IND vs SL : કોલકાતામાં આવી છે ભારતની પ્લેઈંગ ઈલેવન , ટીમ ઈન્ડિયા પાસે સિરીઝમાં લીડ લેવાની તક
India vs Sri Lanka: ગુવાહાટી વનડે જીતનાર ટીમ ઈન્ડિયા પાસે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સિરીઝ જીતવાની તક છે. શ્રીલંકાની ટીમ બે ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે.

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મતલબ કે ભારતીય ટીમ પહેલા બોલિંગ કરશે. મોટા સમાચાર એ છે કે ભારતે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. આ સાથે જ શ્રીલંકા બે ફેરફાર સાથે મેદાનમાં ઉતર્યું છે. ટીમ ઈન્ડિયામાં યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટોસ બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે સૂર્યકુમાર યાદવ ફરી એકવાર બેંચ પર બેસશે. ત્યારે ઇશાન કિશન પણ પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી.
તમને જણાવી દઈએ કે, ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ ODIમાં ટીમ ઈન્ડિયા 67 રને જીતી હતી. હવે શ્રીલંકા સાથેની મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં છે જ્યાં ટીમ ઈન્ડિયા પાસે સિરીઝમાં જીત સાથે લીડ લેવાની તક છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક અને કુલદીપ યાદવ
Sri Lanka have won the toss and elect to bat first in the 2nd ODI at Kolkata.
A look at our Playing XI for the game.
Live – https://t.co/jm3ulz5Yr1 #INDvSL @mastercardindia pic.twitter.com/DKNDtd6rYT
— BCCI (@BCCI) January 12, 2023
ઈડન ગાર્ડન્સની સ્થિતિ કેવી છે?
ઈડન ગાર્ડન્સે પાંચ વર્ષ પહેલા છેલ્લી ODIની યજમાની કરી હતી જેમાં ભારત ઓસ્ટ્રેલિયા સાથે ટકરાયુ હતું. આ મેચમાં ભારતીય ટીમ માત્ર 252 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 202 રન જ બનાવી શકી હતી. મતલબ કે ગુવાહાટી જેવી આ પીચ પર રન બનાવવા ખૂબ જ મુશ્કેલ બની શકે છે. હવામાનની વાત કરીએ તો કોલકાતામાં વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ રાત્રે ઝાકળ પડી શકે છે જેના કારણે બોલરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રાત્રે તાપમાનમાં ઘટાડો થશે, જે ઝડપી બોલરોને મદદ કરી શકે છે. છેલ્લી 6 ODIમાં આ પીચ પર પ્રથમ બેટિંગ કરનારી ટીમ જ જીતી શકી છે.
ભારતીય ટીમને શું સુધારવાની જરુર ?
ભલે ટીમ ઈન્ડિયા છેલ્લી મેચ જીતી ગઈ હતી, પરંતુ રોહિત એન્ડ કંપનીએ તેમની ઘણી ખામીઓ પર કામ કરવાની જરૂર છે. જેમ કે બોલરોએ 300થી વધુ રન કર્યા હતા. શ્રીલંકાને ઘેરી લેનારી ટીમ ઈન્ડિયાને ફરી એકવાર દાસુન શનાકાએ નુકસાન પહોંચાડ્યું છે. ટીમ ઈન્ડિયાએ પણ શ્રીલંકાના કેપ્ટનને રોકવાનો રસ્તો શોધવો પડશે. આ સિવાય ફિલ્ડિંગ પણ એક મોટો મુદ્દો છે. ગુવાહાટી વનડેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ કેચ છોડ્યા હતા. રોહિતે 2 અને વિરાટે એક કેચ છોડ્યો હતો.