Krunal Pandya: ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત, ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી મેચ સ્થગીત

|

Jul 27, 2021 | 5:12 PM

India vs Sri Lanka T20: સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના સંક્રમિત જણાતા ભારતીય ટીમ હાલમાં આઇસોલેટ કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ શ્રીલંકા સામેની શ્રેણીમાં 1-0 થી આગળ છે.

Krunal Pandya: ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત, ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી મેચ સ્થગીત
Team India

Follow us on

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે રમાનારી બીજી T20 મેચ કોરોના વાયરસના સંક્રમણને લઈને સ્થગીત કરી દેવામાં આવી છે. શ્રીલંકામાં રમાઈ રહેલી T20 સિરીઝ માટે કોલંબોમાં હાલ ભારતીય ટીમ ઉપસ્થિત છે. ભારતીય ટીમ (Team India) ના ઓલરાઉન્ડર કુણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યો છે. જેના કારણે બંને ટીમોને આઇસોલેટ કરી દેવામાં આવી છે.

આ સાથે તમામ ખેલાડીઓનો પરીક્ષણ કરવામાં આવી રહ્યુા છે. જેને લઇ આજે રમાનારી T20 શ્રેણી બીજી મેચ સ્થગીત કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ બાકીના તમામ ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવશે, તો મેચ બુધવાર 28 જુલાઇએ રમાઇ શકે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મામલાની જાણકારી રાખનારા એક સૂત્ર દ્વારા બતાવવામાં આવ્યું હતુ. તેણે કહ્યુ કે ભારતીય ઓલરાઉન્ડર પોઝિટિવ આવવાના બાદ બન્ને ટીમોને આઇસોલેટ કરી દેવામાં આવી છે. જો બધું જ યોગ્ય રહ્યું તો આ મેચ બુધવારે 28 જુલાઈના દિવસે રમાઇ શકે છે. ભારતીય ટીમ સિરીઝમાં 1-0 થી આગળ છે. જેની આખરી મેચ ગુરુવાર 29 જુલાઇએ રમાનારી છે.

કોરોનાને કારણે પ્રભાવિત થઇ સિરીઝ

ટીમ ઇન્ડીયાના શ્રીલંકા પ્રવાસ દરમ્યાન કોરોના સંક્રમણને લઇને પહેલા પણ અડચણ આવી હતી. 13 જૂલાઇ એ વન ડે સિરીઝ શરુ થવાના બે દિવસ પહેલા શ્રીલંકાના બેટીંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ સંક્રમિત જણાઇ આવ્યો હતો. જેના કારણે સિરીઝના સંપૂર્ણ કાર્યક્રમમાં પરિવર્તન કરવામાં આવ્યુ હતુ. 18 જૂલાઇ થી વન ડે સિરીઝની શરુઆત થઇ હતી. તો 25 જૂલાઇએ પહેલા T20 મેચ થી કેટલોક સમય પહેલા જ કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં પ્રેસ બોક્સમાં પણ સંક્રમણ જણાયુ હતુ. જેને લઇને તેને બંધ કરી દેવામાં આવ્યુ હતુ. જોકે તેની અસર તે મેચમાં કોઇ જ પડી નહોતી.

સૂર્યકુમાર અને શોના ઇંગ્લેન્ડ રવાના થવા પર સવાલ

કોરોના સંક્રમણના મામલા બાદ સવાલ પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવને લઇને ઉભો થયો છે. બંને ખેલાડીઓ ને એક દિવસ પહેલા જદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓનુ સ્થાન ભરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડમાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ માટે વોશિંગ્ટન સુંદર અને શુભમન ગીલનુ સ્થાન લેશે. આવામાં તે પ્રવાસ માટે તેમના રવાના થવા પર પણ સંકટ તોળાયુ છે.

ઇંગ્લેન્ડમાં ઉપસ્થિત ભારતીય ટીમમાં હાલમાં જ કોરોના સંક્રમણ સામે આવ્યુ હતુ. 20 દિવસની રજાઓ દરમ્યાન વિકેટકિપર બેટસમેન ઋષભ પંત અને સપોર્ટ સ્ટાફના સદસ્ય દયાનંદ પણ સંક્રમિત થયા હતા. બંને જોકે સ્વસ્થ થઇ ચુક્યા છે અને ટીમ સાથે પરત જોડાઇ ચુક્યા છે.

 

આ પણ વાંચોઃ Mirabai Chanu : બાળકીએ મીરાબાઈ ચાનુની નકલ કરી, મીરાબાઈએ કહ્યું ‘So cute. Just love this ’

Published On - 4:25 pm, Tue, 27 July 21

Next Article