AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England 1st T20 Match Live Streaming: T20માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ

Watch IND Vs ENG T20 Today Match Live: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England)વચ્ચે પ્રથમ T20 7 જુલાઈના રોજ સાઉથમ્પટનમાં રમાશે. આ પછી બંને ટીમો બર્મિંગહામ જશે જ્યાં બીજી T20 9 જુલાઈએ રમાશે. જ્યારે ત્રીજી T20 મેચ 10 જુલાઈએ નોટિંગહામમાં રમાશે.

India vs England 1st T20 Match Live Streaming: T20માં ભારત અને ઈંગ્લેન્ડ  વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ સાઉથમ્પટનમાં રમાશેImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 3:34 PM
Share

India vs England : એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમ (Team India) જીતી શકી નહિ , હવે ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20 મેચ જીતવા પર દાવ લગાવી શકે છે,ફોર્મેટ પણ બદલાયું છે તો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ બદલાયો હશે, ખેલાડીઓમાં પણ ફેરફાર થયો હશે, પ્રથમ T20 માટે કોચ પણ દ્રવિડની જગ્યાએ લક્ષ્મણ હશે, ટીમ T20 મુકાબલામાં ફ્રેશ જોવા મળશે. ભારતીય ટીમે આયરલેન્ડના પ્રવાસ પર હાર્દિક પાંડ્યા (Hardik Pandya)ની કેપ્ટનશીપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. હવે તે કેપ્ટન રોહિત શર્માની મદદ ઈંગ્લેન્ડની જીતતમાં કરતા જોઈ શકાશે. આ તમામ પાસાઓને જોય સ્પષ્ટ લાગે છે કે, આ મેચમાં જોરદાર ટક્કર જોવા મળશે. ત્યારે એ જાણવું જરુરી છે કે, આ મેચ ક્યાં અને ક્યારે જોઈ શકાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો T20 7 જુલાઈના રોજ સાઉથમ્પટનમાં રમાશે. આ પછી બંને ટીમો બર્મિંગહામ જશે જ્યાં બીજી T20 9 જુલાઈએ રમાશે. જ્યારે ત્રીજી T20 મેચ 10 જુલાઈએ નોટિંગહામમાં રમાશે. 3 T20 મેચની આ સિરીઝ પછી ભારતીય ટીમ 3 વન ડેની સિરીઝ પણ ઈંગ્લેન્ડમાં રમશે.T20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે અને આ પહેલા ખેલાડીઓના પ્રદર્શનને લઈ ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20 સીરિઝ ખુબ ખાસ રહેશે.

IND vs ENG: જાણો પ્રથમ T20I ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ સાઉથમ્પટનમાં રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ ક્યારે રમાશે ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ 7 જુલાઈના રોજ રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ ક્યાં સમય પર રમાશે ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 10:30 કલાકે શરુ થશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચનું લાઈવ પ્રસારણ ક્યાં જોવા મળશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચનું લાઈવ પ્રસારણ સોની નેટવર્કની ચેનલ પર જોઈ શકાશે. હિન્દીમાં તમે સોની ટેન 3 પર મેચ જોઈ શકો છો, જ્યારે અંગ્રેજીમાં જોવા માટે સોની સિક્સ પર જોઈ શકાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવા મળશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની એપ પર જોઈ શકાશે. આ સિવાય તમે મેચની દરેક અપટેડ tv9gujarati.com પર વાંચી શકો છો

g clip-path="url(#clip0_868_265)">