IND Vs AUS, 3rd Test, Live Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકશો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ભારતની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવા પર છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે ઈન્દોરના હોલ્ડર સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ 4 મેચની સિરીઝમાં 2-0થી આગળ છે અને ઈન્દોરમાં ટેસ્ટ સિરીઝ જીતવાની સાથે સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવાની ટૉપ પર છે. ભારતે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સ અને 132 રને જીતી હતી. જ્યારે દિલ્હીમાં 6 વિકેટે જીત મેળવી હતી.
રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન શરુઆતની બંને ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સાથે જ કેએલ રાહુલની પસંદગી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. રાહુલ નાગપુર અને દિલ્હી બંને ટેસ્ટમાં ફ્લોપ રહ્યો હતો. ત્રીજી ટેસ્ટમાં તેના સ્થાને શુભમન ગિલને ટીમમાં સામેલ કરવાની માંગ પણ ઉઠી છે. આવી સ્થિતિમાં, તે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે ત્રીજી ટેસ્ટમાં ભારત કઇ પ્લેઇંગ ઇલેવન સાથે એન્ટ્રી કરે છે.
જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ક્યારે રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 થી 5 માર્ચ દરમિયાન રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ક્યાં રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ કયા સમયે શરૂ થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ બુધવારે સવારે 9.30 કલાકે શરૂ થશે. ટોસ નવ વાગ્યે થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર થશે. તમે tv9gujarati.com પર સિરીઝના લાઇવ અપડેટ્સ વાંચી શકો છો.