IND vs WI: યુઝવેન્દ્ર ચહલ માટે અંતિમ ટી20 મેચ ખાસ, વેસ્ટ ઇન્ડિઝ સામે જસપ્રિત બુમરાહને પાછળ છોડી બની શકે છે નંબર 1

|

Feb 20, 2022 | 9:15 AM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચે રવિવારે ત્રીજી અને અંતિમ T20 મેચ રમાશે. આ મેચ ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે

IND vs WI: યુઝવેન્દ્ર ચહલ માટે અંતિમ ટી20 મેચ ખાસ, વેસ્ટ ઇન્ડિઝ સામે જસપ્રિત બુમરાહને પાછળ છોડી બની શકે છે નંબર 1
Yuzvendra Chahal એ સિરીઝમાં 2 વિકેટ મેળવી છે

Follow us on

આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચેની ટી20 સિરીઝની અંતિમ મેચ રમાનારી છે. કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી T20 સિરીઝ માં ભારતીય ટીમ અજેય છે. પ્રથમ બંને ટી20 મેચ જીતી લઇને ભારતે સિરીઝ પોતાને નામ કરી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હવે આજે વન ડે સિરીઝની માફક વેસ્ટ ઇન્ડિઝની ટીમને ક્લીન સ્વિપ કરવાના ઇરાદે મેદાને ઉતરશે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ટીમે પણ પોતાની આબરુ બચાવતી રમત આજે દર્શાવવી પડશે. એટલે કે પ્રવાસની પ્રથમ જીત મેળવવા પ્રયાસ કરવો પડશે. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) માટે આજે કેરેબિયન ટીમ સામે ભારતના નંબર વન ટી20 બોલર બનવાની તક છે.

સિરીઝની અંતિમ ટી20 મેચ યુઝવેન્દ્ર માટે ખાસ બની શકે છે અને એ માટે તેને ખૂબ આતુરતા હશે એ પણ સ્વાભાવિક છે. યુઝવેન્દ્ર ચહલને આ માટે માત્ર એેક જ વિકેટનો ઇંતઝાર છે અને જે તેના પ્રદર્શનને જોતા આસાન છે. યુઝવેન્દ્ર ચહલ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20Iમાં વિકેટ લઈને T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. તે આ મામલે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પાછળ છોડી દેશે. બંને ખેલાડીઓના ખાતામાં હાલમાં 66 વિકેટ છે.

સિરીઝની બીજી મેચમાં બુમરાહની બરાબરી કરી

બીજી ટી20 મેચમાં ચહલે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ચહલે ઓપનર કાયલ માયર્સને પેવેલિયન મોકલ્યો હતો. આ વિકેટ સાથે ચહલે ભારત માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના જસપ્રીત બુમરાહના રેકોર્ડની બરાબરી કરી લીધી.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ચહલની આ શ્રેણીની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં બે મેચ રમી ચૂક્યો છે અને બંને મેચમાં તેણે 1-1 વિકેટ ઝડપી છે. જો તેને છેલ્લી મેચમાં પણ તક મળશે તો તે બુમરાહને સરળતાથી પાછળ છોડી દેશે. જ્યારે બુમરાહને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે, તે શ્રીલંકા સામેની આગામી T20 શ્રેણીમાં વાપસી કરશે.

 

આ પણ વાંચોઃ Hardik Pandya: હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં ક્યારે ફરશે? ટીમ સિલેક્ટર ચેતન શર્માએ આપ્યો જવાબ, રણજી ટ્રોફીમાં નહી રમવાને લઇને કહી આ વાત

આ પણ વાંચોઃ Sabarkantha: ચૂહા અને બિલ્લા ગેંગ સાબરકાંઠા પોલીસના સકંજામાં, 8.86 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્શોની ટોળકી ઝડપાઇ

 

 

Next Article