IND vs ENG 1st Test Day 1 Highlight: પ્રથમ દિવસની રમત સમાપ્ત, ભારત વિના વિકેટે 21 રનના સ્કોર પર, ઇંગ્લેન્ડની ઇનીંગ 183 રન પર સમેટાઇ હતી.

| Updated on: Aug 04, 2021 | 11:30 PM

India vs England 1st Test Day 1 Highlight: પ્રથમ દિવસની રમત ભારતને નામે રહી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતીય ટીમ (Team India) ના બોલરોએ ઇંગ્લીશ ટીમ 200 ના આંકડે પહોંચવા થી દુર રાખ્યુ હતુ, જ્યારે બેટીંગ ઇનીંગમાં ભારત વિકટ ગુમાવ્યા વિના દિવસનો અંત કરવામાં સફળ રહ્યુ હતુ.

IND vs ENG 1st Test Day 1 Highlight: પ્રથમ દિવસની રમત સમાપ્ત, ભારત વિના વિકેટે 21 રનના સ્કોર પર, ઇંગ્લેન્ડની ઇનીંગ 183 રન પર સમેટાઇ હતી.
India vs England 1st Test

ભારત અને ઇંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે નોટિંગહામના ટ્રેન્ટ બ્રીઝ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ દિવસની રમતના અંતે ભારતીય ટીમે 21 રનનો સ્કોર કર્યો હતો. ભારતે હજુ 162 રનના સ્કોરને પાર કરવાનો છે. જોકે પ્રથમ દિવસ ભારતના પક્ષમાં રહ્યો હતો. રોહિત શર્મા (Rohi Sharma) અને કેએલ રાહુલ (KL Rahul) બંને પ્રથમ દિવસના અંતે રમતમાં રહ્યા હતા. બંને એ 9-9 રન કરી ભારતનો સ્કોર 21 રન કર્યો હતો.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતીય બોલરો સામે ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગ મોટો સ્કોર ખડકી શકી નહોતી. આમ ઇંગ્લેન્ડ 183 રનમાં સમેટાયુ હતુ. પ્રથમ દિવસની રમતની શરુઆત કરતા જ ઇંગ્લેન્ડે ઓપનર રોરી બર્ન્સ (Rory Burns) ની વિકેટ પ્રથમ ઓવરમાં જ શૂન્ય પર ગુમાવી હતી. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનીંગ 183 રને સમેટાઇ હતી. જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) 4 અને શામીએ 3 વિકેટ ઝડપી હતી.

ભારત બેટીંગ ઇનીંગ

પ્રથમ દિવસે જ ભારતને બેટીંગ ઇનીંગનો મોકો મળ્યો હતો. ભારતીય બોલરોના આક્રમણે ભારતને આ મોકો અપાવ્યો હતો. ભારતે પ્રથમ દિવસના અંતિમ સેશન દરમ્યાન બેટીંગ કરી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારતીય બેટીંગ ઇનીંગની શરુઆત કરી હતી. રોહિતે 40 બોલ રમીને 9 રન કર્યા હતા. જ્યારે કેએલ રાહુલે 39 બોલમાં 9 રન કર્યા હતા. આમ બંને દિવસના અંતે રમતમાં રહી ભારતો સ્કોર 21 રન પર પહોંચાડ્યો હતો. ભારતે પ્રથમ દિવસે 13 ઓવરની રમત રમી હતી. ગુરુવારે ભારતીય ઓપનીંગ જોડી ભાગીદારી રમત મોટી રમે એવી આશા સેવાઇ રહી છે.

ઇંગ્લેન્ડ બોલીંગ

પ્રથમ દિવસે બોલીંગ ઇનીંગ કરવાનો વારો આવતા ઇંગ્લીશ બોલરોએ ભારતીય ઓપનીંગ જોડીને તોડવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. પરંતુ તેમાં તેઓ સફળ રહ્યા નહોતા. ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લીશ બોલરો સામે શાંત ચિત્તે બેટીંગ કરી હતી. જેના થી ઇંગ્લીશ બોલરો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ઓલી રોબિન્સન અને સેમ કરને પ્રથમ દિવસની રમતમાં બોલીંગ કરી હતી.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 04 Aug 2021 11:05 PM (IST)

    પ્રથમ દિવસની રમત સમાપ્ત

    પ્રથમ દિવસની રમતના અંતે ભારતીય ટીમ વિના વિકેટે 21 રન કર્યા હતા. ભારતીય ટીમ તરફ થી કેએલ રાહુલ અને રોહિત શર્માએ ઓપનીંગ કરી હતીં. બંને ઓપનરોએ 9-9 રન કર્યા હતા. આ પહેલા ટોસ જીતીને ઇંગ્લેન્ડે બેટીંગ કરી હતી. ઇંગ્લેન્ડની રમત 183 રનના સ્કોરમાં જ સમેટાઇ ગઇ હતી.

  • 04 Aug 2021 10:58 PM (IST)

    રોહિત શર્મા અને કેએલ રાહુલની ધૈર્યપુર્ણ રમત

    રોહિત શર્મા અને કેએલ રાહુલ બંને એ 12 ઓવર સુધી રમતને ધૈેર્યતાપુર્ણ રમી બતાવી છે. બંને બોલરો ને થકવતા હોય એ રીતે શાંતચીત્તે રમત રમી રહ્યા છે.

  • 04 Aug 2021 10:10 PM (IST)

    ભારતીય બેટીંગ ઇનીંગ શરુ

    રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારતીય બેટીંગ ઇનીંગની શરુઆત કરી છે. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને બોલીંગની શરુઆત કરી છે.

  • 04 Aug 2021 09:54 PM (IST)

    ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગ સમેેટાઇ, બુમરાહે ઝડપી અંતિમ વિકેટ

    જસપ્રિત બુમરાહે ઇંગ્લેન્ડની અંતિમ વિકેટ ને ઝડપતા જ ઇગ્લીશ બેટીંગ ઇનીંગનો અંત થયો હતો. 183 રનમાં જ ઇંગ્લીશ ટીમ ભારતીય બોલરો સામે સમેટાઇ ગઇ હતી. આમ ભારતીય ટીમને પ્રથમ દિવસે જ બેટીંગ કરવા  મેદાને ઉતરવા મળશે.

  • 04 Aug 2021 09:49 PM (IST)

    સેમ કરનની વધુ એક બાઉન્ડરી

    મહંમદ શામી ની ઓવરમાં સેમ કરને બાઉન્ડરી લગાવી હતી. આ સાથે ઇંગ્લેન્ડનો સ્કોર 183-9 પર પહોંચ્યો હતો.

  • 04 Aug 2021 09:45 PM (IST)

    સેમ કરનની બાઉન્ડરી

    શાર્દૂલ ઠાકુરના બોલ પર કરને આક્રમકતા જારી રાખવા રુપ બાઉન્ડરી ફટકારી હતી.

  • 04 Aug 2021 09:27 PM (IST)

    સેમ કરને લગાવી સિક્સર

    સેમ કરને  શાર્દુલ ઠાકુરના બોલ પર મેચનો પ્રથમ છગ્ગો લગાવ્યો હતો. એક તરફ ઇંગ્લેન્ડ મુશ્કેલ સ્થિતીમાં છે, આવા સમયે જ રન એકઠા કરવા કરને આક્રમકતા અપાનવવાનો સંકેત આપ્યો હતો.

  • 04 Aug 2021 09:22 PM (IST)

    ઇંગ્લેન્ડની નવમી વિકેટ

    સ્ટુઅર્ટ બ્રોડની વિકેટ જસપ્રિત બુમરાહે ઝડપી ને ઇંગ્લેન્ડની મુશ્કેલી વધારી દીધી હતી. આમ ઇંગ્લેન્ડ તેની બેટીંગ ઇનીંગને પ્રથમ દિવસે જ સમેટવાની નજીક આવી ચુક્યુ હતુ.

  • 04 Aug 2021 09:22 PM (IST)

    શાર્દૂલ ઠાકુરે જો રુટ અને રોબિન્સન બંને ની વિકેટ ઝડપી

    શાર્દુલ ઠાકુરે પહેલા મોટી વિકેટ જો રુટની ઝડપી હતી  અને ત્યાર બાદ રોબિન્સનની વિકટ ઝડપી હતી.

