
આખું ભારત સ્વતંત્રતાના 80મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ટીમ ઇન્ડિયા કેવી રીતે પાછળ રહી શકે? 600મી ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરતા પહેલા, ભારતીય ટીમે ગાલેમાં ત્રિરંગો પણ ફરકાવ્યો હતો. કેપ્ટન શુભમન ગિલે કેપ્ટન તરીકે ટીમ ઇન્ડિયા વતી ત્રિરંગો ફરકાવ્યો હતો. ધ્વજવંદન દરમિયાન ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ કેપ્ટન શુભમન ગિલની સાથે ઉભો હતો.
ભારતીય ટીમે ગાલેમાં ભારતના 80 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી, જેનો એક વીડિયો BCCI દ્વારા શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ ત્રિરંગો ફરકાવતો જોઈ શકાય છે. આ વીડિયો ગાલે ટેસ્ટ શરૂ થાય તે પહેલાનો છે. ત્રિરંગો ફરકાવ્યા પછી, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું.
On the occasion of Independence Day, #TeamIndia gathered at Galle to hoist the Tricolour ahead of the First #SLvIND Test.#IndependenceDay pic.twitter.com/tHKIggV6AU
— BCCI (@BCCI) August 15, 2026
ગાલેમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કર્યા પછી, ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરી હતી. આ ટેસ્ટ મેચ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ ટેસ્ટ ભારતીય ટીમની 600મી ટેસ્ટ છે. 600મી ટેસ્ટમાં ભારતની કેપ્ટનશીપ શુભમન ગિલ કરી રહ્યો છે. ગિલે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. પહેલા દિવસે દેવદત્ત પડીકલે શાનદાર સદી ફટકારી હતી.
ક્રિકેટ ઇતિહાસમાં ફક્ત ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જ ભારત કરતાં વધુ ટેસ્ટ મેચ રમ્યા છે. આનો અર્થ એ થયો કે ભારત 600 ટેસ્ટ મેચ રમનારી ત્રીજી ટીમ બની છે. અગાઉ રમાયેલી 599 ટેસ્ટમાંથી, ભારતે 186 જીતી છે અને 188 હારી છે જ્યારે 224 મેચ ડ્રો થઈ છે. ભારતે તેની 300મી, 400મી અને 500મી ટેસ્ટ જીતી છે. તેથી, એવી અપેક્ષા છે કે ટીમ ઇન્ડિયા તેની 600મી ટેસ્ટમાં પણ વિજય મેળવશે.