IND vs SL: ભારતે શ્રીલંકા સામે 133 રનનો પડકાર રાખ્યો, શિખર ધવનના 40 રન, શ્રીલંકાએ 8 બોલર અજમાવ્યા

ભારતીય ટીમે શરુઆત શાનદાર કરી હતી. ભારતીય ટીમ વતી શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડે ઓપનીંગ કર્યુ હતુ. બંનેએ 49 રનની ભાગીદારી રમત રમી હતી.

IND vs SL: ભારતે શ્રીલંકા સામે 133 રનનો પડકાર રાખ્યો, શિખર ધવનના 40 રન, શ્રીલંકાએ 8 બોલર અજમાવ્યા
India vs Sri Lanka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 10:00 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આજે કોલંબોમાં T20 શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. જે મેચ અગાઉ મંગળવારે રમાનારી હતી. કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થતા મેચને એક દિવસ માટે ટાળી દેવામાં આવી હતી. ભારતીય ટીમમાં ચેતન સાકરિયા (Chetan Sakariya) સહિત 4 ખેલાડીઓને ટીમમાં સ્થાન આપી ડેબ્યૂની તક આપી હતી. શિખર ધવને (Shikhar Dhawan) 40 રનની ઈનીંગ રમી હતી. ભારતીય ટીમ (Team India)ની ધીમી રમતને લઈને ભારત મોટો સ્કોર ખડકી શક્યુ નહોતુ.

ભારતે 20 ઓવરની રમતના અંતે 132 રન કર્યા હતા. આમ શ્રીલંકા સામે ભારતે 133 રનનો પડકાર રાખ્યો હતો. શ્રીલંકાએ બોલીંગમાં સતત પરીવર્તન કરીને ભારતીય બેટ્સમેનોને નિયંત્રિત રાખવાની રણનીતી અપનાવી મોટા સ્કોરથી બચાવ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ભારતીય બેટીંગ ઈનીંગ

ભારતીય ટીમે શરુઆત શાનદાર કરી હતી. ભારતીય ટીમ વતી શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડે ઓપનીંગ કર્યુ હતુ. બંનેએ 49 રનની ભાગીદારી રમત રમી હતી. ગાયકવાડે 18 બોલમાં 21 રનની રમત રમી હતી. શિખર ધવન ધનંજયની ઓવરમાં ખરાબ શોટ રમવાનો પ્રયાસ કરતા ક્લીન બોલ્ડ થયો હતો. તેણે 40 રન 42 બોલમાં કર્યા હતા. સેટ થયા બાદ ધવને વિકેટ ગુમાવતા ટીમને મોટો ફટકો પડ્યો હતો.

ભારતે ત્રણ વિકેટ ક્લીન બોલ્ડના સ્વરુપમાં ગુમાવી હતી. પડીક્કલ પણ હસારંગાના બોલને થાપ ખાઈ જતા બોલ્ડ થયો હતો. તે 23 બોલમાં 29 રન કરીને આઉટ થયો હતો. સંજૂ સેમસન 13 બોલમાં 7 રન કરીને બોલ્ડ થયો હતો. નિતીશ રાણાએ 12 બોલમાં 9 રન કર્યા હતા. ભૂવનેશ્વર કુમાર 11 બોલમાં 13 રન કરી અણનમ રહ્યો હતો.

શ્રીલંકાની બોલીંગ ઈનીંગ

ભારત સામે શ્રીલંકાએ 8 બોલરોને અજમાવી લીધા હતા. કેપ્ટન દાસુન શનાકાએ ભારતીય બેટ્સમેનોની વિકેટ ઝડપવા માટે બોલીંગમાં સતત પરીવર્તન કર્યા હતા. અકીલા ધનંજયને 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. હસારંગા 4 ઓવરમાં 30 રન આપી 1 વિકેટ ઝડપી હતી. શનાકાએ 2 ઓવર કરીને 1 વિકેટ મેળવી હતી. ચામિરાએ 4 ઓવર કરીને 23 રન આપી 1 વિકેટ મેળવી હતી.

આ પણ વાંચો: શું તમને ખબર છે કે, ઓલિમ્પિકમાં જે ગોલ્ડ મેડલ મળે છે તેમાં કેટલું સોનુ હોય છે ?

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">