હરારેમાં પણ લહેરાયો ભારતીય તિરંગો, ટીમ ઈન્ડિયાએ મનાવ્યો આઝાદીનો જશ્ન

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) 18 ઓગસ્ટથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, પરંતુ ટીમે દેશથી દૂર પણ તિરંગો લહેરાવવાની તક ગુમાવી નહીં.

હરારેમાં પણ લહેરાયો ભારતીય તિરંગો, ટીમ ઈન્ડિયાએ મનાવ્યો આઝાદીનો જશ્ન
Team India એ હરારેમાં તિરંગો લહેરાવ્યો
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Aug 15, 2022 | 8:29 PM

15 ઓગસ્ટ એ ભારતની આઝાદીનો દિવસ છે. જે દિવસે ભારતે પ્રથમ વખત મુક્ત હવાનો શ્વાસ લીધો હતો. 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે અને આખો દેશ તેને તહેવારની જેમ ઉજવી રહ્યો છે. ભારતમાં અને ભારતની બહાર જ્યાં પણ ભારતીયો હાજર છે, તેઓએ તિરંગા સાથે દેશની આઝાદીના આ ભવ્ય 75 વર્ષની ઉજવણી કરી. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) કેવી રીતે પાછળ રહી શકે? ઝિમ્બાબ્વેમાં હાજર ટીમ ઈન્ડિયા (Team India) એ પણ તિરંગો લહેરાવીને આઝાદીની આ ઉજવણીમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો.

ભારતીય ટીમ ત્રણ મેચની વનડે શ્રેણી માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. જો કે વર્તમાન ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંત જેવા મોટા નામ નથી, પરંતુ કેએલ રાહુલ, શિખર ધવન જેવા દિગ્ગજ આ ટીમનો ભાગ છે. ટીમ ઈન્ડિયા 18 ઓગસ્ટથી જ મેદાનમાં પોતાની શાન બતાવી શકશે. આવી સ્થિતિમાં, તે પહેલા ટીમે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. હરારેમાં ભારતીય ટીમે તેમની હોટલની બહાર ત્રિરંગો લહેરાવ્યો હતો અને રાષ્ટ્રગીત સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

ટીમ ઈન્ડિયાના ઘણા વરિષ્ઠ અને પૂર્વ ખેલાડીઓએ પણ પોતાની આગવી શૈલીમાં આઝાદીની ઉજવણી કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ તિરંગો ફરકાવ્યો અને પોતપોતાની રીતે શુભકામનાઓ આપી હતી. ચાહકોએ પણ તેમને તેમની પોષ્ટ પર કોમેન્ટ કરીને સ્વાતંત્ર પર્વની ખુશીઓની શુભેચ્છાઓ પાઠવી હતી. જેની સંખ્યા પણ ખૂબ જ મોટી રહી હતી.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

ભારત સાથે ખાસ સંબંધ ધરાવતા ઘણા વિદેશી ખેલાડીઓએ પણ દેશને 75મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. આઈપીએલને કારણે ઘણા વિદેશી ખેલાડીઓ અને ભારતીય પ્રશંસકો વચ્ચેનું અંતર ઘણું ઓછું થઈ ગયું છે અને ઓસ્ટ્રેલિયાના સુપરસ્ટાર ડેવિડ વોર્નર આમાં ખાસ છે, જે ઘણીવાર ભારતીય તહેવારો પર પોતાની ખુશી વ્યક્ત કરવામાં ચૂકતો નથી. વોર્નરે તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દેશને અભિનંદન પાઠવ્યા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati