IND vs BAN: ચેતેશ્વર પુજારાએ 3 વર્ષની રાહ સમાપ્ત કરી, નોંધાવી કારકિર્દીની સૌથી ઝડપી સદી

|

Dec 16, 2022 | 5:48 PM

ચેતેશ્વર પુજારાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં પ્રથમ ઈનીંગમાં 90 રન નોંધાવ્યા હતા. બીજી ઈનીંગમાં સદી નોંધાવી પોતાનુ ફોર્મ પરત મેળવ્યુ છે.

IND vs BAN: ચેતેશ્વર પુજારાએ 3 વર્ષની રાહ સમાપ્ત કરી, નોંધાવી કારકિર્દીની સૌથી ઝડપી સદી
Cheteshwar Pujara એ સદી નોંધાવી

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચટગાંવમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ લીડ સાથે મજબૂત સ્થિતીમાં પહોંચી ચુક્યુ છે. આ દરમિયાન ચેતેશ્વર પુજારાએ પણ ત્રણ વર્ષ બાદ પોતાના બેટથી ટેસ્ટ સદી નોંધાવી છે. જેની રાહત તેના ચાહકો અને ભારતીય ક્રિકેટ ચાહકો જોઈ રહ્યા હતા. બાંગ્લાદેશ સામેની તેની ટેસ્ટ સદી પોતાની સૌથી ઝડપી સદી છે. આ પહેલા ઓપનર શુભમન ગિલે પણ શાનદાર સદી નોંધાવી હતી. આમ ભારતે 500 થી વધુની લીડ મેળવી લીધી છે.

ભારતીય ટીમ પણ દાવ ડિક્લેર કરવા માટે પુજારાની સદીની રાહ જોઈ રહી હતી. ભારતીય ટીમે સરસાઈ સાથે 500નો આંકડો પાર કરી લીધો હતો. આ દરમિયાન પુજારાએ પણ સદી નોંધાવી દેતા ભારત તરફથી બીજી ઈનીંગમાં બીજી સદી નોંધાઈ હતી.

ત્રણ વર્ષથી રાહ જોઈ રહ્યો હતો પુજારા

ચેતેશ્વર પુજારાના બેટથી પ્રથમ ઈનીંગમાં 90 રન નોંધાયા હતા. સદીની નજીક પહોંચીને પણ પુજારા 10 રનથી દુર રહી ગયો હતો. આમ ફરી એક વાર પુજારા માટે સદીની રાહ જોવી પડશે કે કેમ એવા સવાલો થવા લાગ્યા હતા. પરંતુ પુજારાએ સદી માટે વધુ રાહ નહોતી જોવડાવી અને ચટગાંવ ટેસ્ટની બીજી ઈનીંગમાં જ ત્રણ વર્ષની રાહ પુરી કરી દીધી હતી. પુજારાએ શાનદાર રમત દર્શાવતા ઝડપી સદી પુરી કરી હતી, પોતાના કરિયરની આ સૌથી ઝડપી સદી તેણે નોંધાવી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પહેલા 2019માં પુજારાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડરમાં સદી નોંધાવી હતી. જે તેના ટેસ્ટ કરિયરનુ 18મી શતક હતુ પરંતુ ત્યાર બાદ તે શતક તરફ આગળ વધીને 100 ના આંકડાથી દુર રહી જતો હતો. પુજારાએ સદી પુરી કરવા માટે ત્રણ વર્ષ અને 52 ઈનીંગની રાહ જોવી પડી હતી.

ગિલે પણ નોંધાવી સદી

ચટગાંવ ટેસ્ટમાં પુજારા પહેલા શુભમન ગિલે પણ સદી પુરી કરી હતી. બંનેની સદીએ ભારતની પ્રથમ ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતી બનાવી લીધી છે. બંને એ શતકીય ભાગીદારી નોંધાવી હતી. શુભમન અને પુજારાએ મળીને 113 રનની પાર્ટનરશિપ કરી હતી. ગિલ 183 રનના ભારતીય ટીમના ટોટલ પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. ગિલે આ દરમિયાન 110 રનનુ યોગદાન આપ્યુ હતુ.

પુજારાએ ગિલના આઉટ થવા બાદ આક્રમક અંદાજ અપનાવ્યો હતો અને ઝડપથી પોતાની સદી તરફ આગળ વધ્યો હતો. તેણે કેટલાક શોટ આગળ આવીને લગાવ્યા હતા. વિરાટ કોહલી સાથે મળીને તેણે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. કોહલીએ 19 રનનુ યોગદાન આપ્યુ હતુ.

 

Published On - 3:48 pm, Fri, 16 December 22

Next Article