  • 04 Aug 2021 09:12 PM (IST)

    બટલરે ગુમાવી વિકેટ

    ઓફ સ્ટંપ બહાર બોલને રમવામાં નિષ્ફળ રહેલા બટલરે પોતાની વિકેટ ગુમાવી હતી. જસપ્રિત બુમરાહે પોતાની ઓવરમાં સતત બટલરને બેકફુટ પર રાખ્યો હતો. અંતે પોતાનુ ખાતુ ખોલવા અને દબાણ હટાવવા બટલરે ડ્રાઇવ નો પ્રયાસ કર્યો અને બેટની કિનારી લઇ બોલ કિપરના હાથમાં કેચ રુપે પહોંચી ગયો હતો.

  • 04 Aug 2021 09:09 PM (IST)

    શામી એ ડેનિયલ લોરેન્સની વિકેટ ઝડપી

    ઇંગ્લેન્ડે ડેનિયલ લોરેન્સની  વિકેટ ગુમાવી હતી. ટી બ્રેક થી પરત ફરતા જ ઇંગ્લેન્ડને શામીએ પાંચમો ઝટકો આપ્યો હ. આમ શામીએ આ ત્રીજી વિકેટ ઝડપી હતી.

  • 04 Aug 2021 08:14 PM (IST)

    જોની બેયરિસ્ટો આઉટ, શામી એ તોડી ભાગીદારી

    જોની બેયરિસ્ટો અને જો રુટની ભાગીદારી રમત જામી રહી હતી. બંને એ અર્ધશતકીય ભાગીદારી રમત રમી હતી. આ દમર્યાન જ શામીએ બેયરિસ્ટોની વિકેટ ઝડપી હતી. જોકે  આ માટે DRS ની મદદ લેવી પડી હતી. આમ ઇંગ્લેન્ડે 4 થી વિકેટ ગુમાવી હતી.

  • 04 Aug 2021 08:07 PM (IST)

    જો રુટનુ અર્ધશતક પૂર્ણ

    ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટ એ અર્ધશતક પુરુ કર્યુ હતુ. આ સાથે જ તેણે ફીફીટીની સંખ્યા 50 પુરી કરી હતી. રુટે બુમરાહના બોલ પર 1 રન લઇને 50મુ અર્ધશતક પુરુ કર્યુ હતુ. રુટે 50 રન માટે 89 બોલ અને 9 ચોગ્ગા ની મદદ લીધી હતી. રુટ અને બેયરિસ્ટોની ભાગીદારી રમત સ્કોરને આગળ વધારી રહી છે.

  • 04 Aug 2021 08:06 PM (IST)

    બેયરસ્ટોએ લગાવ્યા સતત ચોગ્ગા

    બેયિરસ્ટો બાઉન્ડ્રી મેળવી રહ્યો છે. સિરાજ ની ઓવરમાં સતત બે ચોગ્ગા બેયરિસ્ટોએ લગાવ્યા હતા.

  • 04 Aug 2021 07:45 PM (IST)

    જો રુટની બાઉન્ડરી, સ્કોર 107-3

    જો રુટે શાર્દુલ ઠાકુર વચ્ચે ટકકર ભરી ઓવર જોવા મળી હતી. ઓવરના ત્રીજા બોલે બોલ ગુડ લેન્થ પર પિચ થઇ હતી. અને તેની પર ફ્રન્ટ ફુટ પર રમવા આવ્યો હતો. જોકે બોલ અંતિમ સમયે બહાર નિકળ્યો અને રુટના બેટના કિનારાને અડકીને વિકેટ કિપર પાસે પહોંચ્યો હતો.

  • 04 Aug 2021 07:43 PM (IST)

    બેયરસ્ટોએ બાઉન્ડરી લગાવ્યો, ઇંગ્લેન્ડનો સ્કોર 100 ને પાર

    આ વખતે બેયરિસ્ટો એ જાડેજાની ઓવરમાં કટ લગાવીને ચોગ્ગો લગાવ્યો હતો. બેયરિયસ્ટોએ બેકવર્ડ પોઇન્ટ પર ચોગ્ગો લગાવ્યો હતો. આ સાથે જ ઇંગ્લેન્ડે તેનો સ્કોર 100 ને પાર કર્યો હતો.

  • 04 Aug 2021 07:13 PM (IST)

    રવિન્દ્ર જાડેજા મેચમાં પ્રથમ વાર બોલીંગ પર

    હવે આ ઇનીંગમાં સ્પિનર ઓવરની શરુઆત કરવામાં આવી છે. ટીમ ઇન્ડીયામાં એકલા સ્પિનરના રુપમાં રમી રહેલા, રવિન્દ્ર જાડેજાને બોલીંગ માટે લાવવામાં આવ્યા છે.

