ભારતીય સરહદની નજીક આવેલા તિબેટના શહેરની શી જિનપીંગની મુલાકાતથી હલચલ વધી, જાણો કારણ

શી જિનપિંગ(Xi Jinping) બુધવારે તિબેટમાં આવ્યા હતા. તેમણે ભારતના અરુણાચલ પ્રદેશની સરહદે આવેલા ન્યિંગચીમાં એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ રેલ્વે લાઈનનું નિરીક્ષણ કર્યું હતું.

ભારતીય સરહદની નજીક આવેલા તિબેટના શહેરની શી જિનપીંગની મુલાકાતથી હલચલ વધી, જાણો કારણ
Xi Jinping
Follow Us:
Smit Sojitra
| Edited By: | Updated on: Jul 23, 2021 | 11:13 PM

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે(Xi Jinping) વ્યૂહરચનાની રીતે બહુ અગત્યના એવા અરુણાચલ પ્રદેશની સરહદે જોડાયેલા તિબેટના(Tibet) ન્યિંગચી શહેરની મુલાકાત લીધી હતી. તિબેટ પ્રવાસ કરનાર શી જિનપીંગ ચીનના પહેલા રાષ્ટ્રપતિ છે. આ મુલાકાત દરમિયાન વ્યૂહરચનાના રુપે અગત્યની એવી નવી રેલવે લાઈનની સમીક્ષા કરી હતી.

ચીનની સરકારી ન્યુઝ એજન્સી શિન્હુઆ દ્વારા શુક્રવારે અહેવાલ અપાયો છે કે શી જિનપિંગ(Xi Jinping) બુધવારે તિબેટમાં આવ્યા હતા. તેમણે ભારતના અરુણાચલ પ્રદેશની સરહદે આવેલા ન્યિંગચીમાં એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ રેલ્વે લાઈનનું નિરીક્ષણ કર્યું હતું.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

શી જિનપિંગે(Xi Jinping) બ્રહ્મપુત્રા નદીનું નિરીક્ષણ કરવા ન્યાંગ નદીના પુલની મુલાકાત લીધી હતી. બ્રહ્મપુત્રા નદીને તિબેટી(Tibet) ભાષામાં યારલુંગ ઝાંગબો નદી કહેવામાં આવે છે, ન્યાંગ નદી બ્રહ્મપુત્રની બીજી સૌથી મોટી સહાયક નદી છે. નવનિર્મિત સિચુઆન-તિબેટ રેલ્વેનું નિરીક્ષણ કરવા માટે શી જિનપીંગે ન્યિંગચી શહેર અને તેના રેલ્વે સ્ટેશનની પણ મુલાકાત લીધી.

ગુરુવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે શી જિનપિંગે લ્હાસાની પણ મુલાકાત હતી. શુક્રવારે તેમની લ્હાસા મુલાકાતની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી હતી. 2012માં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સંભાળ્યા પછી શિ જિનપિંગની તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર (ટીએઆર)ની આ પહેલી મુલાકાત છે. તેમણે 2011માં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પણ તિબેટની મુલાકાત લીધી હતી.

તિબેટની(Tibet) શાંતિપૂર્ણ આઝાદીની 60મી વર્ષગાંઠના ઉજવણી પર્વે શી જિનપિંગે 21 જુલાઈ 2011ના રોજ લ્હાસા પ્રવાસ કર્યો હતો. છતાં વર્ષગાંઠ માટે 21મી જુલાઈ કેમ પસંદ કરવામાં આવી? તે સ્પષ્ટ નહોતું. જે સામાન્ય રીતે 23 મેએ ઉજવણી કરવામાં આવે છે. હાલમાં તિબેટ બાબતોના નિષ્ણાત રોબી બાર્નેટનું માનવું છે કે શી જિનપિંગે તિબેટની શાંતિપૂર્ણ મુક્તિની 70મી વર્ષગાંઠ પર આ મુલાકાત કરી છે.

