IND vs SL: શ્રીલંકાએ બચાવી આબરુ, ભારત સામે 3 વિકેટે જીત, ભારતે 2-1થી સિરીઝ પર કબ્જો જમાવ્યો

|

Jul 23, 2021 | 11:54 PM

ભારતીય ટીમે (Team India) શ્રેણી પોતાને નામ કરી લીધી હતી. પરંતુ શ્રીલંકાને ક્લીન સ્વિપ કરવાનો ઇરાદો પાર પાડી શકાયો નહોતો. શ્રીલંકાએ બેટીંગ અને બોલીંગ બંને ઇનીંગમાં ભારત કરતા ચઢીયાતુ પ્રદર્શન કરીને જીત મેળવી હતી.

IND vs SL: શ્રીલંકાએ બચાવી આબરુ, ભારત સામે 3 વિકેટે જીત, ભારતે 2-1થી સિરીઝ પર કબ્જો જમાવ્યો
Sri Lanka wins by 3 wickets against India

Follow us on

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે કોલંબોમાં વન ડે શ્રેણીની અંતિમ મેચ રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતે 5 નવા ચહેરાઓને ટીમમાં સ્થાન આપ્યુ હતુ. જોકે ભારત પહેલાથી જ શ્રેણીને પોતાના હસ્તગત કરી ચુક્યુ છે. વરસાદના અવરોધને લઈને મેચને 3 ઓવર ઘટાડી દેવાઈ હતી. ભારતીય ટીમ (Team India) પડકારજનક મોટો સ્કોર ખડકી ના શકી અને જેનુંં પરીણામ સહન કરવું પડ્યુ હતુ.

 

શ્રીલંકાને લગાતાર હારની કાળી ટીલીને ભૂંસી શકાઈ હતી. શ્રીલંકા ભારત સામે ક્લીન સ્વિપ થઈ શકવાના સંકટમાં હતુ એવા સમયે જ તેણે વળતી લડત આપી મેચ જીતી લીધી હતી. શ્રીલંકાએ બોલીંગ અને બેટીંગ બંને પ્રકારે ભારતને પડકાર આપી દર્શાવ્યો હતો. જોકે ભારતે વન ડે શ્રેણી પહેલાથી જ જીતી લીધી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

શ્રીલંકા બેટીંગ ઈનીંગ

ભારતે આપેલા પડકારનો પીછો કરતા શ્રીલંકાએ શરુઆત સારી કરી હતી. 144 રનના સ્કોર સુધી શ્રીલંકન ટીમના બેટ્સમેનો ભારતીય બોલરોને મચક આપી નહોતી. ઓપનર આવિષ્કા ફર્નાન્ડોએ શાનદાર રમત રમી હતી. તેણે 98 બોલમાં 76 રનની ઈનીંગ રમી હતી. જોકે ઓપનર મિનોદ ભાનુકા સસ્તામાં વિકેટ ગુમાવી બેઠો હતો. તે 7 રને આઉટ થયો હતો. ભાનુકા રાજપક્ષે એ 56 બોલમાં 65 રન કર્યા હતા. ધનંજય સિલ્વા 2 રન કરી આઉટ થયો હતો.

 

ચરિથ અસલંકા 24 રન કરીને આઉટ થયો હતો. અસલંકા હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. જ્યારે કેપ્ટન દાસુન શનાકા શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો.ચામિકા કરુણારત્ને 3 રન કરીને આઉટ થયો હતો. રમેશ મેન્ડીશ અણનમ રહ્યો હતો.

 

ભારત બોલીંગ ઈનીંગ

ચેતન સાકરિયાએ ડેબ્યૂ મેચમાં જ 2 વિકેટ ઝડપી હતી. સાકરિયાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. 8 ઓવરમાં તેણે 34 રન આપ્યા હતા. રાહુલ ચાહરે પણ ડેબ્યૂ મેચમાં જબરદસ્ત બોલીંગ કરી હતી. તેણે કસીને બોલીંગ કરી હતી. ચાહરે 3 વિકેટ ઝડપી હતી. કૃષ્ણપ્પા ગૌતમે 1 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ ખૂબ રન લુટાવ્યા હતા. તે સૌથી ખર્ચાળ બોલર રહ્યો હતો. તેણે 5 ઓવરમાં 43 રન ગુમાવ્યા હતા. હાર્દિકે એક વિકેટ ઝડરી હતી. નિતીશ રાણાએ 3 ઓવર કરીને 10 રન આપ્યા હતા.

 

ભારત બેટીંગ ઇનીંગ

ભારતીય ટીમ (Team india)માં 5 નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા હતા. ભારતીય ટીમમાં નવા સમાવવામાં આવેલા ખેલાડી પૈકી સંજૂ સેમસને શાનદાર રમત રમી હતી. ઈનીંગની શરુઆત ભારતે આક્રમક રીતે કરી હતી. પરંતુ કેપ્ટન શિખર ધવન ઉછળતા બોલને રમવામાં થાપ ખાઈ જતા વિકેટ ગુમાવી બેઠો હતો. શિખર ધવને 11 બોલમાં 13 રન કર્યા હતા.

 

પૃથ્વી શો લયમાં રમી રહ્યો હતો. તે 1 રન માટે અર્ધશતક ચુકી ગયો હતો. તેણે 49 બોલમાં 49 રન કર્યા હતા. આ દરમ્યાન 8 ચોગ્ગા લગાવ્યા હતા. સંજૂ સેમસને 46 બોલમાં 46 રન કર્યા હતા. તેણે 1 સિક્સ અને 5 ચોગ્ગા લગાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 40 રન કર્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યા ફરી એકવાર ઝડપથી આઉટ થયો હતો. તેણે 19 રન
બનાવ્યા હતા.

 

શ્રીલંકા બોલીંગ ઇનીંગ

બીજી વન ડે મેચમાં શ્રીલંકન બોલરો ભારતીય ટીમ પર હાવી રહ્યા હતા. ફરી એકવાર તક મળતા જ ભારતીય બેટ્સમેનો પર હાવી થતા મોટી ઈનીંગ ભારતીય બેટ્સમેનો રમી શક્યા નહોતા. પ્રવિણ જયાવિક્રમાએ 3 વિકેટ ઝડપી હતી. પ્રવિણે 10 ઓવરમાં 59 રન આપ્યા હતા. અકિલા ધનંજયાએ 3 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 44 રન આપ્યા હતા. દશમંથા ચામિરાએ 2 વિકેટ, દાશુન શનાકા અને ચામિકા કરુણારત્નેએ 1-1 વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચો: ભારતીય સરહદની નજીક આવેલા તિબેટના શહેરની શી જિનપીંગની મુલાકાતથી હલચલ વધી, જાણો કારણ

Next Article