  • 04 Aug 2021 07:09 PM (IST)

    જો રુટ ઇંગ્લેન્ડના સૌથી સફળ બેટ્સમેન

    ઇંગ્લેન્ડના દિગ્ગજ કેપ્ટન જો રુટના નામે મોટી ઉપલબ્ધી થઇ ગઇ છે. રુટ ઇંગ્લેન્ડ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધારે આંતરરાષ્ટ્રીય રન બનાવવા વાળો બેટ્સમેન બની ચુક્યો છે. જો રુટએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 15,739 રન બનવ્યા છે. આ માટે કેણે 366 ઇનીંગ રમી હતી. રુટે પોતાના પૂર્વ કેપ્ટન અને ઇંગ્લેન્ડ માટે સૌથી વધારે ટેસ્ટ રન બનાવવા વાળા પૂર્વ દિગ્ગજ ઓપનર એલેયસ્ટેયર કૂકનો રેકોર્ડ તોડ્યો હતો. જેના નામે ઇંગ્લેન્ડના માટે 387 ઇનીંગમાં 15,737 રન છે.

  • 04 Aug 2021 06:59 PM (IST)

    જો રુટે લગાવ્યો ચોગ્ગો

    ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે કવર ડ્રાઇવ સિરાજની ઓવરની અંતિમ બોલ પર લગાવ્યો હતો. જો રુટે ઇનીંગનો પાંચમો ચોગ્ગો લગાવ્યો હતો. આણ તે હવે 23 રન પર પહોંચી ચુક્યો છે.

    ઇંગ્લેન્ડ 82-3

  • 04 Aug 2021 06:54 PM (IST)

    બેયરસ્ટોનો પ્રથમ ચોગ્ગો

    જોની બેયરસ્ટો એ પોતાની ઇનીંગનો પ્રથમ ચોગ્ગો લગાવ્યો હતો. જસપ્રિત બુમરાહના અંદર આવતા બોલ પર ફ્લિક કર્યો હતો અને બોલ સ્ક્વેયર લેગ ફીલ્ડર પાસે થી નિકળી ગયો હતો.

    ઇંગ્લેન્ડ 77-3

  • 04 Aug 2021 06:32 PM (IST)

    શામીએ ઇંગ્લેન્ડને આપ્યો ઝટકો, સિબલી આઉટ

    ઇંગ્લેન્ડને લાગ્યો ત્રીજો ઝટકો, ડોમ સિબલી આઉટ

    સિબલી એ 70 બોલમાં 18 રન કર્યા હતા. જેમાં 2 ચોગ્ગા લગાવ્યા હતા.

    ઇંગ્લેન્ડ 66-3

  • 04 Aug 2021 05:47 PM (IST)

    લંચ બ્રેક પહેલા અંતિમ બોલ પર બચ્યો સિબલી

    પ્રથમ ટેસ્ટનુ પ્રથમ દિવસનુ પ્રથમ સેશન પુરુ થઇ ચુક્યુ છે. ઇંગ્લેન્ડે 2 વિકેટ ગુમાવીને 61 રન બનાવી લીધા છે. અંતિમ ઓવર માટે જસપ્રિત બુમરાહને બોલીંગ માટે લાવવામાં આવ્યો હતો. તેણે અંતિમ બોલ પર LBW ની જોરદાર અપીલ થઇ હતી. જોકે અંપાયરને તેનો ફર્ક નહોતો પડ્યો. ભારતીય ટીમે લાંબો વિચાર કર્યો હતો, ત્યાર બાદ DRS નહી લેવા માટે નિર્ણય કર્યો હતો. જોકે રિવ્યુ લેવામાં આવતો તો પણ નુકશાન નહી થતુ. જોકે કોઇ ફાયદો પણ નહી થતો કારણ કે બોલ બેલ્સના ઉપરના હિસ્સા પર લાગ્યો હોત અને અંપાયર કોલ રહ્યો હતો.

