India vs Australia, 1st T20i Match: ઓસ્ટ્રેલિયા સામે ભારતે 209 રનનુ વિશાળ લક્ષ્ય રાખ્યુ, હાર્દિક પંડ્યાની તોફાની અડધી સદી

India vs Australia, T20i Match 1st Inning Report Today: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 શ્રેણીની શરુઆત થઈ છે, પ્રથમ મેચમાં કેએલ રાહુલે શાનદાર ઈનીંગ રમી અડધી સદી નોંધાવી હતી.

India vs Australia, 1st T20i Match: ઓસ્ટ્રેલિયા સામે ભારતે 209 રનનુ વિશાળ લક્ષ્ય રાખ્યુ, હાર્દિક પંડ્યાની તોફાની અડધી સદી
Hardik Pandya ની તોફાની ફિફટી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 10:08 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેની 3 ટી20 મેચોની શ્રેણીની શરુઆત થઈ ચુકી છે. પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિંચે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતે પ્રથમ બેટીંગની શરુઆત નબળી કરી હતી. સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલીની મહત્વની વિકેટ પાવર પ્લેમાં જ ગુમાવીી દીધી હતી. ત્યાર બાદ ઓપનર કેએલ રાહુલ (KL Rahul) અને સૂર્યકુમાર યાદવે ભારતીય ઈનીંગને સંભાળી હતી. રાહુલે અડધી સદી નોંધાવી હતી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પણ તોફાની રમત વડે ફિફટી નોંધાવી હતી.

ભારતે સમયાંતરે વિકેટ ગુમાવવા છતાં ભારતીય સ્કોર બોર્ડમાં રન નોંધાઈ રહ્યા હતા. ભારતીય ટીમ પર વિકેટો ગુમાવવા છતાં કોઈ જ દબાણની અસર જોવા મળી રહી નહોંતી. ભારતીય બેટ્સમેનોએ પોતાની નેચરલ રમત દર્શાવવાનુ જારી રાખ્યુ હતુ. જેને લઈ ભારતે નિર્ધારિત 20 ઓવરના અંતે 210 રનનો સ્કોર 6 વિકેટે નોંધાવ્યો હતો.

ઓપનર કેએલ રાહુલની શાનદાર રમત

ઓપનીંગ જોડી 21 રનના સ્કોર પર જ ત્રીજી ઓવરમાં તૂટી ગઈ હતી. ભારતીય સુકાની રોહિત શર્માના રુપમાં ભારતે પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોહિતે 9 બોલમાં 11 રન નોંધાવ્યા હતા. રોહિત બાદ તુરત જ વિરાટ કોહલી પણ ઝડપથી પરત ફર્યો હતો. કોહલીએ 7 બોલનો સામનો કરીને માત્ર 2 રન નોંધાવ્યા હતા. બંને મહત્વની વિકેટ ગુમાવ્યા બાદ કેએલ રાહુલે ભારતીય ઈનીંગને સંભાળી હતી. જેમાં સૂર્યાકુમાર યાદવે તેને સાથ પૂરાવ્યો હતો. કેએલ રાહુલે 35 બોલનો સામનો કરીને 55 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

હાર્દિક પંડ્યાની તોફાની ફિફટી

સૂર્યાકુમાર યાદવ અડધી સદીની નજીક પહોંચીને પરત ફર્યો હતો. તેણે 25 બોલમાં 46 રન નોંધાવ્યા હતા. તેની આક્રમક રમત પણ જબરદસ્ત રહી હતી. તેણે 4 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. 25 બોલમાં 46 રન નોંધાવી તે કેમરુન ગ્રીનના બોલ પર વિકેટકિપરના હાથમાં કેચ ઝડપાયો હતો. હાર્દિક પંડ્યાએ તોફાની રમત ક્રિઝ પર આવવા સાથે જ શરુ કરી હતી. તેણે પણ ચોગ્ગા અને છગ્ગા ભરી રમત નોંધાવી હતી. રીતસરનુ હાર્દિકે મોહાલીમાં તોફાન સર્જ્યુ હતુ.

હાર્દિક પંડ્યાએ 4 છગ્ગા અને 7 ચોગ્ગા જમાવ્યા હતા. તેણે 25 બોલમાં અડધી સદી પૂરી કરી લીધી હતી. હાર્દિકે અણનમ રહેતા 30 બોલમાં 71 રન નોંધાવ્યા હતા. જેને લઈ ભારતીય ટીમ 200 પ્લસ સ્કોર ખડકવામાં સફળ રહ્યુ હતુ. અક્ષર પટેલ અને દિનેશ કાર્તિકે 6-6 રન નોંધાવ્યા હતા. જ્યારે હર્ષલ પટેલે 7 રન નોંધાવ્યા હતા.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">