IND vs SL: સિરાજની બીજી ટેસ્ટ દરમિયાન જ ટીમ ઇન્ડિયાથી આપી દેવાઇ રજા, રમ્યા વિના જ પરત ફર્યો

|

Mar 13, 2022 | 8:59 AM

મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ ટેસ્ટ શ્રેણીની બંને મેચોમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું.

IND vs SL: સિરાજની બીજી ટેસ્ટ દરમિયાન જ ટીમ ઇન્ડિયાથી આપી દેવાઇ રજા, રમ્યા વિના જ પરત ફર્યો
Mohammed Siraj હવે બ્રેક બાદ IPL બબલમાં જોડાશે

Follow us on

ભારતીય ટીમે (Indian Cricket Team) શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે. મોહાલી ટેસ્ટમાં આરામદાયક વિજય બાદ, બેંગ્લોરમાં બીજી ટેસ્ટ (India vs Sri Lanka 2nd Test) ના પ્રથમ દિવસે, ભારતે ખરાબ શરૂઆત બાદ સારી વાપસી કરી. ટીમ ઈન્ડિયા માત્ર બે મેચની ટેસ્ટ સિરીઝ માં 1-0થી આગળ છે અને આ ટેસ્ટ બાદ ભારતીય ટીમ આગામી અઢી મહિના સુધી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમશે નહીં. IPL 2022માં ભારતીય ખેલાડીઓ સામેલ થશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ને ટીમમાંથી મુક્ત કર્યો છે. ટીમે બાયો-બબલ થાકથી બચવા માટે આ નિર્ણય લીધો છે કારણ કે સિરાજને બીજી ટેસ્ટમાં પણ જગ્યા મળી નથી.

સમાચાર એજન્સીના પીટીઆઇના રિપોર્ટ મુજબ ભારતીય ટીમ મેનેજમેન્ટે સિરાજને આઈપીએલ 2022 સીઝન પહેલા આ બ્રેક આપવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેને બેંગ્લોર ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. સિરાજ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ટીમ ઈન્ડિયા સાથે હાજર છે. તે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ અને વનડે શ્રેણી સામે રમ્યો હતો. આ પછી તે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 સીરીઝ માટે પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. ત્યારબાદ તે માત્ર 3 વનડે રમ્યો હતો.

વર્કલોડ મેનેજમેન્ટ પર ધ્યાન

ભારતીય ટીમ તેના મુખ્ય ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટને લઈને સતર્ક છે અને સિરાજને બ્રેક આપવો તેનો એક ભાગ છે. શ્રીલંકા સામેની વર્તમાન ટી20 અને ટેસ્ટ શ્રેણીમાં પણ સિરાજને ટીમમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તેને માત્ર એક જ ટી20 મેચ રમવાની તક મળી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ સિરાજે માત્ર 6 મેચ રમી છે, જેમાં 2 ટેસ્ટ, 3 વનડે અને એક T20 સામેલ છે. જ્યારે આ દરમિયાન તે સતત 3 મહિના સુધી બાયો-બબલનો ભાગ હતો. બેંગ્લોર ટેસ્ટ બાદ ભારતીય ટીમે અન્ય કોઈ મેચ રમી ન હતી અને આ કારણોસર ટીમ ઈન્ડિયાએ સિરાજને છોડવાનો નિર્ણય લીધો હતો.

કુલદીપ પણ બહાર

સિરાજ પહેલા ટીમ ઈન્ડિયાએ ડાબોડી સ્પિનર ​​કુલદીપ યાદવને પણ બહાર કર્યો હતો. કુલદીપને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્રથમ ટેસ્ટમાં તક મળી ન હતી. આ દરમિયાન બીજી ટેસ્ટમાં અક્ષર પટેલની વાપસી સાથે, તેના માટે તક સમાપ્ત થઈ ગઈ હતી અને પછી તેને તેના વર્કલોડ મેનેજમેન્ટ માટે બીજી ટેસ્ટ પહેલા મુક્ત કરવામાં આવ્યો હતો.

સિરાજ હવે આઇપીએલ બબલમાં જોડાશે

સિરાજ ટૂંક સમયમાં તેની IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાઈ શકશે. જો કે, બેંગ્લોર ટેસ્ટના પહેલા જ દિવસે, તે થોડા દિવસો માટે આરામ કરી શકશે કારણ કે તે પછી લગભગ અઢી મહિના સુધી તે ચુસ્ત IPL બાયો-બબલમાં રહેશે. RCB મેનેજમેન્ટ પણ સિરાજની રજાથી ખુશ હશે કારણ કે સિરાજ સંપૂર્ણ તાજગી સાથે નવી સિઝન માટે તૈયાર હશે. સિરાજને ગયા વર્ષે આરસીબીએ જાળવી રાખ્યો હતો. RCBની પહેલી મેચ રવિવારે 27 માર્ચે પંજાબ કિંગ્સ સામે છે.

 

આ પણ વાંચોઃ IND vs WI: મિતાલી રાજે ધોની, ગાંગુલી અને અઝહરને છોડી દીધા પાછળ, આ મામલામાં રેકોર્ડ સાથે બની નંબર 1 કેપ્ટન

આ પણ વાંચોઃ WI vs ENG: એન્ટિગુઆ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થતા ઇંગ્લેન્ડ ટીમના નિર્ણય પર કાર્લોસ બ્રેથવેટ ભડક્યો, કહ્યુ ભારત સામે આમ કરી શક્યા હોત?

 

Published On - 8:58 am, Sun, 13 March 22

Next Article