IND vs SL: ભૂવનેશ્વર કુમારે માન્યું, વાઇસ કેપ્ટન સાથે શ્રીલંકામાં આ મહત્વની જવાબદારી નિભાવવી પડશે

|

Jul 06, 2021 | 7:44 PM

ટીમ ઇન્ડીયા (Team India) યુવા ચહેરાઓના જોશ સાથે શ્રીલંકા પહોંચી છે. જ્યાં ભૂવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) વાઇસ કેપ્ટન તરીકે વન ડે અને T20 શ્રેણીમાં ભૂમિકા નિભાવશે.

IND vs SL: ભૂવનેશ્વર કુમારે માન્યું, વાઇસ કેપ્ટન સાથે શ્રીલંકામાં આ મહત્વની જવાબદારી નિભાવવી પડશે
Bhuvneshwar Kumar

Follow us on

IND vs SL: ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે વન ડે શ્રેણીની શરુઆત થવાને આડે હવે એક સપ્તાહનો જ સમય રહ્યો છે. ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ હાલમાં ઇંગ્લેંન્ડ પ્રવાસે (England Tour) છે, ભારતીય ટીમ ઇંગ્લેંડ સામે ટેસ્ટ શ્રેણી રમનાર છે.

આ દરમ્યાન ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) અન્ય એક ટીમ શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) મોકલી છે. જે ટીમના કેપ્ટનની જવાબદારી શિખર ધવન (Shikhar Dhawan) ની છે. જ્યારે ભૂવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) વાઇસ કેપ્ટન છે. ભૂવીએ વાઇસ કેપ્ટનશીપની ભૂમિકાને લઇને કેટલીક બાબતો કહી છે.

શ્રીલંકા પ્રવાસે મોટે ભાગે યુવા ખેલાડીઓથી ભરેલી ટીમ પહોંચી છે. જેમાં કેટલાક ખેલાડી અનકેપ્ડ છે. જેમને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ સ્થાપવા માટે આ એક મોટી તક છે. આવી સ્થિતીમાં સિનીયર અનુભવી ખેલાડીઓની ભૂમિકા ખૂબ મહત્વની બની જતી હોય છે. જેને લઇ ભૂવીનું માનવું છે કે, મર્યાદિત ઓવરોની સિરીઝમાં બીજા ખેલાડીઓના, કૌશલ્ય અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવામાં મદદ કરવાની તેની ભૂમિકા રહેશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મીડિયા રિપોર્ટનુસાર, ભૂવીએ એક વાતચિતમાં કહ્યુ હતું કે, હા કાગળ પર મારી તે (વાઇસ કેપ્ટન) ભૂમિકા છે. જોકે તેનાથી મને નથી લાગતું કે, તેનાથી બાબતો બદલાશે. મને લાગે છે કે, એક અનુભવી ખેલાડી હોવાને નાતે મારી ભૂમિકા, અન્ય ખેલાડીઓના કૌશલ્ય અને માનસીક સ્વાસ્થ્યમાં સુધાર લાવવા માટેની મદદ કરવાની હશે.

કોચ દ્રાવિડ સાથેનો સમય

શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવન કેપ્ટન છે, જ્યારે રાહુલ દ્રવિડ મુખ્ય કોચની ભૂમિકામાં છે. દ્રવિડને લઇને ભૂવીએ કહ્યુ હતું કે, હું તેમની સામે રમી ચૂક્યો છે અને જ્યારે હું RCB સામેલ થયો હતો, ત્યારે તે ટીમનો હિસ્સો હતા. મારા મગજમાં તેમના સાથે તે સમયની ખાસ યાદો તો નથી, જો કે એનસીએ ગયો ત્યારે અમે કેટલીક વાતો કરી હતી.

દ્રવિડને સમજવાનો પ્રયાસ

ભૂવીએ આગળ વાત કરતા કહ્યુ હતું તે, હું ભાગ્યશાળી છુ કે, તેઓ કોચ છે. યુવા ખેલાડી ભારત એ માટે તેમની દેખરેખમાં રમે છે. અમે તેમની દેખરેખ હેઠળ કામ કરવા માંગીએ છીએ અને તેમના મગજને વાંચવા ઇચ્છીએ છે. અમે એ સમજવા માંગીએ છીએ કે, તેઓ આટલા લાંબા સમય સુધી તે સ્તર પરની બાબતો કેવી રીતે મેનેજ કરી શકે છે.

31 વર્ષીય ઝડપી બોલર ભૂવી એ કહ્યું, ટીમ ઇન્ડીયાના વાઇસ કેપ્ટન હોવું એક સન્માનની સાથે જવાબદારી પણ છે. એટલા માટે જ હું એ બાબતોને જારી રાખવા માટે કોશિષ કરીશ. જે હું કરતો રહ્યો છું. આશા રાખુ છું કે, અમારી ટીમ આ તબક્કામાં સારુ કરશે.

આ પણ વાંચોઃ  ENG vs PAK : ઇંગ્લેંન્ડની ટીમમાં મચ્યો હાહાકાર, પાકિસ્તાન સામે વન ડે શ્રેણી પહેલા 3 ખેલાડીઓ સહિત 7 સભ્યો કોરોના સંક્રમિત

Next Article