IND vs BAN: ‘સાયન્ટિસ્ટે કરી દેખાડ્યુ’, ઢાકામાં વિજય સાથે અશ્વિન અને અ્ય્યર છવાયા, દિગ્ગજોએ વખાણ્યા

|

Dec 25, 2022 | 5:12 PM

ભારતીય ટીમનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહેતા મુશ્કેલી વચ્ચે બાંગ્લાદેશને હરાવી ઢાકા ટેસ્ટમાં ભારતને અશ્વિન અને અય્યરે વિજય અપાવ્યો હતો. સચિન, સહેવાગ સહિતના દિગ્ગજોએ તેમને વખાણ્યા હતા

IND vs BAN: સાયન્ટિસ્ટે કરી દેખાડ્યુ, ઢાકામાં વિજય સાથે અશ્વિન અને અ્ય્યર છવાયા, દિગ્ગજોએ વખાણ્યા
Ashwin ની રમત ખૂબ વખણાઈ

Follow us on

ઢાકામાં હરાવીને બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરવામાં સફળ રહ્યુ છે. શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિનની ભાગીદારીની રમતે ભારતને મુશ્કેલ સ્થિતી વચ્ચે જીત અપાવી હતી. આસાન લક્ષ્ય સામે જ ભારતીય ટીમ ના મહત્વના બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. સુકાની કેએલ રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ અને ઋષભ પંત બે આંકડામાં પણ રન નોંધાવી શક્યા હતા. આવી સ્થિતીમાં સાયન્ટિસ્ટની અણનમ રમત જબરદસ્ત રહી હતી અને તેણે જીત અપાવીને રાહતનો શ્વાસ લીધો હતો. રમત બાદ તેને સચિનથી લઈ સહેવાગ સુધીના દિગ્ગજોએ ખૂબ વખાણ્યો છે.

ભારતે ટેસ્ટ શ્રેણીને 2-0 થી જીતી છે. પ્રથમ ટેસ્ટ ચટગાંવમાં રમાઈ હતી, જેમાં 188 રનના અંતરથી વિજય ટીમ ઈન્ડિયાએ મેળવ્યો હતો. બીજી ટેસ્ટમાં ભારતની બેટિંગ ઈનીંગ પહેલા મેચ એકતરફી લાગી રહી હતી. પરંતુ ભારતીય ટીમની બેટિંગ શરુ થતા જ ટોપ ઓર્ડરના ફ્લોપ શોએ મેચ બાંગ્લાદેશના હાથમાં સરકી ગઈ હતી. પરંતુ બાંગ્લાદેશની ખુશીઓ અને સપનાઓ પર અશ્વિને પાણી ફેરવી દીધુ હતુ. જેમાં અય્યર અને અક્ષર પટેલનુ યોગદાન મહત્વનુ રહ્યુ હતુ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સોશિયલ મીડિયા પર ખૂબ થયા વખાણ

દિગ્ગજોએ અશ્વિન અને અય્યરના વખાણ ખૂબ કર્યા છે. સચિન તેંડુલકર, વાસિમ જાફર અને સહેવાગે પણ અશ્વિનની રમતની પ્રશંસા કરી છે. વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરતા લખ્યુ છે કે, સાયન્ટિસ્ટે કરી બતાવ્યું. અશ્વિનની શાનદાર ઇનિંગ અને શ્રેયસ ઐયર સાથેની શાનદાર ભાગીદારીથી આ મેચ કોઈક રીતે જીતી હતી.

 

સૂર્યકુમાર યાદવે પણ અભિનંદન પાઠવ્યા

ટ્વીટ કરીને સૂર્યકુમાર યાદવે પણ અશ્વિન અને ઐયરને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું, ‘દબાણની સ્થિતીમાં શુ ક્લાસ દર્શાવ્યો છે, અશ્વિન અને અય્યર તમને સલામ.

 

 

જાફરે પણ પ્રશંસા કરી

પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે લખ્યું, ‘અશ્વિન, અય્યર અને અક્ષરની ઈનિંગ્સ ભલે આંકડાની દૃષ્ટિએ નાની લાગે પરંતુ તેની અસર ઘણી ઊંડી હતી. ભારતને શ્રેણી જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. બાંગ્લાદેશે પણ શાનદાર રમત બતાવીને ભારતને ડરાવી રાખ્યું હતું.

 

 

કોમેન્ટેટર હર્ષા ભોગલે એ લખ્યું, ‘આજે પણ અશ્વિન ટેસ્ટ ક્રિકેટનો MVP પ્લેયર છે.’

 

 

તેંડુલકરે પણ વખાણ્યા

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પણ સોશિયલ મીડિયા પર બંનેની રમતની ખૂબ સરાહના કરી હતી. સચિને લખ્યુ હતુ કે, ભારતને શ્રેણી જીતવા બદલ અભિનંદન. બાંગ્લાદેશના સ્પિનરોએ ભારત પર ઘણું દબાણ બનાવ્યુ. જોકે દબાણ હેઠળ અશ્વિન અને અય્યરે શાનદાર બેટિંગ કરી અને જીત મેળવી હતી.

 

Published On - 4:20 pm, Sun, 25 December 22

Next Article