IND vs AUS: ઋષભ પંતનો રેકોર્ડ સારો છતાંય દિનેશ કાર્તિક કેમ છે વધારે સારો વિકલ્પ, જાણો કારણ

|

Sep 22, 2022 | 8:42 PM

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20માં ઋષભ પંત (Rishabh Pant) ને પડતો મૂકવામાં આવ્યો હતો અને દિનેશ કાર્તિક (Dinesh Karthik) ને તક આપવામાં આવી હતી, પરંતુ આંકડા શું કહે છે? જાણો પંત અને દિનેશ કાર્તિકના આંકડા વચ્ચેનો તફાવત.

IND vs AUS: ઋષભ પંતનો રેકોર્ડ સારો છતાંય દિનેશ કાર્તિક કેમ છે વધારે સારો વિકલ્પ, જાણો કારણ
Rishabh Pant અને Dinesh Karthik કોને મળશે નાગપુરમાં તક

Follow us on

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 માં ભારતીય ટીમે ઋષભ પંત (Rishabh Pant) ને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું ન હતું. ટીમ ઈન્ડિયાએ દિનેશ કાર્તિક (Dinesh Karthik) ને વિકેટકીપર બેટ્સમેન તરીકે તક આપી હતી. જે પ્રથમ T20માં ફ્લોપ સાબિત થયો હતો. જો કે પંત પણ સતત નિષ્ફળતાને કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયો હતો. બીજી ટી20 પહેલા સવાલો ઉઠી રહ્યા છે કે શું ટીમ ઈન્ડિયા (Team India) એ ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં ફરી તક આપવી જોઈએ? ઓસ્ટ્રેલિયાની ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મેથ્યુ હેડને પણ એક નિવેદન દ્વારા કહ્યું હતું કે, તે પોતાની દરેક ટીમમાં પંતને રમાડશે અને આવા ખેલાડીને કેપ્ટનના સમર્થનની જરૂર છે. તો પછી શું રોહિતે પંતને પડતો મૂકીને ખોટું કર્યું?

પંત કે કાર્તિક? કોણ વધારે સારુ

સૌથી પહેલા 2022માં આ બંને ખેલાડીઓના T20 ઈન્ટરનેશનલ પ્રદર્શન પર નજર કરીએ. પંતે આ વર્ષે 16 T20 ઇનિંગ્સમાં 311 રન બનાવ્યા છે. તેની એવરેજ 25થી વધુ રહી છે. તે જ સમયે, સ્ટ્રાઇક રેટ 133 થી વધુ છે. એક અડધી સદી તેના બેટમાંથી નીકળી છે.

બીજી તરફ કાર્તિકે 15 ઇનિંગ્સમાં 19.90ની એવરેજથી 199 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 132.66 રહ્યો છે. પંત આંકડામાં સ્પષ્ટપણે આગળ છે. પરંતુ અહીં જો આંકડાની દૃષ્ટિએ કાર્તિકને પાછળ કહેવામાં આવે તો તે સંપૂર્ણપણે અયોગ્ય ગણાશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઋષભ પંત V/S દિનેશ કાર્તિક
17 મેચ 19
16 ઈનીંગ 15
311 રન 199
25.91 સરેરાશ 19.9
133.47 સ્ટ્રાઈક રેટ 132.66
52* શ્રેષ્ઠ સ્કોર 55
1 અડધી સદી 1

 

કાર્તિકને ઓછી તક મળી

દિનેશ કાર્તિકની ઓછી એવરેજનું મુખ્ય કારણ તેની બેટિંગ પોઝિશન છે. કાર્તિકને મોટાભાગના પ્રસંગોએ 15મી ઓવર પછી જ બેટ મળ્યું છે. કાર્તિકે જતાની સાથે જ જોખમી શોટ રમવાના હોય છે, જેમાં વિકેટ પડવાની શક્યતાઓ વધુ હોય છે. બીજી તરફ પંતને ઓપનિંગથી લઈને નંબર 5 સુધીની તક મળી છે. તેને સેટ થવાની તક આપવામાં આવી હતી પરંતુ તે તેમાં નિષ્ફળ ગયો હતો. સેટ થયા બાદ પંતે જેવા તેવા શોટ રમીને વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં પંતને નીચી એવરેજથી જજ કરવું યોગ્ય નથી.

બીજી તરફ રોહિત શર્માએ પણ કાર્તિકને લઈને પોતાની રણનીતિ બદલવાની જરૂર છે. આ જમણા હાથનો બેટ્સમેન ક્રિઝ પર આવ્યા પછી સેટ થવામાં ઓછામાં ઓછા 10 બોલ લે છે અને તે પછી કાર્તિકનો સ્ટ્રાઈક રેટ 200ને પાર કરી જાય છે. પરંતુ છેલ્લી T20માં અક્ષર પટેલ બાદ કાર્તિકને પડતો મૂકવામાં આવ્યો હતો અને તે સમયે તેની પાસે મોટા શોટ રમવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. પરિણામે કાર્તિક નિષ્ફળ ગયો.

Published On - 8:33 pm, Thu, 22 September 22

Next Article