IND vs AUS: કેએલ રાહુલે ચાલુ મેચમાં જ વિકેટકીપિંગ છોડી થયો મેદાન બહાર, ઈશાન કિશને સંભાળી જવાબદારી

India vs Australia:કેએલ રાહુલે અધવચ્ચેથી જ કેમ વિકેટકીપિંગ કરવાનુ છોડી દીધુ અને મેદાનની બહાર થયો હતો. જોકે તેણે કેમ બહાર જવુ પડ્યુ હતુ એ સ્પષ્ટ થયુ નહોતુ.

IND vs AUS: કેએલ રાહુલે ચાલુ મેચમાં જ વિકેટકીપિંગ છોડી થયો મેદાન બહાર, ઈશાન કિશને સંભાળી જવાબદારી
KL Rahul left wicket keeping in the 3rd ODI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 5:45 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની અંતિમ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. વનડેમાં કેએલ રાહુલ વિકેટકીપરની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેના માથે આ જવાબદારી વનડે સિરીઝમાં સોંપવામાં આવી હતી. ઋષભ પંતની ગેરહાજરીમાં રાહુલ આ જવાબદારી સંભાળી રહ્યો છે, પરંતુ રાહુલ ચેન્નાઈમાં રમાઈ રહેલી વનડે મેચમાં અધવચ્ચેથી વિકેટકીપિંગ છોડીને બહાર ચાલ્યો ગયો છે. તેના બદલે ઈશાન કિશને વિકેટકીપિંગ સંભાળવા આવ્યો હતો. રાહુલને કેમ બહાર જવુ પડ્યુ એ વાતને લઈ કોઈ સ્પષ્ટતા થઈ શકી નહોતી, આ અંગેનુ અપડેટ હજુ સુધી સામે આવી શક્યુ નથી.

ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ બેટિંગ ઈનીંગ શરુ કરી હતી. આ દરમિયાન રાહુલે અચાનક જ બહાર જવુ પડ્યુ હતુ. રાહુલે કીપિંગ છોડીને બહાર જવાને લઈ આશ્ચર્ય સર્જાયુ હતુ. રાહુલ વનડે ફોર્મેટમાં સતત આ જ રીતે ભૂમિકા નિભાવતો નજર આવી રહ્યો છે. આ ફોર્મેટમાં તે પાંચમાં અને છઠ્ઠા નંબર પર રમી રહ્યો છે.

બહાર જવાનુ કોઈ સ્પષ્ટ કારણ નહીં

વનડે ફોર્મેટમાં ઋષભ પંતનુ સ્થાન હાલમાં કેએલ રાહુલ સંભાળી રહ્યો છે. રાહુલ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યો હતો. પરંતુ ચેન્નાઈમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની ત્રીજી મેચમાં રાહુલ વિકેટકીપિંગ કરતો નજર આવી રહ્યો હતો. પરંતુ તેને અચાનક જ ચાલુ મેચમાં બહાર થવા મજબૂર થવુ પડ્યુ હતુ.

55 દિવસમાં 120000 કરોડ... IPL કરતા 10 ગણી વધારે કમાણી
Gut Cleaning : સવારે ઉઠ્યા બાદ કરો આ 5 કામ, પેટ થશે બરાબર સાફ
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર સાથે જાહ્નવી કપૂર તિરુપતિ પહોંચી, જુઓ Photos
Vastu Tips : ઘરની દક્ષિણ દિશામાં રાખશો આ 5 વસ્તુઓ, તો થોડા દિવસોમાં થઈ જશો કંગાળ !
આ ગુજરાતી કંપનીનો શેર છે નોટ છાપવાનું મશીન, 21 ટકા વધ્યો સ્ટોકનો ભાવ
Weight Loss Tips : ઝડપી વજન ઘટાડવાથી સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર ! જાણો કારણ

આ વાત ઓસ્ટ્રેલિયાની બેટિંગ ઈનીંગની 17મી ઓવરની વાત છે. તે આ ઓવરમાં મેદાન છોડીને બહાર ચાલ્યો ગયો હતો. તેના બદલે મેચમાં ઈશાન કિશન રાહુલનુ સ્થાન સંભાળવા લાગ્યો હતો. ઈશાન કિશન સબ્સીટ્યૂટના રુપમાં વિકેટકીપર તરીકે જોવા મળ્યો હતો. હવે વનડે ક્રિકેટમાં સબ્સીટ્યૂટ વિકેટકીપર તરીકે રમાડી શકાય છે.

કેમ બહાર થયો?

અચાનક જ કેએલ રાહુલનુ મેદાનથી બહાર થવુ અનેક સવાલો કરી રહ્યુ છે. કારણ કે રાહુલને ઈજા થઈ કે, પછી તબિયત ખરાબ થઈ એ અંગે કોઈ જ સ્પષ્ટ કારણ સામે આવ્યુ નથી. જો કેએલ રાહુલ બહાર થયો છે તો, એ હવે બેટિંગ કરવા માટે પરત ફરશે કે કેમ તે પણ મોટો સવાલ થઈ રહ્યો છે. જોકે આ જવાબની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વાનખેડે સ્ટેડિયમમાં એટલે કે મુંબઈમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં રાહુલે મહત્વની ઈનીંગ રમીને મુશ્કેલ સમયમાં સ્થિતી સંભાળી હતી.

g clip-path="url(#clip0_868_265)">