IND vs SL: શ્રીલંકા સામેની ODI શ્રેણી આ તારીખથી શરુ, BCCI સેક્રેટરી જય શાહે નવી તારીખો જાહેર કરી

|

Jul 10, 2021 | 4:37 PM

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચેની શ્રેણીની શરુઆત 17 તારીખે શરુ થવાની સંભાવના હતી. જોકે હવે BCCI સેક્રેટરી જય શાહે નવી તારીખો જણાવીને સ્પષ્ટતા કરી દીધી છે.

IND vs SL: શ્રીલંકા સામેની ODI શ્રેણી આ તારીખથી શરુ, BCCI સેક્રેટરી જય શાહે નવી તારીખો જાહેર કરી
Jay Shah

Follow us on

IND vs SL: ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે રમાનારી વન ડે અને T20 શ્રેણીના કાર્યક્રમમાં હવે સત્તાવાર રીતે ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રીલંકન ક્રિકેટ ટીમના બેટીંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર કોરોનામાં સપડાયા હતા. ત્યાર બાદ હજુ એક બેટ્સમેન કોરોના પોઝિટિવ હોવાની જાણકારી સામે આવી રહી છે. આ દરમ્યાન BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) વન ડે શ્રેણી 18 જૂલાઇથી શરુ થનાર હોવાની જાણકારી આપી છે.

ગઇકાલ સાંજ થી BCCI સુત્રો દ્વારા શ્રેણી ને પાછળ ધકેલાઇ હોવાના સમાચાર મળી રહ્યા હતા. પરંતુ જેની પર આખરે બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે સ્પષ્ટતા કરતી ઘોષણા કરી દીધી છે. તેઓએ મીડિયા રિપોર્ટસમાં જણાવ્યુ હતુ કે, હવે 18 જૂલાઇ એ પ્રથમ વન ડે મેચ નિયત સ્થળ મુજબ રમાશે. જ્યારે T20 શ્રેણીની શરુઆત 25 જૂલાઇથી કરવામાં આવશે.

નવા કાર્યક્રમ મુજબ વન ડે શ્રેણીની મેચો 18,20 અને 23 જૂલાઇએ રમાનાર છે. જ્યારે T20 શ્રેણી ની મેચ 25 જૂલાઇ થી રમનાર છે. શ્રેણને લઇ તારીખ સિવાયના તમામ આયોજનોમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. મેચની શરુઆત અને મેચના સ્થળ યથાવત રાખવામાં આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના કોલંબો ખાતે વન ડે અને T20 શ્રેણી માટે તૈયારીઓ કરી રહી છે. જ્યારે શ્રીલંકન ટીમ હાલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. શ્રીલંકા ક્રિકેટ દ્વારા ખેલાડીઓને આકરા ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. ટીમ ઇંગ્લેંડ થી પરત ફર્યા બાદ ફરજીયાત ક્વોરન્ટાઇન હેઠળ પહોંચી હતી. જ્યાં પહેલા ગ્રાન્ટ ફ્લાવર અને બાદમાં ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન કોરોના સંક્રમિત જણાયા હતા.

ઇંગ્લેંડ અને શ્રીલંકા વચ્ચે શ્રેણી રમાઇ હતી. ત્યાર બાદ ઇંગ્લેન્ડના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનુ જણાઇ આવ્યુ હતુ. જેને લઇ શ્રીલંકન ટીમ પહેલા થી જ ચિંતામાં હતી. જે મુજબ ચિંતા સાચી ઠરી હોય એમ એક બાદ એક કોરોના સંક્રમિતો સામે આવવા લાગ્યા છે. આ સાથે જ હવે શ્રીલંકા ક્રિકેટને મુશ્કેલીઓ વધવા લાગી છે.

આ પણ વાંચોઃ Ind Vs SL: હાર્દિક પંડ્યા શ્રીલંકામાં વહાવી રહ્યો છે પરેસેવો, શ્રેણી માટે કરી રહ્યો છે તૈયારીઓ, જુઓ વિડીયો

Next Article