IND vs PAK, T20 World Cup 2021: ભારતે સૂર્યકુમાર યાદવના રુપમાં ગુમાવી ત્રીજી વિકેટ, ભારત મુશ્કેલ સ્થિતીમાં

|

Oct 24, 2021 | 9:27 PM

ભારતીય ટીમ (Team India) ની શરુઆત પાકિસ્તાન સામે નબળી રહી છે, ભારતે ઝડપ થી બંને ઓપનરોને ગુમાવી દીધા બાદ મુશ્કેલ સ્થિતી સર્જાઇ

IND vs PAK, T20 World Cup 2021: ભારતે સૂર્યકુમાર યાદવના રુપમાં ગુમાવી ત્રીજી વિકેટ, ભારત મુશ્કેલ સ્થિતીમાં
Suryakumar Yadav

Follow us on

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની હાઇવોલ્ટેજ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને ટીમ ઇન્ડીયાના ઓપનરો કેએલ રાહુલ અને રોહિત શર્મા (Rohit Sarma) મેદાને ઉતર્યા હતા. પરંતુ પ્રથમ ઓવરમાં જ ભારતે પ્રથમ વિકેટ રોહિત શર્માના રુપમાં ગુમાવી હતી. ભારતની નબળી શરુઆત થઇ હતી. સૂર્યકુમાર (Suryakumar Yadav)ના રુપમાં ત્રીજી વિકેટ ભારતે ગુમાવી હતી.

સૂર્યકુમાર યાદવે 8 બોલનો સામનો કર્યો હતો. આ દરમ્યાન તેણે 137.50 સ્ટ્રાઇક રેટ થી રમતની શરુઆત કરી હતી અને તે કમનસીબે આઉટ થયો હતો. તે હસન અલીના બોલ પર વિકેટકીપર રિઝવાનના હાથે કેચ ઝડપાયો હતો. તેણે 1 છગ્ગો અને 1 ચોગ્ગા લગાવીને 11 રન નોંધાવ્યા હતા. તેની રમત લયમાં આવી રહી હતી એ દરમ્યાન જ તેની વિકેટ ગુમાવતા જ ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. સાથે જ તેની વિકેટ થી ભારતને દબાણની સ્થિતી સર્જાઇ હતી.

સૂર્યાની વિકેટ ટીમ ઇન્ડીયાના 31 રનના સ્કોર પર ગુમાવી હતી. રોહિત શર્મા ગોલ્ડન ડક આઉટ થયો હતો. તેમજ કેએલ રાહુલની વિકેટ પણ ઝડપ થી ગુમાવી હતી. બંનેની વિકેટ માત્ર 6 રન પર જ ભારતે ગુમાવી હતી. આ સાથે જ ભારતીય ફેન્સમાં નિરાશા છવાઇ ગઇ હતી. રોહિત શર્મા પાસેથી ખૂબ જ આશા હતી ત્યાં જ તેની વિકેટ ગુમાવવાને લઇને ભારતે 1 રન પર જ પ્રથમ વિકેટ રોહિતના સ્વરુપમાં ગુમાવી હતી. શાહિન શાહ આફ્રિદી એ રોહિત શર્માની વિકેટ ઝડપી હતી.

 

સૂર્યાનુ ટી20 કરિયર

અત્યાર સુધીમાં તે માત્ર 5 જ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. જેમાં તેને 4 વખત ઇનીંગ નો મોકો મળ્યો હતો. સૂર્યા એ અત્યાર સુધીમાં 150 રન નોંધાવ્યા છે. તેની 4 ઈનીંગમાં તે 2 વાર અર્ધશતક નોંધાવી ચુક્યો છે. જેમાં સર્વોચ્ચ સ્કોર 57 રનનો સ્કોર ઇંગ્લેન્ડ સામે નોંધાવ્યો છે. જ્યારે બીજુ અર્ધશતક શ્રીલંકા સામે નોંધાવ્યુ છે. તેની સ્ટ્રાઇક રેટ 166.66 ની રહી છે.

પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: રિષભ પંત ફોર્મમાં આવ્યા બાદ વિકેટ ગુમાવી, દબાણમાંથી બહાર લાવતી શાનદાર રમત દર્શાવી

આ પણ વાંચો: IND vs PAK T20 World Cup: મેચ પહેલા ઘૂંટણિયે બેઠા ભારતના ખેલાડીઓ, જાણો શું છે કારણ

 

Published On - 8:12 pm, Sun, 24 October 21

Next Article