AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: માથામાં બોલ વાગવાને લઇ પૃથ્વી શો એ મેચ બાદ કહ્યુ, સ્પષ્ટ દેખી શકતો નહોતો

પૃથ્વી શો (Prithvi Shaw) એ શ્રીલંકા સામેની પ્રથમ વન ડે 24 બોલમાં નવ ચોગ્ગા લગાવી 43 રનની ઇનીંગ રમી હતી. પૃથ્વીએ શ્રીલંકા સામે જીત મેળવવાનો પાયો નાંખતી રમત રમી હતી. જેને લઇ તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

IND vs SL: માથામાં બોલ વાગવાને લઇ પૃથ્વી શો એ મેચ બાદ કહ્યુ, સ્પષ્ટ દેખી શકતો નહોતો
Prithvi Shaw
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 11:44 AM
Share

ભારતીય ટીમે (Team India) શ્રીલંકા સામેની પ્રથમ વન ડેમાં જીતીને શ્રેણીમાં શાનદાર શરુઆત કરી હતી. ટીમના ઓપનર પૃથ્વી શો અને શિખર ધવને (Shikhar Dhawan) પડકારનો પિછો કરતા શરુઆત શાનદાર કરી હતી. પૃથ્વી શોએ સ્કોર બોર્ડને ઝડપ થી ફરતુ રાખવા પ્રયાસ કરી બાઉન્ડરીઓ લગાવી હતી. આ દરમ્યાન તેને માથામાં હેલ્મેટ પર બોલ વાગ્યો હતો. મેચ બાદ પૃથ્વી શોએ ખુલાસો કર્યો હતો, કે બોલ હેલ્મેટને વાગતા તે સૂન્ન રહી ગયો હતો. તેને સ્પષ્ટ જોઇ શકાતુ નહોતુ.

ભારતીય ટીમે વળતા જવાબમાં મેદાને ઉતરતા જ પૃથ્વી શોએ બોલને ચારે તરફ ફટકારવો શરુ કર્યો હતો. પૃથ્વી શો અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી રમત રમી હતી. જે પૈકી પૃથ્વીએ 43 રનની શાનદાર ઇનીંગ રમી હતી. તેની આ ઇનીંગમાં તેણે 9 ચોગ્ગા લગાવ્યા હતા. તેની આ શરુઆતને લઇને ભારતે જીતનો મજબૂત પાયો રચ્યો હતો. જેના થકી જીત આસાન બની શકી હતી.

શાનદાર લય સાથે રમી રહેલા પૃથ્વી શોને હેલ્મેટ પર બોલ વાગ્યો હતો. બેટીંગ ઇનીંગની પાંચમી ઓવરમાં દુશમંથા ચામિરાનો બોલ વાગ્યો હતો. જોકે મેચ બાદ પૃથ્વી શોએ કહ્યુ હતુ, હવે હું ઠીક છું. થોડુ ગણુ દર્દ છે પરંતુ ઠીક છે. બોલ વાગવા બાદ થોડો સૂન્ન રહ્યો હતો અને કશુ સ્પષ્ટ નહોતો જોઇ શકાતુ. માથામાં બોલ વાગવા બાદ, ફોકસ હટી ગયુ હતુ. મારે ક્રિઝ છોડી દેવી જોઇતી હતી. આગળથી હવે હું ધ્યાન રાખીશ.

ફિઝીયો ની તપાસ દરમ્યાન સ્વસ્થ

હેલ્મેટ પર બોલ વાગવાના બાદ કન્કશન ટેસ્ટ જરુરી હોય છે. જેને લઇ ટીમના ફિઝીયો ખેલાડીની તપાસ કરતા હોય છે. જો તેમાં કોઇ તકલીફ જણાતી હોવાનુ જાણમાં આવે તો તે ખેલાડી મેચ થી હટી શકે છે. આઇસીસી ના નિયમ કન્કશન રિપ્લેસમેન્ટની પરવાનગી આપે છે. જોકે શ્રીલંકા સામેની મેચ દરમ્યાન પૃથ્વી શોએ ફિઝીયોની તપાસ દરમ્યાન પોતાને સ્વસ્થ હોવાનુ કહ્યુ હતુ. આમ તેણે બેટીંગ જારી રાખી હતી.

ખોટો શોટ લગાવી આઉટ થવાને લઇ નિરાશ

ચામિરાની ઓવરમાં બોલ વાગ્યા બાદ આગળની ઓવર ધનંજ્ય ડી સિલ્વા લઇ આવ્યો હતો. જેના બોલ પર તેણે વિકેટ ગુમાવી હતી. તેણે એક મોટો શોટ રમવા દરમ્યાન પોતાની વિકેટ ગુમાવી હતી. એ અંગે પણ પૃથ્વી શોએ કહ્યુ હતુ કે, જે પ્રકારે શોટ લગાવીને આઉટ થવાને લઇ તે ખૂબ નિરાશ છે. બોલ માથા પર વાગવાને લઇ ફોકસ ખોઇ બેઠો હતો.

શો એ કહ્યુ, ઝડપી બોલરો સામે રમવુ પસંદ

તેણે તોફાની બેટીંગના સવાલ પર કહ્યુ હતુ કે, હું કંઇક વિચારીને ગયો હતો અને બાઉન્ડરી શોધી રહ્યો હતો. એક બેટ્સમેનના રુપમાં હું સ્કોરબોર્ડને ચલાવવા માંગુ છું. પ્રથમ ઇનીંગમાં પિચ સારી હતી અને બીજી ઇનીંગમાં તે વધારે શ્રેષ્ઠ થઇ ગઇ હતી. મને ઝડપી બોલરોનો સામનો કરવો પસંદ છે. શ્રીલંકા એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા 9 વિકેટ ગુમાવીને 262 રન 50 ઓવરના અંતે કર્યા હતા. આમ ભારતને 263 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. જે ભારતે 3 વિકેટ ગુમાવીને પાર કરી લઇ જીત મેળવી હતી. ભારતે પ્રથમ વન ડે મેચ જીતવા સાથે શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી હતી.

આ પણ વાંચોઃ Cricket: ડેવિડ વોર્નર બોલવા લાગ્યો ‘ભારત માતાની જય’, સોશિયલ મીડિયા પર શેર કરેલો વિડીયો થયો વાયરલ, જુઓ

g clip-path="url(#clip0_868_265)">