IND vs SA: ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કરશે ઓલરાઉન્ડ ધમાલ મચાવનાર ખેલાડી, બોલીંગ અને બેટીંગ બંનેમાં દમ દર્શાવી શકવાની તાકાત

|

Jan 18, 2022 | 10:45 PM

IND vs SA ODI: દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી દરમિયાન ભારતીય ટીમ નવા અને યુવા ચહેરાઓથી સજ્જ જોવા મળશે.

IND vs SA: ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કરશે ઓલરાઉન્ડ ધમાલ મચાવનાર ખેલાડી, બોલીંગ અને બેટીંગ બંનેમાં દમ દર્શાવી શકવાની તાકાત
Venkatesh iyer દક્ષિણ આફ્રિકા સામે વન ડે ડેબ્યૂ માટે તૈયાર છે.

Follow us on

વેંકટેશ અય્યર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણી (India vs South Africa ODI) થી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. ભારતના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) 18 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સમાં આવા સંકેત આપ્યા હતા. વેંકટેશ અય્યર (Venkatesh Iyer) ને ભારતીય ટીમમાં છઠ્ઠા બોલિંગ વિકલ્પ અને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે અજમાવવામાં આવશે. IPL 2021થી ચર્ચામાં આવેલા આ ખેલાડીએ થોડા મહિના પહેલા ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે શ્રેણીમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. આ પછી તેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વનડે શ્રેણી માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો. હવે તે ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં કેપ્ટનશીપ સંભાળી રહેલા કેએલ રાહુલે મેચના એક દિવસ પહેલા કહ્યું હતું કે ટીમ વેંકટેશ અય્યરને તક આપવા માંગે છે. તેણે કહ્યું, છઠ્ઠો બોલિંગ વિકલ્પ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારી પાસે વેંકટેશ અય્યર છે અને અમે તેમને તક આપવા માંગીએ છીએ. તેણે પહેલા અમારા માટે સારું કામ કર્યું છે. સફેદ બોલ ક્રિકેટમાં છઠ્ઠો બોલિંગ વિકલ્પ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમામ ટીમો આ તરફ ધ્યાન આપે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યુ હતુ

વેંકટેશ અય્યરે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ T20I માં ત્રણ ઓવર નાંખી હતી અને 12 રન આપીને એક વિકેટ લીધી હતી. નીચલા ક્રમમાં બેટિંગ પણ કરે છે. તે એવા સમયે બેટિંગ કરવા ગયો જ્યારે બોલ ઓછો હતા. તેણે ત્રણ મેચમાં 128.57ની સ્ટ્રાઈક રેટથી 36 રન બનાવ્યા. આ આંકડાઓ જોયા બાદ જ ટીમ મેનેજમેન્ટ તેમને આગળ પણ તક આપવા માંગે છે.

કોઈપણ રીતે, હાર્દિક પંડ્યા અત્યારે ફિટ અને ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં વેંકટેશ તેના વિકલ્પ તરીકે ટીમ ઈન્ડિયા માટે કામમાં આવી શકે છે. તેણે IPL 2021માં કોલકાતા માટે ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી હતી. વેંકટેશે 10 મેચમાં 41.11ની એવરેજથી 370 રન બનાવ્યા હતા. ત્રણ વિકેટ પણ લીધી હતી.

વિજય હજારે ટ્રોફીમાં ધમાકો સર્જ્યો હતો

તાજેતરમાં જ વિજય હજારે ટ્રોફીમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. અહીં છ મેચમાં તેણે 63.16ની એવરેજ અને 133.92ની સ્ટ્રાઈક રેટથી 379 રન બનાવ્યા. તે મોટા ભાગના પ્રસંગોએ નીચલા ક્રમમાં ઉતર્યા હતા. અહીં તેણે બે સદી અને એક અડધી સદી ફટકારી હતી. આ સાથે જ બોલિંગમાં પણ નવ વિકેટ ઝડપી હતી. અહીં તેની ઈકોનોમી 5.75 અને એવરેજ 30.66 હતી.

 

આ પણ વાંચોઃ IND VS SA: અશ્વિન કે ચહલ કોણ રમશે પ્રથમ વન ડે, વેંકટેશન અય્યર કેમ છે ખૂબ કિંમતી ? કેએલ રાહુલે કહી 4 મોટી વાત

 

આ પણ વાંચોઃ BWF રેંકિંગમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પર પહોંચ્યો યુવા સ્ટાપ લક્ષ્ય સેન, સાત્વિક અને ચિરાગને પણ મળ્યો મોટો ફાયદો

 

Published On - 10:07 pm, Tue, 18 January 22

Next Article