AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Azharuddin: અઝહર સામે બોલ મોત બનીને આવ્યો, કેચ છોડવા પર જીવની કિંમત ચુકવવી પડી હોત! જુઓ Video

Happy Birthday Mohammad Azharuddin: ઓસ્ટ્રેલિયા સામેની દિલ્લીમાં રમાયેલી વિશ્વકપની એ મેચમાં તેણે ઝડપેલો કેચ અઝહર જીવનભર નહીં ભુલી શકે, એ કેચ તેના માટે શિકાર નહીં પણ શિકારી બનીને આવ્યો હતો.

Happy Birthday Azharuddin: અઝહર સામે બોલ મોત બનીને આવ્યો, કેચ છોડવા પર જીવની કિંમત ચુકવવી પડી હોત! જુઓ Video
Mohammad Azharuddin એ મેચમાં હિરો રહ્યો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 10:54 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિા વચ્ચે દિલ્લીમાં મેચ રમાઈ રહી હતી. આ મેચ 1987 ના વિશ્વકપની હતી. દિલ્લીમાં રમાઈ રહેલી વિશ્વકપની મેચ મહત્વની હતી એ સ્વાભાવિક જ હતી, અને તેમાં કોઈ જ ભૂલને સ્થાન ના હોઈ શકે. દરેક ભારતીય ખેલાડી દિલ લગાવીને દેશ માટે ભારતીય ટીમમાં પોતાનુ શ્રેષ્ઠ યોગદાન આપવા માટે મરણીયો બન્યો હતો. ભારત પાસે 1983 ના વિશ્વકપની જીત બાદ ખૂબ આત્મવિશ્વાસ ભરેલો હતો. દિલ્લીની એ મેચમાં શિકાર ઝડપવા પ્રયાસ કરી રહેલ અઝહર માટે બોલ ખુદ શિકારી બનીને તેની સામે આવી ગયો હતો. જેની એક ચૂક પર અઝહરે કદાચ જીવથી તેની કિંમત ચુકવવી પડી હોત. કેચ બાદ પિચ પર પડી ગયો હતો.

અઝહરુદ્દીન તેના સમયનો સૌથી કમાલનો ફિલ્ડર હતો. અઝહર તેની ફિલ્ડીંગ અને એ દરમિયાનની અદાથી જાણીતો હતો. કમાલના ફિલ્ડર માટે શિકારી બોલ ખુદ શિકાર થઈ ગયો હતો, મતલબ એ બોલ પર તેને વિકેટ મળી હતી. કમાલના ફિલ્ડર અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો આજે જન્મ દિવસ છે. આ તેનો 60મો જન્મ દિવસ છે. આવા સમયે તેનો આ કેચ યાદ કરવો જરુરી છે.

અઝહરે મેચમાં હિરો

દિલ્લીમાં રમાયેલી વનડે વિશ્વકપની એ મેચમાં ભારતીય ટીમની પ્રથમ બેટિંગ ઈનીંગ હતી. ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 6 વિકેટના નુક્શાન પર ઓસ્ટ્રેલિયા સામે 289 રન ખડક્યા હતા. મોટા લક્ષ્ય સાથે ભારતીય બોલરો પર લક્ષ્ય બચાવવાનો ગજબ આત્મવિશ્વાસ હતો. લક્ષ્ય 290 રનનુ ઓસ્ટ્રેલિયા સામે હતુ અને 56 રન દૂર રહેતા જ ટીમ સમેટાઈ ગઈ હતી. ભારતીય બોલરોના આક્રમણ સામે ઓસ્ટ્રેલિયન ટીમ 233 રનનો સ્કોર નોંધાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

અઝહરે આ મેચમાં ગજબની ફિલ્ડીંગ કરી હતી અને તેણે ઝડપેલ જોખમી કેચ ઉપરાંત તેણે મેચમાં પ્રભાવિત કરનારુ પ્રદર્શન કર્યુ હતુ. ભારતે પ્રથમ બેટિંગ ઈનીંગ રમવા દરમિયાન અઝહરે તોફાની અણનમ અડધી સદી નોંધાવી હતી. 45 બોલમાં 54 રનની અણનમ ઈનીંગ રમી હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામે બોલિંગ કરતા અઝહરે 2 વિકેટ ઝડપી હતી. જેમાંથી એક વિકેટ આ જોખમી કેચ પોતાની જ ઓવરમાં ઝડપીને મેળવી હતી. આ કેચ પર જાણે કે પોતાનો મોત ટાળ્યુ હતુ.

દિલ્લીમાં ઘાત ટળી!

ઓસ્ટ્રેલિયન બેટર ક્રેગ મેક્ડોરમોટ સ્ટ્રાઈક પર હતો. જેની સામે અઝહરે બોલ ડિલિવર કર્યો હતો. ઝડપી બોલને ક્રેગે એટલી જ તીવ્રતાથી સીધી દીશામાં ફટકારી દીધો હતો. જે સીધો જ અઝહરના માથા તરફ આવ્યો હતો. અઝહરે બોલ ડિલિવર કર્યો અને બોલ પરત તેના સુધી પહોંચવાનો સમય સેકન્ડમાં હતો, તેમ છતાં પળવારમાં સૂઝ સાથે તેણે ચહેરા પર આવેલા બોલને કેચ કરી લઈ જીવ બચાવી વિકેટ ઝડપી હતી. કેચ ઝડપતા જ અઝહર પિચ પર પડ્યો હતો.

કેચ છૂટવો અઝહરના જીવ માટે મુશ્કેલી સર્જી શકે એમ હતો. ચહેરા પર જ આવેલો બોલ ચહેરા આગળ જ હાથોમાં ઝડપાયો હતો. સહેજ ચૂક બોલ ચહેરા કે માથા પર વાગ્યો હોત અને અઝહર વિશે આગળની કલ્પના કરવી મુશ્કેલ છે. આ કેચથી દિલ્લીમાં હાજર સૌને દંગ રાખ્યા હતા. તો પ્રસારણ નિહાળતા દર્શકો પણ દંગ રહી ગયા હતા. ભારતે આ મેચ જીતી લીધી હતી અને અઝહરે સૌનુ દિલ જીતી લીધુ હતુ.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">