સત્રહ સુત્રી કરાર પર 23 મે, 1951ના રોજ હસ્તાક્ષર થયા હતા. ચીને આ કરારનું વર્ણન “તિબેટની શાંતિપૂર્ણ મુક્તિ” તરીકે કર્યું છે. જો કે આ કરાર દલાઈ લામા દ્વારા નામંજૂર કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે કોમ્યુનિસ્ટ પાર્ટી અને ચીન દ્વારા આ કરારને તિબેટ પર લાગુ કર્યા બાદ તેમની પ્રતિબદ્ધતાઓનો ભંગ કરવામાં આવ્યો હતો. આખરે તેને 1959માં દેશ નિકાલમાં ભારત જવુ પડયુ હતુ.

શી જિનપિંગની લ્હાસા અને પોટલા પેલેસની મુલાકાતને તિબેટની વર્ષગાંઠ નિમિત્તેની મુલાકાત મનાઈ રહી છે. ચીન દ્વારા તિબેટમાં પહેલી બુલેટ ટ્રેન શરૂ કર્યાના એક મહિના પછી સરહદી વિસ્તાર અને ન્યિંગચીની તેમની મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે. આ રેલ્વે લાઈન લ્હાસાને અરુણાચલ પ્રદેશની સરહદને સ્પર્શતા ન્યિંગચી શહેર સાથે જોડે છે.

ચીને દક્ષિણ તિબેટના ભાગરૂપે અરુણાચલ પ્રદેશનો દાવો કર્યો છે, જેને ભારતે ભારપૂર્વક નકારી દીધો છે. ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદમાં 3,,488 કિલોમીટર લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ (એલએસી)નો સમાવેશ થાય છે. જૂન મહિનામાં ચીને તિબેટમાં પહેલી બુલેટ ટ્રેન શરૂ કરી ત્યારે ન્યિંગચી સમાચારોના કેન્દ્ર સ્થાને હતુ. આ બુલેટ ટ્રેનની ગતિ 160 કિમી પ્રતિ કલાક છે અને તે સિંગલ-લાઈન ઈલેક્ટ્રિફાઈડ રેલ્વેથી 435.5 કિ.મીનું અંતર કાપે છે.

આ રેલ્વે લાઈન 435 કિ.મી લાંબી છે. જે ચીનના તમામ મુખ્ય 31 પ્રાંતીય શહેરોમાંથી પસાર થઈ રહી છે. જો કે, અરુણાચલની સરહદ સુધી ચીન તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જે ગતિથી મજબૂત કરી રહ્યું છે, તેની સાથે ભારતની ચિંતા વધારો થઈ રહ્યો છે. આ રેલ્વે લાઈનને ‘વિશ્વની છત’ કહેવામાં આવે છે. સમુદ્રથી 3000 મીટરની ઉંચાઈએ સ્થિત આ લાઈનનો 90 ટકા ભાગ બનાવવામાં ચીનને છ વર્ષ જેટલો સમય લાગ્યો છે.

લ્હાસા-ન્યિંગચી લાઈનમાં 47 ટનલ અને 121 બ્રિજ છે – જે સમગ્ર રૂટનો લગભગ 75 ટકા ભાગ છે. આમાં 525-મીટર લાંબી જંગમુ રેલ્વે બ્રિજ શામેલ છે, જે વિશ્વનો સૌથી મોટો અને સૌથી ઉંચો કમાન પુલ છે. ચાઈના સ્ટેટ રેલ્વે ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી આ રેલ લાઈન બનાવવા માટે 5.6 અબજ ડોલર ખર્ચ થયો છે.

તે હાઈ-સ્પીડ ઈલેક્ટ્રિક ટ્રેનોની ફોક્સિંગ શ્રેણી હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. લ્હાસા- ન્યિંગચી લાઈન પર નવ સ્ટેશનો છે, જેમાં ફોક્સિંગ ટ્રેન ડ્યુઅલ-પાવર એન્જિનને લીધે વીજળી સાથે અને વીજળી વગર એમ બંને રીતે ચાલવામાં સક્ષમ છે. લ્હાસા- ન્યિંગચી વચ્ચેનું અંતર 2.5 કલાકમાં કાપી શકાય છે.

આ પણ વાંચો: Gujarat : 24 જુલાઈથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના, હવામાન વિભાગની આગાહી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">