IND vs BAN: વિરાટ કોહલીના સ્થાને અક્ષર પટેલને બેટિંગ કરવા મોકલતા ભડક્યા દિગ્ગજ, રાહુલ અને દ્રવિડ નિશાને ચડ્યા
ભારતીય ટીમ માટે આસાન લક્ષ્ય હોવા છતાં 37 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી, બેટિંગ ક્રમને લઈ હવે દિગ્ગજો ભડક્યા છે. કહ્યુ ઋષભ પંત શુ ઉંઘની ગોળી લઈ ચુક્યો હતો?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની ચોથા દિવસની રમત રવિવારે રમાનારી છે. રવિવારની રમત રોમાંચક જોવા મળી શકે છે. કારણ કે ભારતીય ટીમ આસાન લક્ષ્ય સામે જ એક બાદ ઝડપ થી વિકેટ ગુમાવતા મહત્વના ચાર ખેલાડીઓની વિકેટ ગુમાવી ચુક્યુ છે. બીજી તરફ ત્રીજા દિવસની રમતના અંતે અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ એમ બંને ગુજ્જુ બેટ્સમેન રમતમાં હતા. જે રવિવારે ચોથા દિવસની રમતની શરુઆત કરશે.
ટોપના બેટિંગ ક્રમમાં ફેરફાર કરવા છતાં ટીમ ઈન્ડિયાને ધારી સફળતા શરુઆતને લઈ નથી મળી શકી. જેના કારણે હવે દિગ્ગજો પણ ટીમ મેનેજમેન્ટની ફ્લોપ રણનિતી માટે સવાલો ઉઠાવવા લાગ્યા છે. દિગ્ગજોએ હવે કેપ્ટન કેએલ રાહુલ અને મુખ્ય કોચ રાહુલ દ્વવિડને લઈ પણ સવાલો કર્યા ચે. વિરાટ કોહલીના સ્થાને અક્ષર પટેલને મોકલવાને લઈ સુનિલ ગાવાસ્કરે પણ ટિપ્પણી કરી છે.
અક્ષર પટેલને કોહલીના સ્થાને મોકલતા ગાવાસ્કર ભડક્યા
પ્રસારણ કર્તાના શોમાં જ સુનિલ ગાવાસ્કરે પોતાની ટિપ્પણી કરી દીધી હતી. તેઓએ કહ્યુ હતુ કે, વિરાટ કોહલી વિશ્વનો શ્રેષ્ઠ બેસ્ટમેન છે, આના થી તેના માટે યોગ્ય મેસેજ નહીં જાય. કોહલી ખુદ આ ફેરફાર માટે કહેતો તે વાત અલગ હતી. ગાવાસ્કરે આગળ પણ કહ્યુ કે, અમે નથી જાણતા કે ડ્રેસિંગ રુમમાં શુ થયુ છે. પરંતુ આ સમજવુ મુશ્કેલ છે. જોકે અક્ષર પટેલે શાનદાર રમત દર્શાવી છે.
કરીમે કહ્યુ-પંતે ઉંઘની ગોળી લીધી હતી?
જ્યારે અજય જાડેજાએ કહ્યું કે કોહલી વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી છે. 15 ઓવર બાકી હતી. સબા કરીમે કહ્યું હતું કે લેફ્ટ-રાઈટ કોમ્બિનેશનને કારણે આ ફેરફાર થઈ શકે છે, પરંતુ પછી મને આશ્ચર્ય થાય છે કે શું ઋષભ પંતે ઊંઘની ગોળી લીધી હતી. હું એમ પણ કહીશ કે અમારા માટે અહીંથી કહેવું સરળ છે.
પટેલના બદલે પંતને મોકલવો જોઈએ
જાડેજાએ વધુમાં કહ્યું કે અમને ખબર નથી કે કોઈની તબિયત સારી નથી. બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા 145 રનના ટાર્ગેટના જવાબમાં ભારતે ત્રીજા દિવસે 45 રનમાં પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી. ગિલ 7, રાહુલ 2, પૂજારા 6 અને વિરાટ કોહલી 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
અનુભવીઓ માને છે કે કોમ્બિનેશન માટે અક્ષર પટેલને બદલે પંતને મોકલી શકાયો હોત. જોકે અક્ષર પટેલ પણ 26 રન બનાવીને ક્રિઝ પર ઊભો છે. પ્રથમ દાવની જેમ જ બીજી ઈનિંગમાં પણ ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અને વિરાટ કોહલીનું બેટ ફરી એકવાર શાંત રહ્યું.