઈંગ્લેન્ડ ક્લીન સ્વીપ, ભારતનો ઐતિહાસિક શ્રેણી વિજય, જબરદસ્ત જીત સાથે ઝૂલન ગોસ્વામીની શાનદાર વિદાય
IND Vs ENG 3rd ODI Match Report Today: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ બંને વન ડેમાં શાનદાર વિજય મેળવ્યો હતો, આમ 3 મેચોની શ્રેણી પહેલાથી જ કબજે કરી લીધી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women’s Cricket Team) કમાલ કર્યો છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર ક્લીન સ્વીપ કરી દીધુ છે. આ સાથે ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) ને પણ ભારતીય ટીમે 3-0 થી શ્રેણી જીતીને વિદાય આપી છે. ભારતીય મહિલા ક્રિકેટ માટે ઈંગ્લેન્ડમાં સફળતા મેળવવાનો યાદગાર શનિવાર બની રહ્યો છે. લોર્ડઝમાં રમાઈ રહેલી શ્રેણીની અંતિમ મેચમાં ઇંગ્લેન્ડ મહિલા ટીમની કેપ્ટન એમી જોન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમ 169 રનના સ્કોરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. રેણુંકા સિંહે (Renuka Singh) કમાલની બોલીંગ કરી હતી. તેણે શરુઆતની ત્રણ વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડને મુશ્કેલ સ્થિતીમાં મુકી દીધુ હતુ.
ઇંગ્લેન્ડના બેટરોને ભારતીય બોલર્સોએ પણ પરેશાન કરી દીધા હતા. ખાસ કરીને રેણુંકા સિંહે તરખાટ મચાવી દીધો હતો. ભારતીય બોલરો સામે 65 રનના સ્કોરમાં ઈંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવી દેતા ઈંગ્લીશ ટીમ પણ આસાન લક્ષ્ય સામે મુશ્કેલ સ્થિતીમાં પહોંચી ગઈ હતી. ઇંગ્લેન્ડની કેપ્ટન એમી જોન્સે લડાયક ઈનીંગ રમવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 50 બોલનો સામનો કરીને 28 રન નોંધાવ્યા હતા. રેણુંકા સિંહે મેચમાં પોતાની ચોથી વિકેટના રુપમાં ઈંગ્લેન્ડની સુકાનીની મહત્વની વિકેટ ઝડપી જીત નજીક લાવી હતી.
ઝુલણ ગોસ્વામીની 2 વિકેટ
કરિયરની અંતિમ ઓવરમાં ઝુલન ગોસ્વામીએ વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં 2 વિકેટ ઝડપી હતી. તેના કરિયરની આ તેની અંતિમ મેચ હતી અને જેમાં તેણે 10 ઓવરમાં 3 મેડન ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. તેણે 30 રન આપ્યા હતા.
રેણુંકા સામે ઈંગ્લેન્ડ ઘૂંટણીયે
ઈંગ્લેન્ડની ટીમની ઓપનીંગ જોડી 27 રનના સ્કોર પર તૂટી ગઈ હતી. એમા લેમ્બના રુપમાં ભારતને પ્રથમ સફળતા મળી હતી. તેણે 29 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ 34 રનના સ્કોર પર બીજી ઓપનર ટેમી બ્યૂમોન્ટ 21 બોલનો સામનો કરીને 8 રન નોંધાવી પરત ફરી હતી. બંને ઓપનરોને રેણુંકા સિંહે આઉટ કર્યા હતા. શોફિયા ડંકીના રુપમાં ઈંગ્લેન્ડે ત્રીજી વિકેટ ગુમાવી હતી, જેનો શિકાર પણ રેણુંકાએ કર્યો હતો. તેણે 7 રન નોંધાવ્યા હતા. એલિસ કેસ્પીને ઝૂલન ગોસ્વામીએ આઉટ કરી હતી. કેસ્પીએ 8 બોલમાં 5 રનનુ યોગદાન નોંધાવ્યુ હતુ. રેણુંકાએ 10 ઓવરમા 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
ડેનિયલ વ્યોટને રાજેશ્વરી ગાયકવાડે ક્લીન બોલ્ડ કરી હતી. વ્યોટ માત્ર 8 રન નોંધાવી શકી હતી. તેણે બે બાઉન્ડરી નોંધાવી હતી. શોફિયા એલેક સ્ટોનનો કેચ ઝૂલને ઝડપ્યો હતો. તે શૂન્ય રને ગાયકવાડના બોલ પર શિકાર થઈ હતી. ફ્રેયા કેમ્પ 5 રન નોંધાવી પરત ફરી હતી.
8 બેટરોએ મળીને માત્ર 9 રન જોડ્યા
ભારતીય બેટરોએ બેટીંગ ઈનીંગ દરમિયાન આવનજાવનનો સિલસિલો સર્જયો હતો. ભારતીય ખેલાડીઓ ઈંગ્લીશ બોલરો સામે ક્રિઝ પર પગ જમાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. ઓપનર સ્મૃતિ મંધાના (79 બોલમાં 50 રન) અને મીડલ ઓર્ડરમાં આવેલી દિપ્તી શર્મા (106 બોલમાં 68 રન અણનમ) એ અડધી અડધી સદી ફટકારીને ભારતને 169 રનના સ્કોર પર પહોંચાડ્યુ હતુ. પાંચ ભારતીય બેટર્સ માત્ર શૂન્ય રનમાં જ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. જ્યારે ત્રણ બેટર પૂરા પાંચ રન પણ નોંધાવી શક્યા નહોતા. આમ 8 ખેલાડીઓએ મળીને માત્ર 9 રન નોંધાવ્યા હતા. કેટ ક્રોસ 10 રન નોંધાવી આઉટ થઈ હતી. અંતમાં ફ્રેા ડેવિસ અને ડિને 35 રનની ભાગીદારી 10 મી વિકેટ માટે કરી હતી.
ભારતે બ્રીસ્ટોલમાં રમાયેલી પ્રથમ વન ડે મેચ 7 વિકેટથી જીતી લીધી હતી, જ્યારે બીજી વન ડે મેચ 88 રનથી જીતી હતી. આમ ભારતે શરુઆતની બંને વન ડે જીતી લઈને 3 મેચોની સિરીઝ પહેલાથી જ પોતાના નામે કરી લીધી હતી.