IND vs AUS: પ્લેઈંગ 11માં રવિચંદ્રન અશ્વિન કન્ફર્મ? આવી હશે ભારતની સંભવિત ટીમ
કેએલ રાહુલને પ્રથમ બે મેચ માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રવિન્દ્ર જાડેજાને ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. જો કે, ત્રીજી મેચથી રોહિત, કોહલી, પંડ્યા અને કુલદીપ વાપસી કરશે અને ફરીથી કેપ્ટનશિપની જવાબદારી રોહિતના હાથમાં રહેશે. ત્રણેય મેચમાં બધાની નજર રવિચંદ્રન પર રહેશે. જો તેને પ્લેઈંગ 11માં સ્થાન મળશે તો કોણ બહાર રહેશે તે જોવાનું રહ્યું.
ટીમ ઈન્ડિયા (Team India) એ શાનદાર પ્રદર્શન કરી એશિયા કપ 2023માં જીત મેળવી છે. જે બાદ હવે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયા (Australia) સામે ત્રણ મેચની વનડે સીરિઝની પ્રથમ મેચ શુક્રવારે મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ના દૃષ્ટિકોણથી આ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શ્રેષ્ઠ પ્લેઈંગ-11 પસંદ કરવાનો પડકાર
ભારત અને ઓસ્ટ્રેલિયાની ગણના વર્તમાન સમયની શ્રેષ્ઠ ટીમોમાં થાય છે. આવી સ્થિતિમાં જો તેઓ કોઈ મોટી ટૂર્નામેન્ટ પહેલા એકબીજા સામે રમશે તો તૈયારી સારી રહેશે. ભારતે આ શ્રેણીની પ્રથમ બે મેચો માટે પોતાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવને આરામ આપ્યો છે. આવી સ્થિતિમાં ટીમની કમાન કેએલ રાહુલના હાથમાં છે અને રાહુલ સામે શ્રેષ્ઠ પ્લેઈંગ-11 પસંદ કરવાનો પડકાર છે. રાહુલને પ્રથમ બે મેચ માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે રવિન્દ્ર જાડેજાને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે, ત્રીજી મેચથી રોહિત, કોહલી, પંડ્યા અને કુલદીપ વાપસી કરશે અને ફરીથી કેપ્ટનશિપની જવાબદારી રોહિતના હાથમાં રહેશે.
કયા બેટ્સમેનોને મળશે તક?
આ મેચમાં ભારતની ઓપનિંગ જોડી ફિક્સ જોવા મળી રહી છે. ઈશાન કિશન શુભમન ગિલ સાથે ઈનિંગની શરૂઆત કરશે. ત્રીજા નંબર પર તિલક વર્મા અથવા સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. જ્યારે કેપ્ટન કેએલ રાહુલ ચોથા નંબરે અને શ્રેયસ અય્યર પાંચમા નંબરે આવવાનું નિશ્ચિત છે. આ પછી રવિન્દ્ર જાડેજા બેટિંગને ઉંડાણ આપશે. લાંબા સમય બાદ વનડે ટીમમાં વાપસી કરી રહેલા રવિચંદ્રન અશ્વિનનું પણ આ મેચમાં રમવું નિશ્ચિત છે. અક્ષર પટેલના સ્થાને અશ્વિનને લાવવામાં આવ્યો છે અને ટીમ મેનેજમેન્ટ દ્વારા તેના વિશે આપવામાં આવેલા નિવેદનોને જોતા લાગે છે કે તે રમશે તે નિશ્ચિત છે.
આ પણ વાંચો : Asian Games: કેપ્ટન સુનીલ છેત્રીએ ટીમ ઈન્ડિયાને અપાવી પ્રથમ જીત, બાંગ્લાદેશને હરાવી ખાતું ખોલાવ્યું
ભારત કેટલા બોલરો સાથે મેદાનમાં ઉતરશે?
આ મેચમાં ભારત કેટલા બોલરોને મેદાનમાં ઉતારશે તે જોવું રહ્યું. જો ભારત પાંચ બોલરો સાથે જવાનું નક્કી કરે છે તો તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ બંનેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. અને પછી ટીમ ઈન્ડિયા જાડેજા અને અશ્વિન જેવા બે સ્પિનરો સાથે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરના રૂપમાં ત્રણ ઝડપી બોલરોની પસંદગી કરી શકે છે. પરંતુ જો ટીમ વધારાના બોલર સાથે જવા માંગે છે, તો તિલક અથવા સૂર્યામાંથી કોઈ એક રમશે અને પછી વોશિંગ્ટન સુંદર પ્લેઇંગ-11માં પ્રવેશ કરી શકશે. જો વિકેટ ઝડપી બોલરોની તરફેણ કરે છે તો સુંદરની જગ્યાએ મોહમ્મદ શમી ટીમમાં આવી શકે છે. મોહાલીની પીચને જોતા ટીમ ઈન્ડિયા વધારાના ફાસ્ટ બોલર સાથે જઈ શકે છે.
ઓસ્ટ્રેલિયા સામે ભારતની સંભવિત પ્લેઈંગ-11
કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, તિલક વર્મા/સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.