IND vs BAN: બાંગ્લાદેશ સામે 5 રને મેચ ગુમાવવા સાથે ODI શ્રેણી ગુમાવી, કોહલી-રાહુલ ફેલ, રોહિતની તોફાની રમત એળે

|

Dec 07, 2022 | 9:23 PM

IND Vs BAN ODI Match Report Today: ભારતીય ટીમે ફરી એકવાર બાંગ્લાદેશના પ્રવાસે હાર જોવી પડી છે. આ પહેલા 7 વર્ષ અગાઉ 2015માં ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી હતી ત્યારે પણ વન ડે શ્રેણી ગુમાવી હતી.

IND vs BAN: બાંગ્લાદેશ સામે 5 રને મેચ ગુમાવવા સાથે ODI શ્રેણી ગુમાવી, કોહલી-રાહુલ ફેલ, રોહિતની તોફાની રમત એળે
Bangladesh એ 5 રને જીત મેળવી

Follow us on

રમતની શરુઆતે જ એક સમયે એમ લાગતુ હતુ કે, ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ભારે પડશે. કારણ કે 18 ઓવરમાં 69 રનમાં જ ભારતીય બોલરોએ 6 વિકેટ ઝડપી હતી. પરંતુ મહેંદી હસનનુ બેટ એવુ ચાલ્યુ કે ભારતીય ટીમના સરળ લક્ષ્ય મળવાનુ સપનુ તૂટી ગયુ હતુ. મહેંદી હસને ભારત સામે તોફાની સદી ફટકારી હતી. તેના પ્રદર્શનને પગલે જ ભારતીય ટીમને પડકારજનક સ્કોર મળ્યો હતો અને જે લક્ષ્યથી ભારત માત્ર 5 જ રન દુર રહી ગયુ હતુ. આમ આ સાથે જ બાંગ્લાદેશે 2-0 થી શ્રેણી જીતી લીધી હતી.

વર્ષ 2015 માં એમએસ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ પ્રવાસ ખેડ્યો હતો. એ દરમિયાન ભારતીય ટીમનો 2-1 થી વન ડે શ્રેણીમાં પરાજય થયો હતો. હવે વન ડે શ્રેણીની અંતિમ અને ત્રીજી મેચ શનિવારે રમાનારી છે. જેમાં ભારતે હવે આબરુ બચાવતી રમત દર્શાવી મેચ જીતી લેવી પડશે.

બાંગ્લાદેશ એ 272 રનનુ લક્ષ્ય બનાવ્યુ

યજમાન ટીમના કેપ્ટન લિટ્ટન દાસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આમ ભારતીય ટીમે પ્રથમ બોલીંગ કરી હતી. ભારતીય બોલરોએ શરુઆતથી જ કહેર વર્તાવવો શરુ કર્યો હતો. જેને લઈ 19મી ઓવરમાં બાંગ્લાદેશે 6 વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોર બોર્ડ રન માત્ર 69 રન જ હતા. જોકે મહેંદી હસને પિચ પર જામી જતા સદી ફટકારી હતી. તેની આ તોફાની સદીની મદદ થી બાંગ્લાદેશે 7 વિકેટે 271 રન નોંધાવ્યા હતા. જે શરુઆતમાં ભારતીય ટીમને આસાન સ્કોર મળવાની આશા લાગી રહી હતી એ સ્કોર ભારતને પડકાર જનક મળ્યો અને અંતમાં ભારતીય ટીમની હાર થઈ હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સ્ટાર ખેલાડીઓની નિષ્ફળતા

ભારતીય ટીમના સુકાનીને મેચની શરુઆતે જ ઈજા પહોંચી હતી. જેને લઈ ભારતીય ટીમને પહેલાજ ઝટકો લાગ્યો હતો. શિખર ધવનને રોહિતના સ્થાને ઓપનર તરીકે સ્થાન આપ્યુ હતુ. આમ વિરાટ કોહલી અને શિખર ધવને ભારતીય ટીમ માટે ઓપનીંગ કર્યુ હતુ. જોકે વિરાટ કોહલી લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. કોહલીએ માત્ર 5 જ રનનુ યોગદાન આપ્યુ હતુ. બાદમાં શિખર ઘવન માત્ર 8 રન નોંધાવીને આઉટ થઈ ગયો હતો. વોશિંગ્ટન સુંદર 11 રન અને ઉપકપ્તાન કેએલ રાહુલ 14 રન નોંધાવીને જ પરત ફરી ગયા હતા.

રોહિતે શાનદાર બેટિંગ કરી

શાકિબ અલ હસને ફરીથી શાર્દુલ ઠાકુર (7)ને આઉટ કર્યો. આ પછી રોહિત શર્મા બેટિંગ કરવા આવ્યો, પરંતુ તે ઈજાગ્રસ્ત હતો અને તેથી આરામથી બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન દીપક ચહર 11 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતને બેટિંગ કરવી મુશ્કેલ લાગી રહી હતી પરંતુ તેમ છતાં તે ટીમ માટે લડતો રહ્યો. તેણે 46મી ઓવરમાં ઇબાદત હુસૈન પર બે સિક્સર ફટકારી હતી. આ પછી 49મી ઓવરના પહેલા અને ત્રીજા બોલ પર મહમુદુલ્લાહ પર પણ સિક્સર ફટકારી હતી. આ ઓવરના છેલ્લા બોલ પર મોહમ્મદ સિરાજ બોલ્ડ થયો હતો.

ભારતને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી જે રોહિતે ફટકારી હતી. તેણે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. તેણે ત્રીજા બોલ પર ચોગ્ગો પણ માર્યો હતો. ભારતને છેલ્લા બે બોલ પર 12 રનની જરૂર હતી. રોહિતે પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ તે છેલ્લા બોલ પર રહેમાનના યોર્કર પર સિક્સ મારી શક્યો નહોતો. રોહિતે 28 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા.

 

 

Published On - 9:08 pm, Wed, 7 December 22

Next Article