IND vs WI: અમદાવાદ પહોંચી વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ, પોલાર્ડ સહિતના કેરિબયન ખેલાડીઓ 3 દિવસ ક્વોરન્ટાઇન રહેશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વન-ડે મેચોની શ્રેણી રમાવાની છે. આ ત્રણેય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાવાની છે.

IND vs WI: અમદાવાદ પહોંચી વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ, પોલાર્ડ સહિતના કેરિબયન ખેલાડીઓ 3 દિવસ ક્વોરન્ટાઇન રહેશે
વેસ્ટ ઇન્ડિઝની ટીમ અમદાવાદ પહોંચી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 11:43 AM

વેસ્ટ ઇન્ડિઝ (West Indies Cricket Team) ની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે આગામી 6 ફેબ્રુઆરી થી વન ડે સિરીઝ રમાનારી છે. પરંતુ તે પહેલા કિરોન પોલાર્ડ અને તેની ટીમે 3 દિવસ ક્વોરન્ટાઇનમાં પસાર કરવા પડશે. ત્યાર બાદ ટીમ મેદાન પર સિરીઝની તૈયારી માટે મેદાન પર જઇ શકશે. બંને દેશો વચ્ચે 3 વન-ડે મેચોની શ્રેણી રમાવાની છે. આ ત્રણેય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium, Ahmedabad) માં જ રમાનારી છે. બીજી અને ત્રીજી વનડે 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે.

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન પોલાર્ડ અને ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે ભારતના પ્રવાસ પહેલા જ આ શ્રેણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જેમાં પોલાર્ડ આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. જેસન હોલ્ડરે વધુ આગળ વધીને કહ્યું કે વર્તમાન કેરેબિયન ટીમમાં એટલી શક્તિ છે કે તે તેની જમીન પર ભારતને પરાસ્ત કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈરાદા સાથે ભારત પહોંચી

કેરેબિયન ટીમ ભારતમાં ઉતરી ચુકી છે. તેમના ઇરાદા ઉંચા છે કારણ કે તેઓ ઘર આંગણે T20 શ્રેણીમાં ઇંગ્લેન્ડને હરાવીને ભારત આવ્યા છે. પરંતુ, ભારતને પોતાની ધરતી પર હરાવવાનું તેમનું સપનું પૂરું થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. 24 કલાકની મુસાફરી બાદ ભારત પહોંચેલા ખેલાડીઓના ફોટા અને વીડિયો વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ એરપોર્ટના આ વીડિયોમાં તમે આખી ટીમને એકસાથે આગળ વધતા જોઈ શકો છો. અને તેમને અનુસરે છે કોચ ફિલ સિમોન્સ. આ પ્રવાસને સફળ બનાવવા માટે જેટલી જવાબદારી સુકાની કિરન પોલાર્ડ અને બાકીના ખેલાડીઓની છે એટલી જ જવાબદારી ટીમના મુખ્ય કોચની પણ છે.

ODI પછી કોલકાતામાં T20 શ્રેણી

ભારતના પ્રવાસ પર 3 ODI શ્રેણી બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમે 3 T20 શ્રેણી પણ રમવાની છે. ટી20 સિરીઝનું આયોજન કોલકાતામાં થશે. ODI અને T20 સીરીઝ વચ્ચે, IPL 2022ની મેગા ઓક્શનમાં કેરેબિયન ખેલાડીઓ પણ પોતાના પર પૈસાનો વરસાદ કરવાની ગિફ્ટ જોઈ શકે છે.

આ પણ વાંચોઃ IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારા 5 બોલરો, આ 2 ભારતીય બોલર પણ યાદીમાં

આ પણ વાંચોઃ IPL 2022: હાર્દિક પંડ્યાએ કહ્યુ, ધોની, કોહલી અને રોહિત શર્મા જેવી કેપ્ટનશીપ કરીશ, સૌને દંગ રાખી દઇશ

g clip-path="url(#clip0_868_265)">