Ind Vs SL: હાર્દિક પંડ્યા શ્રીલંકામાં વહાવી રહ્યો છે પરેસેવો, શ્રેણી માટે કરી રહ્યો છે તૈયારીઓ, જુઓ વિડીયો

હાર્દિક પંડ્યા માટે શ્રીલંકા પ્રવાસ વ્યક્તિગત રુપે મહત્વનો બની રહેનાર છે. તેના આલોચકોના મોં બંધ કરતો જવાબ આપવાની તક છે. સાથે જ કરિયરની દિશા માટે પણ મહત્વની શ્રેણી નિવડશે.

Ind Vs SL: હાર્દિક પંડ્યા શ્રીલંકામાં વહાવી રહ્યો છે પરેસેવો, શ્રેણી માટે કરી રહ્યો છે તૈયારીઓ, જુઓ વિડીયો
Hardik Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 2:16 PM

ભારત અને શ્રીલંકા ( India vs Sri Lanka) વચ્ચે રમાનારી વન ડે અને T20 શ્રેણી કોરોના પ્રભાવિત થઇ છે. જોકે ભારતીય ટીમ (Team India) ની તૈયારીઓ સહેજ પણ પ્રભાવિત થઇ નથી. ટીમના ખેલાડીઓ પરસેવતો વહાવતી તૈયારીઓ બંને શ્રેણી માટે કરી રહ્યા છે. આ દરમ્યાન હાર્દિક પંડ્યા (Hardik Pandya) નો વિડીયો સામે આવ્યો છે. જે વિડીયોમાં હાર્દિક પંડ્યા પરસેવે રેબઝેબ થઇ ચુક્યો છે. આ પહેલા ઇન્ટ્રા સ્ક્વોડ મેચમાં હાર્દિકે જબરદસ્ત રમત રમી શોટ ફટકાર્યા હતા. જેના શ્રીલંકા ક્રિકેટે (Sri Lanka Cricket) વિડીયો શેર કર્યા હતા.

હાર્દિક પંડ્યાના ફોર્મને લઇને આમ પણ સવાલ વર્તાઇ રહ્યા છે. તો વળી તે ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સમાવેશ થવા છતાં બોલીંગથી દૂર રહ્યો છે. તેના બોલીંગથી દૂર રહેવાને લઇને ચર્ચાઓ ઉઠવા દરમ્યાન, તેણે બોલીંગ કરવાની વાત કહી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર જીમમાં વર્કઆઉટ કરતો હોવાનો વિડીયો શેર કર્યો હતો. જેમાં હાર્દિક બોડી બેલેન્સથી લઇને વેઇટ ટ્રેનિંગ કરી રહ્યો હોવાનો નજર આવી રહ્યો છે. શર્ટ લેસ હાર્દિક પંડ્યાનું શરીર જીમમાં પરસેવાથી રેબઝેબ થઇ ચુક્યુ છે. તો વળી હાર્દિકની પત્નિ નતાશા સ્ટેનકોવિક (Natasha Stankovic) એ કોમેન્ટ કરી છે. જ્યારે શ્રીલંકા પ્રવાસ અને મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ટીમમાં સાથી સૂર્યકુમાર યાદવે પણ હાર્દિકના વિડીયો પર કોમેન્ટ કરી હતી.

હાર્દિક પંડ્યાએ પીઠની સર્જરી કરાવ્યા બાદ તે મોટે ભાગે બોલીંગ કરવાથી દૂર રહે છે. જોકે તેની સર્જરીને પણ લાંબો સમય વીતી ચુક્યો છે. જેથી હવે તેની બોલીંગ કરવાને લઇને ખૂબ ચર્ચાઓ શ્રીલંકા પ્રવાસ પહેલા થવા લાગી હતી. ઇંગ્લેન્ડ પ્રવાસેથી તેને બહાર રાખવામાં આવતા તે માટે ફિટનેશનું કારણ ધરવામાં આવ્યું હતું. બોલીંગ લાંબો સમય કરવા માટે તે અનફીટ હોવાની વાત ચર્ચામાં રહી હતી. જેથી ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સમાવેશ થઇને બોલીંગ નહી કરતો હોવાનો સૂર ઉઠ્યો હતો.

T20 વિશ્વકપ પહેલા મહત્વની શ્રેણી

જોકે હવે શ્રીલંકા પ્રવાસ હાર્દિક પંડ્યાના વ્યક્તિગત કરિયર માટે મહત્વનો છે. તેણે T20 વિશ્વકપ (World Cup) માં સ્થાન મેળવવા માટે શ્રીલંકામાં કસોટી પાર પાડવી પડશે. સાથે જ તેણે આશા વ્યક્ત કર્યા મુજબ બોલીંગની શરુઆત કરવી પડશે. ટુંકમાં હાર્દિક પંડ્યાએ હવે ઓલરાઉન્ડ દેખાવ દર્શાવવો પડશે. T20 વિશ્વકપ પહેલા આંતરરાષ્ટ્રીય મર્યાદિત ઓવરની શ્રેણી ભારતીય ટીમ માટે અંતિમ છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની વન ડે શ્રેણી 13 જૂલાઇને બદલે હવે 17 જૂલાઇ એ શરુ થનાર છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">