AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Australia, 1st T20 Match Live Streaming: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો

IND Vs AUS, 1st T20 Match Live: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી-20 મેચોની સિરીઝ મંગળવારથી શરૂ થશે.ભારત ત્રણ મેચની સીરિઝ માટે દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે અને ત્યારબાદ T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે

India vs Australia, 1st T20 Match Live Streaming: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી-20 મેચોની સિરીઝ મંગળવારથી શરૂ થશેImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 4:29 PM
Share

India vs Australia : ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે. બંને ટીમો વચ્ચે ત્રણ ટી-20 મેચોની સીરિઝ રમાશે, જેની પ્રથમ મેચ મંગળવારે મોહાલીમાં રમાશે. ઓસ્ટ્રેલિયા (India Vs Australia) સામેની સીરિઝ પછી, ભારત ત્રણ મેચની સીરિઝ માટે દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે અને ત્યારબાદ T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. આ સીરિઝ માટે ટીમમાં સામેલ કરાયેલા શમીનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જેના કારણે તે આ સિરીઝમાં રમી શકશે નહીં. તેના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં તક મળી છે. ઉમેશ જેણે 2019માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, આ સીરિઝમાં ભારત ટી-20 વર્લ્ડ કપ પહેલા પોતાની તાકાત દેખાડવાના મુડમાં હશે.

મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ મોહાલીના PCA IS બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ ક્યારે રમાશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ 20 સપ્ટેમ્બરે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20 ક્યાં લાઈવ ટેલિકાસ્ટ થશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20નું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

હું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકીશ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20 નું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર જોઈ શકાશે. આ સિવાય તમે tv9gujarati.comના લાઈવ બ્લોગ પરથી પણ મેચની માહિતી મેળવી શકો છો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20, 23 અને 25 સપ્ટેમ્બરે સીરિઝ મેચો રમાવાની છે. તે જ સમયે 28 સપ્ટેમ્બરથી ટીમ ઇન્ડિયા સમાન મેચોની સીરિઝ માટે દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. ટીમ ઈન્ડિયા ટી-20 બાદ દક્ષિણ આફ્રિકા સામે વનડે સિરીઝ પણ રમશે.

ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ.

g clip-path="url(#clip0_868_265)">