IND vs SL: શિખર ધવને વાંસળીના રેલાવ્યા સૂર, પૃથ્વી શોએ ગીત ગાઇને આપ્યો સાથ, જુઓ વિડીયો

|

Jul 16, 2021 | 9:40 AM

આગામી રવિવાર થી ભારત અને શ્રીલંકા (India Vs Srilanka) વચ્ચે વન ડે શ્રેણીની શરુઆત થનારી છે. આ માટે ટીમ ઇન્ડીયાએ ભરપૂર તૈયારીઓ કરી લીધી છે. યુવા ચહેરાઓ મેદાને ઉતરવા ઉત્સુક છે.

IND vs SL: શિખર ધવને વાંસળીના રેલાવ્યા સૂર, પૃથ્વી શોએ ગીત ગાઇને આપ્યો સાથ, જુઓ વિડીયો
Prithvi Shaw-Shikhar Dhawan

Follow us on

IND vs SL: મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ની બીજી ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે (Sri Lanka Tour) છે. રવિવારથી બંને દેશો વચ્ચે વન ડે સિરીઝની શરુઆત થનારી છે. આ માટે ટીમ ઇન્ડીયા (Team India) એ ભરપૂર તૈયારીઓ શરુ કરી છે. તૈયારીઓ વચ્ચે ટીમના ખેલાડીઓ હળવાશને પણ માણતા હોય છે. કેપ્ટન શિખર ધવન (Shikhar Dhawan) અને ઓપનર પૃથ્વી શો (Prithvi Shaw) આવા જ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. ધવન વાંસળીના સૂર રેલાવી રહ્યો હતો, તો પૃથ્વી તેની સાથે ગીત ગાઇ રહ્યો હતો.

બાયોબબલમાં રહીને ટીમને ખેલાડીઓ એક પ્રકારે માનસિક તાણ અનુભવતા હોય છે. જેને દૂર રાખવા માટે કેટલાક ઉપાયો પણ અજમાવવામાં આવતા હોય છે. આવી જ રીતે હળવા રહેવા માટે નો એક ઉપાય ગીત સંગીત છે. શ્રીલંકા પ્રવાસ માટે ની ટીમ ઇન્ડીયાના કેપ્ટન વાંસળી વગાડવાનુ ખૂબ સારી રીતે જાણે છે. આવી જ રીતે તેણે કોલંબોમાં હોટલમાં વાંસળીના સૂર રેલાવીને દીલ જીતી લીધુ હતુ. ધવનની વાંસળીના સૂરને ઓપનર પૃથ્વી શો સાથ આપી રહ્યો હતો.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

શિખર ધવને વાંસળી વગાડતા અને સાથે પૃથ્વી શોનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં ધવન ફિલ્મ ‘કટી પતંગ’ ના જાણીતા ગીત ‘યે શામ મસ્તાની, મદહોશ કિએ જાએ .. ના સૂર વાંસળી વડે રેલાવી રહ્યો છે. જે ગીતની પંક્તિઓને ધવનની પાછળ ઉભેલો પૃથ્વી શો ગાઇ રહ્યો છે. ધવને કેપ્શનમાં લખ્યુ હતુ કે, થર્સડે ટ્યૂન, અમારા ઇન હાઉસ સુપર સ્ટાર ગાયક પૃથ્વી શો. સાથે જ ધવને પૃથ્વી શોને ટેગ કર્યો હતો.

 

રવિવારે પ્રથમ વન ડે મેચ

આમ પણ શિખર ધવન કેપ્ટન હોવા ઉપરાંત ઓપનર બેટ્સમેન છે. જ્યાં મેદાનમાં પણ ઓપનીંગમાં પૃથ્વી શો સાથ આપતો હોય છે. આમ બંને ની જોડી પાસે થી સારી શરુઆતની આશા રાખવામાં આવતી હોય છે. આગામી રવિવાર એટલે કે 18 જૂલાઇ એ ભારત અને શ્રીલંકા (India Vs Srilanka) વચ્ચે વન ડે શ્રેણીની પ્રથમ મેચ રમાનારી છે. કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે વન ડે મેચ રમાનાર છે.

આ પણ વાંચોઃ IND vs ENG: ઋષભ પંતના પોઝિટિવ થયા બાદ વિવાદનો નવો ફણગો ફુટ્યો, BCCI એન્ટી કરપ્શન યૂનિટ પર ઉઠ્યા સવાલ

Next Article