India vs Australia 3rd T20i Match Report: ભારતનો 6 વિકેટે શાનદાર વિજય., 2-1થી શ્રેણી જીતી, વિરાટ કોહલીની વિનીંગ ઈનીંગ

India vs Australia T20i Match: ભારતે ટી20 શ્રેણીમાં 2-1 થી ઓસ્ટ્રેલિયાને હાર આપીને સિરીઝ જીતી લીધી હતી. અગાઉની બંને મેચમાં બંને ટીમોએ એક એક જીત મેળવતા શ્રેણીની અંતિમ મેચ નિર્ણાયક રહી હતી.

India vs Australia 3rd T20i Match Report: ભારતનો 6 વિકેટે શાનદાર વિજય., 2-1થી શ્રેણી જીતી, વિરાટ કોહલીની વિનીંગ ઈનીંગ
Virat Kohli અને Suryakumar બંનેએ અડધી નોંધાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 10:41 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેની 3 મેચોની ટી20 શ્રેણી અંતિમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. ભારતીય ટીમે (Indian Cricket Team) ત્રીજી અને અંતિમ મેચ જીતી લઈને શ્રેણીમાં 2-1 થી વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમની જીતમાં વિરાટ કોહલી (Virat Kohli) અને સુર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ની મુખ્ય ભૂમિકા બેટ વડે રહી હતી. આ પહેલા અક્ષર પટેલે બોલથી પોતાની મહત્વની જવાબદારી નિભાવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. જે મુજબ ઓસ્ટ્રેલિયાએ 186 રન 7 વિકેટે નિર્ધારીત ઓવરમાં નોંધાવ્યા હતા. જવાબમાં ભારતે વિજયી લક્ષ્ય અંતિમ ઓવરમાં હાંસલ કર્યુ હતુ. હાર્દિક પંડ્યાએ અંતમાં વિજયી ચોગ્ગો ફટકારી ભારતને 6 વિકેટે જીત અપાવી હતી.

રાહુલ-રોહિતની જોડી ઝડપથી પરત ફરી

ભારતની શરુઆત મુશ્કેલ રહી હતી, ભારતીય ઓપનર કેએલ રાહુલે શરુઆતમાં જ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. તેણે માત્ર એક જ રન 4 બોલનો સામનો કરીને નોંધાવ્યો હતો. રાહુલ ડેનિયલ સેમ્સના બોલ પર વિકેટકીપર મેથ્યૂ વેડેના હાથમાં મુશ્કેલ કેચના રુપમાં ઝડપાયો હતો. ત્યાર બાદ રોહિત શર્માએ 1 છગ્ગા અને 2 ચોગ્ગા વડે 14 બોલમાં 17 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. આમ પાવર પ્લેમાં જ ભારતે ઝડપથી બે વિકેટ ગુમાવી દીધી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વિરાટ-સુર્યાની શાનદાર રમત

બાદમાં વિરાટ કોહલી અને સુર્યકુમાર યાદવે શાનદાર રમત રમી હતી. બંને વચ્ચે 104 રનની શતકીય ભાગીદારી નોંધાઈ હતી. બંને વચ્ચેની પાર્ટનરશિપ 62 બોલની રહી હતી. બંનેએ ભારતીય ટીમને લક્ષ્યની નજીક પહોંચાડવા માટેની મહત્વની રમત રહી હતી. બંનેએ અડધી સદી નોંધાવી હતી. સૂર્યકુમારે 5 છગ્ગા વડે 69 રનની ઈનીંગ રમી હતી. 36 બોલનો સામનો કરીને તેણે તોફાની રમત રમીને કાંગારુ બોલરોને પરેશાન કરી મુક્યા હતા. જોકે જોશ હેઝલવુડે તેને પોતાની જાળમાં ફસાવીને સુકાની આરોન ફિંચના હાથમાં ઝડપાવ્યો હતો.

કોહલીએ શાનદાર બેટીંગ દર્શાવી હતી, તેણે પોતાની ઈનીંગની શરુઆતમાં જ આક્રમક અંદાજથી શોટ લગાવ્યા હતા. જે જોતાજ તે મોટી વિનીંગ ઈનીંગ રમવા જ ક્રિઝ પર ઉતર્યો હોવાનો અંદાજ દર્શાવી રહ્યો હતો. તેની રમતે ભારતની સ્થિતી મેચમાં મજબૂત બનાવી રાખી હતી. વિરાટ કોહલીએ 4 છગ્ગા ફટકાર્યા હતા. 48 બોલનો સામનો કરીને 63 રન નોંધાવ્યા હતા. અંતિમ ઓવરમાં પ્રથમ બોલે છગ્ગો જમાવ્યા બાદ આગળના બોલ પર સેમ્સે તેને ફિંચના હાથમાં કેચ ઝડપાવ્યો હતો.

હાર્દિક પંડ્યાનો વિજયી ચોગ્ગો

અંતિમ ઓવરમાં પાંચમા બોલ પર હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી. હાર્દિક પંડ્યાએ 16 બોલનો સામનો કરીને અણનમ 25 રન નોંધાવ્યા હતા. તેણે એક છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. દિનેશ કાર્તિક 1 રન સાથે અંતમાં અણનમ રહ્યો હતો, તેણે એક જ બોલનો સામનો કર્યો હતો.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">