IND vs AUS: અશ્વિનના ડરથી અભ્યાસ કેમ્પમાં ઓસ્ટ્રેલિયાએ વડોદરાથી બોલર તેડાવ્યો, સ્ટાર સ્પિનરે ટ્વીટ કરી મજા લીધી!

|

Feb 05, 2023 | 10:21 PM

ઓસ્ટ્રેલિયન ટીમ બેંગ્લુરુના અલૂરમાં અભ્યાસ કરી રહી હતી અને હવે સોમવારે નાગપુર પહોંચશે, ઓસ્ટ્રેલિયાએ વડોદરાથી બોલર બોલાવી અશ્વિન જેવી એક્શનમાં બોલિંગ કરાવી અભ્યાસ કર્યો.

IND vs AUS: અશ્વિનના ડરથી અભ્યાસ કેમ્પમાં ઓસ્ટ્રેલિયાએ વડોદરાથી બોલર તેડાવ્યો, સ્ટાર સ્પિનરે ટ્વીટ કરી મજા લીધી!
Ravichandran Ashwin funny tweet

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરુ થવાને આડે હવે ત્રણ જ દિવસનો સમય રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ હવે સોમવારે નાગપુર પહોંચી જશે. આ પહેલા ભારત પહોંચીને ઓસ્ટ્રેલિયન ટીમે બેંગ્લુરુમાં અભ્યાસ કર્યો હતો. આ માટે ઓસ્ટ્રેલિયાએ વડોદરાના એક સ્પિનરને બોલાવ્યો હતો. જેની પાસે રવિચંદ્રન અશ્વિન જેવી બોલિંગ કરાવીને બેટરોને તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ તમામ પ્રકારે તૈયારીઓ કરવાના પ્રયત્નો કર્યા છે, જેને હવે ઓસ્ટ્રેલિયા નાગપુર ટેસ્ટમાં વાસ્તવિક રીતે સામનો કરીને બતાવશે. જોકે આ પહેલા અશ્વિને એક એવુ ટ્વીટ કર્યુ છે, જે જોઈને ઓસ્ટ્રેલિયન ટીમ પણ ચોંકી ઉઠે એમ છે.

ભારતીય ટીમ નાગપુરમાં જ અભ્યાસ કરી રહી છે. આ દરમિયાન બેંગ્લુરુના અલુરમાં ઓસ્ટ્રેલિયન ટીમે અભ્યાસ કર્યો હતો. અહીં ગત બુધવારથી ટીમ પહોંચી ચુકી હતી અને અભ્યાસ શરુ કર્યો હતો. ભારત પ્રવાસે પહોંચતા પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમ સ્પિનરોનો સામનો ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં કરવાને લઈ ચિંતામાં છે. આ માટે તૈયારીઓ સ્પિનરોને લઈને જ કાંગારુઓ કરી રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અશ્વિને મજા લઈ લીધી!

એક તરફ ઓસ્ટ્રેલિયન ટીમને ભારતમાં ભારતીય સ્પિનરોને ડર ભારતીય પિચો પર લાગી રહ્યો છે. આ ડરની ચિંતાને લઈ સ્પિનર અને પિચને ધ્યાને રાખી છેલ્લા કેટલાક દિવસોથી એટલો બધો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કે, હવે ઓસ્ટ્રેલિયન ટીમ દુનિયાભરના ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનુ કારણ બનવા લાગ્યુ છે.

આ પહેલા જ સ્ટાર સ્પિનર અશ્વિને જાણે કે મજા લઈ લીધી છે. અશ્વિને રવિવારે એક ટ્વીટ કર્યુ છે. આ ટ્વીટમાં એક તસ્વીર મુકી છે. જેમાં અશ્વિને પોતાના લગતી માહિતીમાં સૌને ચોંકાવી દે એવી વિગત લખી હતી. અશ્વિને બોલિંગ સ્ટાઈલની નિચે રાઈટ આર્મ ઓફ બ્રેક ઉપરાંત રાઈટ આર્મ લેગ બ્રેક લખ્યુ છે. હવે સ્વાભાવિક જ છે કે, ઓસ્ટ્રેલિયનો આ જોઈને ચોંકી પણ જાય અને ચિંતામાં વધારે ડૂબી જાય.

વડોદરાના સ્પિનરને કેમ્પમાં બોલાવ્યો

એટલો બધો ડર સ્પિનરોને લઈ ઓસ્ટ્રેલિયન ટીમના મગજમાં જાણે કે ઘૂસી ગયો છે કે, હવે સ્પિન સિવાય બીજુ કશુ દેખાતુ જ નથી. રહી જતુ હતુ તો, અલૂરના કેમ્પમાં અશ્વિન જેવી બોલિંગ કરી શકે એવા બોલરને ખાસ ગુજરાત થી તેડાવ્યો છે. જે બોલર કાંગારુ બેટ્સમેનો સામે બોલિંગ કરી રહ્યો છે. વડોદરાનો સ્પિનર મહેશ પિથિયાને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે પોતાના કેમ્પમાં સાથે રાખ્યો છે. ઓસ્ટ્રેલિયાએ મહેશ પાસે અશ્વિન જેવી જ એક્શન કરાવીને બોલિંગ કરાવી હતી.

આમ અશ્વિન સામેના ડરને દૂર કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ કાંગારુ ટીમની હરકતો જોઈને ડર વધારે ઘર કરી રહ્યો એવો માહોલ પેદા થવા લાગ્યો છે. જોકે અશ્વિન શાતિર દિમાગનો સ્પિનર છે. ઓસ્ટ્રેલિયાએ જે વિચાર્યુ નહીં હોય એવા જ કમાલ વડે મુશ્કેલીઓને વધારી મુકશે. જે વાતનો ઈશારો જાણે આ ટ્વીટ વડે આપી દીધો છે.

 

 

Published On - 10:21 pm, Sun, 5 February 23

Next Article