IND vs BAN: ઋષભ પંત નહીં ચેતેશ્વર પુજારા ઉપકપ્તાન કેમ બન્યો, કેએલ રાહુલે બતાવ્યુ કારણ

|

Dec 12, 2022 | 3:50 PM

આગામી બુધવારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાનારી છે. ચટગાંવમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનુ સુકાન કેએલ રાહુલ સંભાળનાર છે.

IND vs BAN: ઋષભ પંત નહીં ચેતેશ્વર પુજારા ઉપકપ્તાન કેમ બન્યો, કેએલ રાહુલે બતાવ્યુ કારણ
Cheteshwar Pujara નિભાવશે ઉપકપ્તાનની ભૂમિકા

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી બુધવારથી ટેસ્ટ શ્રેણીની શરુઆત થનારી છે. પ્રથમ ટેસ્ટ મેચ ચટગાંવમાં રમાનારી છે, જ્યારે બીજી ટેસ્ટ મેચ ઢાકામાં રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે પ્રથમ ટેસ્ટ મેચને લઈ ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. રોહિત શર્મા ઈજાને લઈ પ્રથમ ટેસ્ટ રમવાથી દુર રહેનાર છે, આ દરમિયાન ટીમના વાઈસ કેપ્ટનની જવાબદારી ચેતેશ્વર પુજારાને સોંપવામાં આવી છે. જોકે સવાલ એ થઈ રહ્યો છે કે, આ ભૂમિકા ઋષભ પંતના શિરે રહેવાને બદલે પુજારાને કેમ મળી. હવે કેપ્ટન કેએલ રાહુલે જ મૌન તોડ્યુ છે.

આમ તો ભારતીય ક્રિકેટ બોર્ડની ભાવી યોજનાને જોવામાં આવે તો કેટલાક યુવા ખેલાડીઓને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલ જેવા નામનો સમાવેશ છે. આ યાદીમાં ચેતેશ્વર પુજારાનો સમાવેશ નહોતો જોવા મળતો હતો. પુજારાને ગત માર્ચ માસમાં ઘરેલુ શ્રેણીમાં સ્થાન પણ નહોતુ આપવામાં આવ્યુ તો વળી, ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ પુજારાને માત્ર એક જ ટેસ્ટ મેચમાં સ્થાન મળ્યુ હતુ. જે ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ સંભાળી રહ્યો હતો અને ઋષભ પંત વાઈસ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

પસંદગીના માપદંડ હું નથી જાણતો-રાહુલ

બાંગ્લાદેશ પ્રવાસમાં હવે ભારતીય બોર્ડના નિર્ણયે સૌને આશ્ચર્યમાં મુક્યા હોય એમ વાઈસ કેપ્ટન તરીકે ઋષભ પંતને સ્થાને પુજારાને પસંદ કર્યો છે. જોકે આ દરમિયાન હવે પ્રથમ ટેસ્ટમાં ભારતની આગેવાની સંભાળનાર કેએલ રાહુલે બતાવ્યુ છે કે, કેવા સંજોગોને લઈ પુજારાને પસંદ કરવામાં આવ્યો છે. રાહુલે એ પણ કહ્યુ કે આ રીતના નિર્ણયથી ખેલાડીની ટીમમાં જવાબદારી નથી બદલાતી હોતી. સાથે જ તેમણે સ્વિકાર કર્યો કે તેમને વાઈસ કેપ્ટન પસંદ કરવા માટેના માપદંડોની જાણકારી નથી.

જાવંત્રી ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 10-11-2024
શિયાળો આવતા જ ફાટવા લાગ્યા છે હોઠ ? તો અપનાવો આ ઘરેલું ઉપાય
ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓને ન રાખતા ખાલી, નહીં તો લાગી શકે છે વાસ્તુ દોષ
આજનું રાશિફળ તારીખ : 09-11-2024
રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ

પંત અને પુજારા બંને શાનદાર-કેપ્ટન

રાહુલે કહ્યું કે આ એક જવાબદારી છે. ખરેખર કંઈ બહુ બદલાતું નથી. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા અને જવાબદારી જાણે છે. પંત અને પૂજારા બંને અમારા માટે શાનદાર રહ્યા છે અને ઘણી વખત સાથે રમ્યા છે. બહુ વિચારશો નહીં. તે જવાબદારી લેવાનો પ્રયત્ન કરે છે. અમે એક ટીમ તરીકે આગળ વધીએ છીએ.

 

Next Article