AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: વન ડે શ્રેણી બાદ હવે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમશે, જાણો પુરુ શેડ્યૂલ

3 મેચોની વન ડે શ્રેણીની બાંગ્લાદેશની ટીમે 2-1 થી જીતી લીધી હતી. ભારતીય ટીમે સિરીઝની અંતિમ વનડે મેચમાં 409 રનો સ્કોર ખડક્યો હતો. જેની સામે બાંગ્લાદેશ 182 રનમાં જ સમેટાઈ ગયુ હતુ.

IND vs BAN: વન ડે શ્રેણી બાદ હવે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમશે, જાણો પુરુ શેડ્યૂલ
IND vs BAN Test Series full schedule
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 10:39 AM
Share

4 ડિસેમ્બરથી શરુ થયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન ડે શ્રેણી શનિવારે સમાપ્ત થઈ ચુકી છે. યજમાન બાંગ્લાદેશે પ્રથમ બંને વન ડે મેચ જીતી લઈને ભારત સામે શ્રેણી 2-1 થી જીતી લીધી હતી. અંતિમ મેચમાં ઈશાન કિશનની બેવડી સદી અને વિરાટ કોહલીની સદીના સહારે ભારતે 409 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 182 રનમાં જ સમેટાઈ ગઈ હતી. વન ડે શ્રેણી બાદ હવે ભારત અને બાંગ્લાદેશની ટીમો સફેદ યૂનિફોર્મમાં જોવા મળશે. એટલે કે બંને વચ્ચે હવે ટેસ્ટ શ્રેણી રમાનારી છે.

ભારત માટે ટેસ્ટ શ્રેણી ખૂબ જ મહત્વની છે. આ શ્રેણીનુ પરિણામ ભારતને આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે મદદરુપ નિવડશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી સપ્તાથી ટેસ્ટ શ્રેણી શરુ થનારી છે. અહીં જાણો પુરુ શેડ્યૂલ.

ચટગાંવમાં રમાશે પ્રથમ ટેસ્ટ

આગામી સપ્તાહથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થનારો છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચ ચટગાંવમાં રમાનારી છે. 14 ડિસેમ્બરને બુધવારે પ્રથમ ટેસ્ટ મેચની શરુઆત થશે. જે રવિવારે 18 ડિસેમ્બર સુધી રમાશે. સિરીઝમાં બે ટેસ્ટ મેચ રમાનારી છે. શ્રેણીની અંતિમ અને બીજી ટેસ્ટ મેચ ઢાકામાં રમાનારી છે. જે 22 ડિસેમ્બરને ગુરુવારે શરુ થનારી છે. જે મેચ 26 ડિસેમ્બર સુધી રમાનારી છે. જે ટેસ્ટ અગાઉ વન ડે શ્રેણીની પ્રથમ બંને મેચ જ્યાં રમાઈ હતી એ શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાનાર છે. જે બંને વન ડે માં ભારતે હાર સહન કરી હતી અને શ્રેણી ગુમાવી હતી.

બંને ટેસ્ટ મેચોના સમયની વાત કરવામાં આવે તો બંને મેચોની શરુઆત સવારે 9.00 કલાકે ભારતીય સમયાનુસાર શરુ થશે. જ્યારે ટોસ ભારતીય સમયાનુસાર સવારે 8.30 કલાકે ઉછળશે. બાંગ્લાદેશના લોકલ સમયાનુસાર ટોસ 9.00 કલાકે ઉછળશે અને મેચ 9.30 કલાકે શરુ થનાર છે.

વન ડે શ્રેણીમાં ભારતે મુશ્કેલીનો સામનો વેઠ્યો

ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી હતી, ભારતીય ટીમ માટે વન ડે શ્રેણી ખૂબ જ મહત્વની હતી. પરંતુ વન ડે સિરીઝમાં ભારતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતી ટીમના ખેલાડીઓ પ્રવાસ દરમિયાન ઈજાઓનો શિકાર થયા. કેપ્ટન રોહિત શર્મા ખુદ પણ ઈજાને લઈ મુંબઈ પરત ફરવા મજબૂર બન્યો હતો. શમી પણ ઈજાને લઈ બહાર થતા જયદેવ ઉનડકટને ટેસ્ટ શ્રેણી માટે મોકલવામાં આવી રહ્યો છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">