ENG vs PAK : ઇંગ્લેંન્ડની ટીમમાં મચ્યો હાહાકાર, પાકિસ્તાન સામે વન ડે શ્રેણી પહેલા 3 ખેલાડીઓ સહિત 7 સભ્યો કોરોના સંક્રમિત

કોરોના સંક્રમણને (Corona Virus) લઇને સંપર્કમાં આવેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સેલ્ફ આઇસોલશનમાં રહેવા ECB એ સૂચના જારી કરી છે. સાથે જ કેપ્ટનશીપ હવે બેન સ્ટોક્સ (Ben Stokes) ને સોંપવાનુ નિશ્વિત મનાય છે.

ENG vs PAK : ઇંગ્લેંન્ડની ટીમમાં મચ્યો હાહાકાર, પાકિસ્તાન સામે વન ડે શ્રેણી પહેલા 3 ખેલાડીઓ સહિત 7 સભ્યો કોરોના સંક્રમિત
Team England
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 4:23 PM

ઇંગ્લેન્ડ ની વન ડે ક્રિકેટ ટીમ (England Cricket Team) માટે મુશ્કેલી સર્જાઇ છે. ઇંગ્લેંન્ડ અને પાકિસ્તાન (England vs Pakistan) વચ્ચે વન ડે શ્રેણી (ODI Series) રમાનારી છે, એ પહેલા મુશ્કેલી પેદા થઇ ગઇ છે. ઇંગ્લેંન્ડની ટીમના 3 ખેલાડીઓ સહિત 7 સભ્યો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. બ્રિસ્ટલમાં કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ (Corona Positive) જણાયો હતો. બંને વચ્ચે રોયલ લંડન વન ડે (Royal London ODI) સિરીઝ અને વાઇટેલિટી T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ (Vitality T20 Series) રમાનારી છે.

આ અંગે ઇંગ્લેંન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી હતી. જે મુજબ ઇંગ્લેંન્ડના બોર્ડ દ્વારા કોરોના સંક્રમિત ખેલાડીઓ અને સભ્યોના સંપર્કમાં આવેલાઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. 8 મી જૂલાઇ એટલે કે ગુરુવારથી ઇંગ્લેંન્ડ અને પાકિસ્તાન વચ્ચે વન ડે સિરીઝ શરુ થનારી છે. 8 મીથી શરુ થનારી શ્રેણીની વન ડે મેચ 10 અને 13 જૂલાઇએ રમાનારી છે. જ્યારે T20 સિરીઝની શરુઆત 16 જૂલાઇથી થનાર છે. ત્રણ મેચોની શ્રેણીની બાકીની 2 મેચ 18 અને 20 જૂલાઇએ રમાનારી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હજુ તો એક દિવસ પહેલા જ ઇંગ્લેંન્ડના વડાપ્રધાન દ્વારા પ્રતિબંધોને હટાવી રમત માટે પ્રેક્ષકોની 100 ટકા હાજરીની છુટ આપી હતી. આમ બીજા જ દિવસે ક્રિકેટરોમાં કોરોના સંક્રમણ ફેલાતા હલચલ મચી જવા પામી છે. સ્થાનિક સરકારે હટાવેલા પ્રતિબંધો મુજબ 19 જૂલાઇથી તમામ રમતોના ગ્રાઉન્ડમાં દર્શકોની ફુલ હાજરીની છુટ છાટ આપવામાં આવી છે. જોકે હવે ઇંગ્લેંન્ડ ટીમમાં કોરોના સંક્રમણને લઇને સરકાર કેવા એકશનમાં રહે છે, તેની પણ રાહ જોવાઇ રહી છે.

બેન સ્ટોક્સ કેપ્ટન !

પાકિસ્તાન સામેની વન ડે અને T20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝને લઇને બેન સ્ટોક્સ ઇંગ્લેંન્ડ ટીમના કેપ્ટન તરીકે નિશ્વીત મનાય છે. બેન સ્ટોક્સ વન ડે અને T20 શ્રેણીમાં પરત ફરવા સાથે ટીમની આગેવાની સંભાળતો નજર આવી શકે છે. જોકે આ મામલે અધિકૃત રીતે જાણકારી જારી કરવામાં આવી નથી.

3 પૈકી એક મોર્ગન હોવાની સંભાવના

7 લોકોને કોરોના સંક્રમણ ફેલાવવા છતાં, ECB એ તેને ક્રિકેટ કાર્યક્રમ જારી રાખ્યો છે. જોકે સ્ટોક્ટને કેપ્ટનશીપ સોંપવાની ચર્ચાને લઇને માનવામાં આવી રહ્યુ છે કે, સંક્રમિત પૈકી એક કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) હોઇ શકે છે અથવા તો તેના સેલ્ફ આઇસોલેશનમાં જવાને લઇને આ ચર્ચા જાગી હોય. જોકે હાલ તો ઇંગ્લેંન્ડ ટીમ પર સૌની નજર ટકી છે, કે હવે સંક્રમણ ટીમથી દુર રહેશે કે, પાકિસ્તાન સામેની શ્રેણીને પ્રભાવિત કરશે.

આ પણ વાંચોઃ  Cricket: શૂન્ય રને વિકેટ ગુમાવવામાં આ દેશના ખેલાડીઓ છે માહેર, બુમરાહ 1000મો ભારતીય ખેલાડી નોંધાયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">