Ind vs Aus, 2nd T20I Preview: ભૂલોનુ પુનરાવર્તન અટકશે ટીમ ઈન્ડિયામાં, શ્રેણી બચાવવા નાગપુરમાં જીત જરુરી

IND vs AUS, 2nd T20I: જો ભારતીય ટીમે સિરીઝ બચાવવી હશે તો તેને નાગપુર T20 કોઈપણ ભોગે જીતવી પડશે. આ માટે ટીમ ઈન્ડિયાએ અગાઉની ભૂલોથી શીખ લઈ તેને સુધારવી પડશે.

Ind vs Aus, 2nd T20I Preview: ભૂલોનુ પુનરાવર્તન અટકશે ટીમ ઈન્ડિયામાં, શ્રેણી બચાવવા નાગપુરમાં જીત જરુરી
Team India એ શ્રેણી સરભર કરવા પૂરો દમ લગાવવો પડશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 7:58 PM

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં કારમી હાર બાદ ટીમ ઈન્ડિયા (Team India) હવે શુક્રવારે સિરીઝ બચાવવા મેદાનમાં ઉતરશે. T20 સિરીઝ ની બીજી મેચ નાગપુરમાં રમાવાની છે. મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમ (Indian Cricket Team) 208 રનનો સ્કોર પણ બચાવી શકી ન હતી. આવી સ્થિતિમાં તે પોતાની ખામીઓને દૂર કરવાના ઈરાદા સાથે બીજી મેચમાં ઉતરશે. આ માટે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. રોહિત શર્મા (Rohit Sharma) એ મોહાલી મેચમાં ભૂલો પરથી બોધપાઠ લઈને તેને સુધારવી પડશે, શ્રેણી બચાવવા નાગપુરમાં જીત મેળવવી જરુરી છે.

બુમરાહને ટીમમાં એન્ટ્રી મળશે

એવા અહેવાલો છે કે મેનેજમેન્ટ તેમના સ્ટાર બોલર બુમરાહને નાગપુર T20 માટે પરત લાવવાનું વિચારી રહ્યું છે. બુમરાહે 14 જુલાઈએ ઈંગ્લેન્ડ સામેની ODI મેચમાં એન્ટ્રી કરી હતી અને ત્યારથી તે કમરના દુખાવાના કારણે ટીમની બહાર છે. એશિયા કપમાં પણ બુમરાહની કમી હતી. તે જ સમયે, શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય બોલરોની હાલત જોયા પછી, બુમરાહની ટીમમાં વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી હતી.

ઝડપી બોલિંગ ભારત માટે ચિંતાનું કારણ છે

ભારતીય ટીમ માટે ઝડપી બોલિંગ ચિંતાનો વિષય છે. ટીમનો અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ડેથ ઓવરોમાં ચાલી શકતો નથી. તેણે પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે 19મી ઓવરમાં બોલ સંભાળ્યો પરંતુ તેણે આ ત્રણ ઓવરમાં 49 રન આપ્યા હતા. સાથે જ હાર્દિક પંડ્યા પણ કંઈ ખાસ કરી શક્યો નથી. ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓના સંદર્ભમાં ઓસ્ટ્રેલિયા સામેની આ શ્રેણી ભારત માટે પૂરતી છે. ઓસ્ટ્રેલિયામાં 22 ઓક્ટોબરથી યોજાનાર ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતને હજુ પાંચ મેચ રમવાની છે અને આ મેચોમાં તેણે પોતાની તમામ નબળાઈઓ દૂર કરવી પડશે જે એશિયા કપમાં પણ જોવા મળી હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ભારતે પોતાની ફિલ્ડિંગમાં સુધારો જરુરી

ઝડપી બોલિંગ સિવાય સ્પિનમાં પણ ભારતનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. ટીમનો મુખ્ય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ મોહાલીમાં સારું ફોર્મ બતાવી શક્યો નહોતો. છેલ્લી કેટલીક મેચોમાં તે ઘણો મોંઘો સાબિત થયો છે. તેમને એવી વિકેટો પર પણ પ્રદર્શન કરવાનો રસ્તો શોધવો પડશે જે સ્પિનરો માટે મદદરૂપ નથી. બોલિંગ સિવાય ભારતની ફિલ્ડિંગ પણ ઘણી નબળી હતી. મોહાલીમાં ત્રણ આસાન કેચ છોડ્યા હતા. આ માટે પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ ટીમની ટીકા કરી હતી. જોકે, પ્રથમ T20માં ભારતની આક્રમક બેટિંગ શાનદાર સાબિત થઈ હતી, જેના કારણે તે 208 રન બનાવી શકી હતી.

ઓસ્ટ્રેલિયા પાસે સિરીઝ જીતવાની તક

બીજી તરફ ઓસ્ટ્રેલિયા દરેક વિભાગમાં સારી દેખાઈ રહી છે જ્યારે તેમની ટીમમાં ડેવિડ વોર્નર, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ અને મિશેલ માર્શ જેવા ખેલાડીઓનો અભાવ છે. વોર્નરની ગેરહાજરીમાં ઇનિંગ્સની શરૂઆત કરવા માટે મોકલવામાં આવેલા કેમેરોન ગ્રીને પોતાની ભૂમિકા શાનદાર રીતે ભજવી હતી જ્યારે ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ મેચ રમી રહેલા અનુભવી સ્ટીવ સ્મિથ અને ટિમ ડેવિડે ટીમને મજબૂત બનાવી હતી.

મેથ્યુ વેડ તેમની ફિનિશરની ભૂમિકા પર ખરો ઉતર્યો હતો. તેણે 21 બોલમાં અણનમ 45 રન બનાવીને ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, ઓસ્ટ્રેલિયાએ તેમની બોલિંગમાં વધુ સાવધ રહેવું પડશે કારણ કે ઝડપી બોલર પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને ગ્રીને મોહાલીમાં ખૂબ રન આપ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">