  • 04 Aug 2021 05:14 PM (IST)

    ઇંગ્લેન્ડને બીજો ઝટકો લાગ્યો. ક્રાઉલી આઉટ

  • 04 Aug 2021 04:46 PM (IST)

    ક્રોલીએ લગાવી બાઉન્ડરી

    ઇંગ્લેન્ડની ધરતી પર મહંમદ સિરાજ પ્રથમ વાર ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તે ઓફ સ્ટંપ લાઇન પર બોલીંગ કરી રહ્યો છે. જોકે ત્રીજો બોલ ઓફ સ્ટંપ ની બહાર અને અને દૂર હતો. જેને કવર ડ્રાઇવ માટે એકદમ મસ્ત ઓફર સમાન તે હતુ. જેને બાઉન્ડરી લગાવવાનુ ક્રોલી ચુક્યો નહોતો.

  • 04 Aug 2021 04:43 PM (IST)

    શામી-બુમરાહની કસીને બોલીંગ

    જસપ્રિત બુમરાહ અને મહંમદ શામી એ શરુઆતના સ્પેલ સારા રહ્યા હતા. બંને એ ઇંગ્લીશ બેટ્સમેનોને મુશ્કેલ સ્થિતીમાં રાખ્યા હતા. એક વિકેટ પણ મળી ચુકી હતી. જોકે ડોમ સિબલી અને જેક ક્રોલીએ પણ સંઘર્ષની સ્થિતીમાં રક્ષણાત્મક બેટીંગ કરીને ટીમની વિકેટ જાળવી રાખવા પ્રયાસ કર્યો છે. આ દરમ્યાન વચ્ચે 2-3 સારા ચોગ્ગા પણ લગાવ્યા હતા.

    12 ઓવર સમાપ્ત, ઇંગ્લેન્ડ 24-1

  • 04 Aug 2021 04:07 PM (IST)

    ટ્રેન્ટ બ્રિઝમાં દર્શકો લઇ રહ્યા છે આનંદ

    ઇંગ્લેન્ડમાં સ્પોર્ટસ ઇવેન્ટ માટે સ્ટેડિયમમાં પુરી ક્ષમતા સાથે દર્શકોને પ્રવેશની પરવાનગી મળી ચુકી છે. આવામાં પ્રથમ ટેસ્ટ મેચ જોવા માટે ટ્રેટ બ્રિઝ સ્ટેડિયમમાં હજારો દર્શકો મેચ નિહાળવા આવ્ચા છે. જેમાં અનેક ભારતીય ફેન્સ પણ હાજર છે.

  • 04 Aug 2021 04:04 PM (IST)

    મહિલા હોકી ટીમની સેમીફાઇનલ પણ જારી

    નોટિંગહામ થી હજારો કીલોમીટર દુર ટોક્યોમાં ભારતીય મહિલા હોકી ટીમ પ્રથમ વાર ઓલિમ્પિક ની સેમીફાઇનલમાં પોતાનો દમ દર્શાવી રહી છે. ભારત અને આર્જેન્ટીના વચ્ચે મેચ જારી છે. પ્રથમ ક્વાર્ટરમાં ભારતે 1-0 થી લીડ મેળવી હતી. આ મેચની અપડેટ TV9 ઓલિમ્પિક લાઇવ બ્લોગ પર વાંચી શકો છો.

  • 04 Aug 2021 03:42 PM (IST)

    ઇંગ્લેન્ડની ઇનીંગ શરુ, ભારતને પ્રથમ સફળતા

    પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની શરુઆત થઇ ચુકી છે. ઇંગ્લેન્ડની ઇનીંગની શરુ થઇ છે. રોરી બર્ન્સ અને ડોમ સીબલી ક્રિઝ પર ઓપનીંગ માટે આવ્યા હતા. જસપ્રિત બુમરાહે ભારત તરફ થી બોલીંગની શરુઆત કરી હતી.

    રોરી બર્ન્સના રુપમાં ઇંગ્લેન્ડે પ્રથમ વિકેટ ગુમાવી છે. ઇંગ્લેન્ડે શૂન્ય રને જ પ્રથમ ઝટકો સહવો પડ્યો છે.

  • 04 Aug 2021 03:19 PM (IST)

    ટોસ જીતીને ઇંગ્લેન્ડે પ્રથમ બેટીંગ પસંદ કરી

    નોટિંગહામમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટ એ ટોસ જીત્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લીશ ટીમમાં જોની બેયરસ્ટો અને સેમ કરન પરત ફર્યા છે. જ્યારે સ્પિનર જેક લીચ બહાર થયો છે.

Published On - Aug 04,2021 11:05 PM

Follow Us:
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">