Rishabh Pant Century : ઋષભ પંતની સદીથી ચમકી ચેન્નાઈ ટેસ્ટ, MS ધોનીના રેકોર્ડની બરાબરી કરીને સેન્ચુરી કરી પુરી

|

Sep 21, 2024 | 3:24 PM

Rishabh Pant Century : ચેન્નાઈ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રિષભ પંતે પોતાના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી ફટકારી હતી. આ રીતે 2 વર્ષ બાદ તેણે ટેસ્ટમાં સદી ફટકારી છે. ડિસેમ્બર 2022માં માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પંતે આ મેચ સાથે ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફર્યા છે અને પરત ફરતાની સાથે જ શાનદાર સદી ફટકારી હતી.

Rishabh Pant Century : ઋષભ પંતની સદીથી ચમકી ચેન્નાઈ ટેસ્ટ, MS ધોનીના રેકોર્ડની બરાબરી કરીને સેન્ચુરી કરી પુરી
Rishabh Pant Century

Follow us on

રિષભ પંતે શાનદાર સદી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફર્યા છે. સ્ટાર ભારતીય વિકેટકીપર-બેટ્સમેને બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસે પોતાની સદી પૂરી કરી છે. આ સાથે તેણે એમએસ ધોનીની પણ બરાબરી કરી લીધી.

બાંગ્લાદેશ સામે તેની છેલ્લી ટેસ્ટ રમનારા પંત ડિસેમ્બર 2022માં રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો, જેમાં તે ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તે ઘટનાના દોઢ વર્ષ પછી પંતે ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફર્યા છે અને પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી છે. તેણે ભારતીય વિકેટકીપર તરીકે એમએસ ધોનીના સૌથી વધુ સદીના રેકોર્ડની પણ બરાબરી કરી છે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

આ રીતે ફટકારી સદી

ચેપોક મેદાનમાં સ્થાનિક હીરો રવિચંદ્રન અશ્વિને પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી, ત્યારે ફેન્સના પ્રિય બની ગયેલા રિષભ પંતે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. મેચના બીજા દિવસે 12 રન બનાવીને નોટઆઉટ પરત ફરેલા પંતે ત્રીજા દિવસના પહેલા સેશનમાં થોડો સમય આરામથી બેટિંગ કરી અને પોતાની અડધી સદી ફટકારી. ફિફ્ટી પૂરી કર્યા બાદ તેણે બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો. લંચ સુધીમાં તેણે 82 રન બનાવ્યા હતા.

90નો આંકડો પાર કર્યા પછી પણ બેટિંગ ચાલુ

બીજા સત્રમાં બધા પંત તેની સદી પૂરી કરે તેની રાહ જોઈ રહ્યા હતા અને તેણે તેમાં વધુ સમય લીધો ન હતો. તેની ટેસ્ટ કરિયરમાં 7 વખત ‘નર્વસ નાઈન્ટીઝ’ (90 થી 99 વચ્ચે)નો શિકાર બન્યા હોવા છતાં પંતે 90નો આંકડો પાર કર્યા પછી પણ બેટિંગ ચાલુ રાખી હતી. ત્યારબાદ પંતે શાકિબ અલ હસનના બોલ પર 2 રન લઈને તેની છઠ્ઠી ટેસ્ટ સદી પૂરી કરી હતી. તેણે આ સદી માત્ર 124 બોલમાં પૂરી કરી, જેમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે.

હાજર દર્શકો પણ પંતના સન્માનમાં ઉભા થઈ ગયા

પંતની આ સદી માત્ર તેના માટે જ નહીં પરંતુ સમગ્ર ટીમ માટે ખાસ હતી. તેથી તેણે સદી પૂરી કરતાની સાથે જ બધા પોતપોતાની જગ્યાએ ઉભા થઈ ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ પંતના સન્માનમાં ઉભા થઈ ગયા હતા. તેણે એમએસ ધોનીના 6 ટેસ્ટ સદીના રેકોર્ડની પણ બરાબરી કરી છે. જે કોઈપણ ભારતીય વિકેટકીપર માટે સૌથી વધારે છે.

 

Published On - 1:39 pm, Sat, 21 September 24

Next Article